મયંક યાદવ: ભારતનો પોતાનો 'શોએબ અખ્તર' મળી ગયો છે?

મયંક યાદવ

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતીય ટીમ સામાન્ય રીતે તેના બૅટ્સમૅનોને લઈને ચર્ચામાં રહેતી હોય છે અને ફાસ્ટ બૉલરો મામલે ક્રિકેટચાહકો મોટે ભાગે પાકિસ્તાની બૉલરોને ઇર્ષ્યાની નજરથી જોતા હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયમાં હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

ભારતમાં હાલ આઈપીએલ 2024ની સિઝન ચાલી રહી છે અને દિલ્હીના બૉલર મયંક યાદવ પોતાની બૉલિંગને લઈને ખાસ ચર્ચામાં છે.

મયંક યાદવે જ્યારે પંજાબ વિરુદ્ધ 155.8 કિમી પ્રતિ કલાકની પોતાનો સૌથી ફાસ્ટ બૉલ ફેંક્યો તો બધા તેમનાં વખાણ કરવા લાગ્યા છે. આ બૉલ વર્તમાન સિઝનનો સૌથી ફાસ્ટ બૉલ હતો.

મયંકની બૉલિંગ બાદ ઘણા તેમને 'રાજધાની એક્સપ્રેસ'ની ઉપાધિથી નવાજી રહ્યા છે. મયંકની ઘાતક બૉલિંગે બાજી પલટી નાખી હતી અને ત્રણ મહત્ત્વની વિકેટ લેતા તેમને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.

એક સમયે પાકિસ્તાનની ટીમમાં શોએબ અખ્તર, વસીમ અકરમ અને વકાર યુનિસની ત્રિપુટીની બૉલિંગની આખી દુનિયામાં ચર્ચા થતી હતી. શોએબ અખ્તરને લોકો 'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી ઓળખતા હતા. તો હવે ચર્ચા એવી પણ થઈ રહી છે કે શું ભારતને પણ નવો ફાસ્ટ બૉલર મળી ગયો છે.

ગત શનિવારે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના આ નવયુવાનને પહેલો બૉલ ફેંક્યો તો તેની ગતિ 147 કિમી પ્રતિ કલાકની હતી. દુનિયાના બૉલરોને ધોઈ ચૂકેલા જૉની બેરિસ્ટો પણ તેમની ઝડપથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પંજાબ કિંગ્સ સામેની મૅચમાં મયંકે 24માંથી 9 બૉલ 150 કે તેની વધુની ગતિથી નાખ્યા હતા.

તેમાંથી એક બૉલની ગતિ તો 155.8 કિમી પ્રતિ કલાકની હતી, જે આ સિઝનનો સૌથી ઝડપી બૉલ હતો. મયકે આ બૉલ પંજાબ કિંગ્સના કૅપ્ટન શિખર ધવનની સામે નાખ્યો હતો.

મૅચ બાદ મયંકે કહ્યું કે "મને સામાન્ય જિંદગીમાં પણ ગતિ પસંદ છે. મને રૉકેટ, જેટ અને સુપર બાઇક પસંદ છે. સ્પીડથી મને રોમાંચ થાય છે."

બીબીસી

મયંક યાદવ 'રાજધાની એક્સપ્રેસ'

મયંક યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈપીએલની ગત 15મી સિઝનમાં જે ન થયું એ લખનઉ સુપર જાયન્ટ્સના મયંક યાદવે કરી દેખાડ્યું છે. માત્ર 21 વર્ષના મયંકે ડેબ્યુ કરીને પહેલી બે મૅચમાં મૅન ઑફ ધ મૅચ બનીને ક્રિકેટરસિકોનું ધ્યાન ખેંચ્યું છે.

દિલ્હીની સોનેટ ક્રિકેટ અકાદમીએ મયંકને 'રાજધાની એક્સપ્રેસ' નામ આપ્યું છે અને દિલ્હી ક્રિકેટની ગલીઓમાં મયંકને 'માથા પર મારનારો બૉલર' તરીકે ઓળખવામાં આવે છે.

