યુકેમાં હર્ષિતાની હત્યા કરી પતિ ભારત ભાગી આવ્યો, ન્યાય માટે રઝળતાં માબાપ અને મૃત દીકરીની કહાણી

ઇમેજ સ્રોત, Family handout
- લેેખક, યોગિતા લિમયે
- પદ, દક્ષિણ એશિયા અને અફઘાનિસ્તાન સંવાદદાતા
હર્ષિતા બ્રેલાની એક વર્ષ પહેલાં ગળે ટૂંપો દઈને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે)માં હત્યા કરાઈ હતી. આ હત્યાના એક વર્ષ બાદ દિલ્હીમાં હર્ષિતાના પારિવારિક ઘરે અવિશ્વાસનો માહોલ છે.
રડતાં રડતાં હર્ષિતાનાં માતા સુદેશકુમારી જણાવે છે કે, "હજુ સુધી હત્યારો કેવી રીતે નથી પકડાયો? ના તો યુકેની સરકાર કે ના ભારતની સરકારે આ મામલે કંઈ કરી રહી છે."
"મને મારી દીકરી માટે ન્યાય જોઈએ છે. તો જ મને શાંતિ મળશે."
14 નવેમ્બર, 2024ના રોજ હર્ષિતાનો મૃતદેહ પૂર્વ લંડનના ઇલફર્ડ ખાતે કારની ડેકીમાં મળી આવ્યો હતો. હર્ષિતાના પરિવારજનોએ આ મામલે પરિવારે યુકે પોલીસને જાણ કરી હતી કે 10 નવેમ્બરથી તેઓ હર્ષિતાનો સંપર્ક સાધી નથી શક્યા, આના એક દિવસ બાદ હર્ષિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસના મતે 24 વર્ષીય હર્ષિતાની તેમના પતિ પંકજ લાંબાએ એ દિવસે નૉર્ધમ્પટનશાયરના કોર્બી ખાતે હત્યા કરી હતી. પંકજ આ હત્યાના તરત બાદ ભારત નાસી આવ્યા હતા અને હજુ સુધી નાસતા જ ફરી રહ્યા છે.
2024માં ભારતીય નાગરિકો એવું આ દંપતી દિલ્હીથી યુકે પહોંચ્યું હતું અને કોર્બી ખાતે સ્થાયી થયું હતું.
પરિવાર ગુનાની તપાસથી હતાશ કેમ?

ઇમેજ સ્રોત, Northamptonshire Police
આ વર્ષે માર્ચમાં નૉર્ધમ્પટનશાયર પોલીસે તેમની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ સિવાય તેમના પર રેપ, જાતીય હુમલો અને કાબૂ કરવા માટેનું કે ધાકધમકીભર્યું વર્તન કરવાના આરોપ છે.
હર્ષિતાનાં બહેન સોનિયા દબાસ તપાસની ગતિને કારણે કંટાળી ગયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બીબીસીને કહ્યું, "અમે યુકે પોલીસથી ખૂબ નાખુશ છીએ. કદાચ અમે યુકેના નાગરિક નથી માટે તેઓ આ કેસ અંગે એટલા ગંભીર નથી. તેઓ એવો સંદેશ આપી રહ્યા છે કે યુકેમાં વિદેશી નાગરિકો સલામત નથી."
હત્યાના લગભગ અઢી મહિના પહેલાં હર્ષિતાએ 3 સપ્ટેમ્બરના રોજ પોતાના પતિ સામે ઘરેલુ હિંસાનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ કેસમાં પંકજની ધરપકડ થઈ હતી અને હર્ષિતાને ધાકધમકી ન આપવા, પરેશાન કે હેરાન ન કરવાની શરતે તેમને જામીન મળ્યા હતા.
આનાં ચાર અઠવાડિયાં એટલે કે 1 ઑક્ટોબરના રોજ ડૉમેસ્ટિક વાયોલન્સ પ્રોટેક્શન ઑર્ડર (ઘરેલુ હિંસા સંરક્ષણ હુકમ - ડીવીપીઓ) ખતમ થયો.
સોનિયા નૉર્ધમ્પટનશાયર પોલીસ પર ઘરેલુ હિંસાના કેસ પર પૂરતું ધ્યાન ન આપી બેદરકારી દાખવવાનો આરોપ કરે છે. તેઓ કહે છે, "ત્યારે જ પંકજને સમજાઈ ગયું કે યુકે પોલીસ ઘરેલુ હિંસાના કેસમાં ખરેખર ગંભીર નથી અને તેને લાગ્યું કે એ હત્યા કરીને બચી શકે."
યુકે અને ભારતમાં સત્તાધીશોએ આ મામલે શું કહ્યું?