મયંકની ફાસ્ટ બૉલિંગ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરીકરે તેમને 'રાજધાની એક્સપ્રેસ'ની ઉપાધિ આપી અને સોશિયલ મીડિયામાં અન્ય ઘણા લોકોએ પણ તેમના માટે 'રાજધાની એક્સપ્રેસ' શબ્દનો ઉપયોગ કર્યો.

કૉમેન્ટેટર સંજય માંજરીકરે કહ્યું, 'પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શોએબ અખ્તરને રાવલપિંડી એક્સપ્રેસ કહેવાય છે, કેમ કે આ ટ્રેન (રાવલપિંડી એક્સપ્રેસ) તેમના શહેરથી નીકળે છે. જોકે મયંક નવી દિલ્હીના છે અને રાજધાની એક્સપ્રેસ પણ ત્યાંથી ચાલે છે. આથી તેઓ રાજધાની એક્સપ્રેસ છે.'

પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શોએબ અખ્તરની ઓળખ તેમની બૉલિંગ હતી અને તેમણે કરેલા રેકૉર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

શોએબ અખ્તરે 2003માં ઇંગ્લૅન્ડ સામે એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચમાં 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપથી બૉલ ફેંકીને રેકૉર્ડ બનાવ્યો હતો. અગાઉ ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર બ્રેટ લી (2005) અને બાદમાં 2010માં શૉન ટેટે 161.1 કિમી પ્રતિ કલાકની ઝડપથી બૉલ ફેંક્યો હતો. પણ તેઓ શોએબનો રેકૉર્ડ તોડી શક્યા નહોતા.

આ વર્ષે આઈપીએલમાં મયંક યાદવે સૌથી પહેલા પંજાબ સામે 155.8ની ગતિથી બૉલિંગ કરી હતી, પણ બે દિવસ બાદ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલર ગેરાલ્ડ કોએત્ઝીએ મુંબઈના વાનખેડેમાં રાજસ્થાન રૉયલ સામે 157.4ની ગતિથી બૉલિંગ કરી હતી.

જોકે ગઈ રાતે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યાદવે ફરી એક વાર સૌથી વધુ ઝડપી બૉલિંગ કરીને એક બૉલ 156.7ની સ્પીડથી નાખીને પોતાનો રેકૉર્ડ સુધાર્યો હતો. આ વખતે તેમણે 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

બીબીસી

ભારતીય ફાસ્ટ બૉલરોની બૉલિંગ

શોએબ અખ્તર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય બૉલરોની ગતિની વાત કરીએ તો રેકૉર્ડ અનુસાર, ઇમરાન મલિકે વર્ષ 2022માં 157 કિમી પ્રતિ કલાકની ગતિથી બૉલ ફેંક્યો હતો. તો એ જ વર્ષે તેમણે 156ની ગતિથી એક બૉલ નાખ્યો હતો. તેઓ આઈપીએલમાં હૈદરાબાદની ટીમમાં સામેલ હતા.

તેમની બૉલિંગની ગતિને જોતા તેમને રાવલપિંડી એક્સપ્રેસની જેમ કાશ્મીર એક્સપ્રેસ પણ કહેવાતા હતા, કેમ તેઓ કાશ્મીરના હતા.

ગત વર્ષે ઇમરાન મલિકે શ્રીલંકા સામે 156ની ગતિથી બૉલ નાખ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ ફાસ્ટ બૉલ હતો.

આ બંને ખેલાડી ઇમરાન મલિક અને મયંક યાદવ સતત 150 કિમી પ્રતિ કલાકથી ઉપર બૉલિંગ કરી રહ્યા છે. આ સિવાય ઇરફાન પઠાણે વર્ષ 2007માં

તેમની ગતિ પર પાકિસ્તાન સુપર લીગના યુવા ખેલાડી અહસાનુલ્લાહે કહ્યું હતું કે તેઓ તેમનાથી પણ વધુ ફાસ્ટ બૉલિંગની કોશિશ કરશે.

153.7ની ગતિથી બૉલ નાખ્યો હતો.

તો મોહમ્મદ શમીએ વર્ષ 2014માં 153.3ની ગતિથી બૉલ નાખ્યો હતો. જસપ્રીત બુમરાહે વર્ષ 2018માં 153.2ની ગતિથી બૉલ નાખ્યો હતો.

બીબીસી

સોશિયલ મીડિયામાં રાજધાની એક્સપ્રેસની ચર્ચા

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ વસીમ જાફરે એક્સ પર યાદવ અંગે લખ્યું, "આ માણસ સનસનીખેજ છે. બહુ તેજ અને લાઇન અને લૅન્થ પર સારું નિયંત્રણ રાખે છે. આ આઈપીએલનું સૌથી સારું પાસું છે કે જે ક્રિકેટર ભારતી માટે નથી રમતો તેની પણ દુનિયામાં ચર્ચા થાય છે. મયંક યાદવનું નામ યાદ છે."

તો કૉમેન્ટેટેર હર્ષ ભોગલેએ કહ્યું કે "બીજું બધું છોડો અને મયંક યાદવની બૉલિંગ જુઓ. અભિનંદન લખનઉ સુપર જાયન્ટ્સ, તમે એક હીરો શોધી કાઢ્યો છે."

તો ખેલ પત્રકાર આદેશકુમાર ગુપ્તાને પૂછવામાં આવ્યું છે કે શું ભારતને 'રાવલપિંડી એક્સપ્રેસ' મળી ગઈ છે, તો તેમણે કહ્યું કે 'આ કહેવું ઉતાવળિયું ગણાશે.'

તેમણે કહ્યું કે આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટું અંતર છે. ભારતમાં ફાસ્ટ બૉલર માટે પીચ નથી બની, તેના કારણે ફાસ્ટ બૉલરોને પ્રોત્સાહિત કરાતા નથી.

બીબીસી

કોણ છે મયંક યાદવ

મયંક યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

મયંક યાદવના પરિવારનો બિહાર સાથે સંબંધ છે. બિહારના સુપૌલ જિલ્લાનું રતહો તેમનું પૈતુક ગામ છે. પણ મયંકનો જન્મ દિલ્હીમાં થયો છે.

મયંકનો પરિવારમાં હાલ દિલ્હીમાં રહે છે. દિલ્હીના મોતીનગરની ગલીઓથી શરૂ થયેલી સફર હવે આંતરરાષ્ટ્રીય પસંદગીકારોના દરવાજા પર પહોંચી ગઈ છે અને ટી-20 વર્લ્ડકપમાં દાવેદારી રજૂ કરી રહી છે.

મયંકે જ્યારે ક્રિકેટ માટે સ્કૂલ છોડીને ત્યારે ઘરમાં હોબાળો મચી ગયો હતો. ત્યારે મયંકની કોઈ પસંદગી થઈ નહોતી. તેઓ દિલ્હીના પંજાબીબાગમાં એસએમ આર્યા સ્કૂલમાં ભણતા હતા.

મયંક કહે છે, "પછી મેં ઘરના લોકોને કહ્યું કે મને માત્ર છ મહિના આપો. જો મને કંઈ નહીં મળે અથવા મારી પસંદગી નહીં થાય તો તમે જે કહેશો એ કરીશ."

અને હવે આજે ચારેકોર મયંક યાદવની ચર્ચા છે. એ રીતે કે ભારતને એક ફાસ્ટ બૉલરના રૂપમાં શાનદાર ખેલાડી મળી ગયો છે. જોકે હજુ તેમણે લાંબી મજલ કાપવાની છે.

બીબીસી
બીબીસી