ઇન્ડિપેન્ડેન્ટ ઑફિસ ફૉર પોલીસ કન્ડક્ટ (આઇઓપીસી) હર્ષિતાના ઘરેલુ હિંસાના કેસ અને તેમની સાથેની વાતચીતને સંભાળવા મામલે નૉર્ધમ્પટનશાયરના ચાર પોલીસકર્મી સામે તપાસ કરી રહી છે.
આઇઓપીસીએ બીબીસીને આ અઠવાડિયે કહ્યું કે તેમની તપાસ પૂરી થઈ ચૂકી છે અને તે નૉર્ધમ્પટનશાયર પોલીસને શૅર પણ કરી દેવાઈ છે. નૉર્ધમ્પટશાયર પોલીસે જણાવ્યું કે તેમને આઇઓપીસીના નિષ્કર્ષોનો જવાબ આપવા માટે નવેમ્બરના મધ્ય ભાગ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
નૉર્ધમ્પટનશાયર પોલીસે કહ્યું : "આ એક ખૂબ જ જટિલ કેસ છે અને આ મામલે યુકેમાં કાર્યવાહી ચાલી રહી છે. અમે હાલ તપાસની વિગતો નહીં આપી શકીએ. જોકે, અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ કે યોગ્ય ચૅનલ થકી ભારતમાં ઑથૉરિટીઝને આરોપ ઘડવાની વાતની જાણ કરી દેવાઈ છે."
ભારત સરકારે બીબીસીને કહ્યું આ મામલે તેઓ યુકે સરકારના સંપર્કમાં છે. જોકે, બંનેમાંથી કોઈ પણ પક્ષે પંકજ લાંબાની પ્રત્યર્પણ નોટિસ ભારતીય ઑથૉરિટીઝને અપાઈ છે કે કેમ એ અંગે સ્પષ્ટ જવાબ ન આપ્યો.
હર્ષિતાના પરિવારના આરોપો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હર્ષિતાના કુટુંબે પણ બીબીસીને જણાવ્યું કે તેમને લાગે છે કે પંકજ લાંબા ભારતમાં છે અને ભારતની પોલીસ તેમને સાચવી રહી છે.
સોનિયા કહે છે કે, "તેના કેટલાક પરિવારજનો પોલીસમાં છે. આ વર્ષે માર્ચમાં એ બૅન્કમાંથી પૈસા ઉપાડતા સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો. તો પછી હજુ સુધી એ કેમ નથી મળ્યો? આ બધું ભ્રષ્ટાચારને કારણે થઈ રહ્યું છે?"
હર્ષિતાના પરિવારનો દાવો છે કે તેમની પાસે આ વર્ષની શરૂઆતના મહિના દરમિયાન પંકજ તેમના ઘરથી થોડે દૂર ગુરુગ્રામમાં એક દુકાન ચલાવતા હોવાની માહિતી છે.
સોનિયા કહે છે કે, "તેઓ (દિલ્હી પોલીસ) માત્ર સમય બગાડી રહી છે."
દિલ્હી પોલીસે સોનિયાના આરોપોનો કોઈ જવાબ ન આપ્યો. તેમણે બીબીસીને કહ્યું કે હર્ષિતાના પરિવારજનો દ્વારા પંકજ અને તેમના પરિવારજનો સામે કરાયેલી દહેજ સંબંધિત ફરિયાદમાં તેમણે પગલાં લીધાં છે. આ મામલે તેમણે પંકજનાં માતાપિતા અને બહેનની ધરપકડ કરી હતી, જેઓ હાલ જામીન પર બહાર છે.
દિલ્હી પોલીસનો દાવો છે કે તેમણે પંકજની માહિતી આપનાર માટે ઇનામની નોટિસો જાહેર કરી છે અને પંકજને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
પંકજ લાંબાનું કુટુંબ દિલ્હીથી 65 કિમી દૂર અને ગુરુગ્રામથી થોડે દૂર ધરોલી ગામમાં વસે છે. હર્ષિતાના પરિવારજનોનું માનવું છે કે પંકજ તેમના કૌટુંબિક ઘરે આ વર્ષે માર્ચ મહિનામાં દેખાયા હતા. પંકજનાં માતાપિતા સુદેશ અને દર્શન લાંબાએ બીબીસીની મુલાકાત દરમિયાન વાત કરવાની ના પાડી દીધી હતી.
જોકે, તેમણે તેમના પુત્ર સામેના તમામ આરોપ નકારી દીધા. તેમનો દાવો છે કે હર્ષિતાના કુટુંબની તેમની સાથે છેલ્લે વાત થઈ ત્યારે એટલે 10 નવેમ્બર, 2024થી પંકજ સાથે કોઈ સંપર્ક નથી.
હર્ષિતાના પિતા સતબીરસિંહ બ્રેલા માટેના દિવસો પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાવામાં પસાર થઈ રહ્યા છે.
તેઓ કહે છે કે, "મારી દીકરી સીધી વાત કરનારી અને દયાળુ હતી. તેની સાથે ઘણું ખરાબ થયું."
હર્ષિતાનાં માતા તેમનાં ચંપલ તરફ ઇશારો કરે છે. આ હર્ષિતાનાં ચંપલ છે. જે જુલાઈ માસમાં તેમની મુલાકાત લેવા આવેલા બ્રિટિશ અધિકારીઓ દ્વારા હર્ષિતાના અન્ય સામાન સાથે તેમના પરિવારને આપી સોંપવામાં આવ્યાં હતાં.
સુદેશકુમારી કહે છે કે, "આ ચંપલ મારા માટે ટાઇટ છે, પરંતુ હું જ્યારે આ ચંપલ પહેરું છું, ત્યારે હર્ષિતાની નજીક હોવાનું અનુભવું છું."
"અમુક વખત મને લાગે છે કે એ હજુ યુકેમાં છે, મને વિશ્વાસ નથી થતો કે એ નથી રહી."
વધારાનું રિપોર્ટિંગ : આકૃતિ થાપર, અદનાન ભટ, સંજય ગાંગુલી
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












