You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લંડનમાં પૅન્ટ પહેર્યાં વગર લોકો કડકડતી ઠંડીમાં કેમ મુસાફરી કરે છે?
- લેેખક, હેરી લૉ
- પદ, બીબીસી ન્યૂઝ
લંડનમાં અત્યારે સખત ઠંડીનો માહોલ છે છતાં દર વર્ષની જેમ 'નો ટ્રાઉઝર્સ ટ્યુબ રાઇડ'ની વાપસી થઈ છે. લંડનની અંડર ગ્રાઉન્ડ ટ્રેનોમાં કેટલાય લોકો પેન્ટ પહેર્યાં વગર મુસાફરી કરી રહ્યા છે.
લંડનમાં વેસ્ટમિન્સ્ટર, વૉટરલૂ અને સાઉથ કેન્સિંગ્ટન સહિતના અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ટ્રાઉઝર અથવા પેન્ટ પહેર્યા વગર મુસાફરો જોવા મળી રહ્યા છે.
'નો ટ્રાઉઝર ટ્યુબ રાઇડ'ની શરૂઆત ન્યૂ યૉર્કમાં જાન્યુઆરી 2002માં થઈ હતી અને તે વખતે માત્ર સાત લોકો તેમાં જોડાયા હતા. પરંતુ ત્યાર પછી તેની લોકપ્રિયતા આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. લંડનમાં આ વખતની નો ટ્રાઉઝર ટ્યુબ રાઇડમાં કેટલાય લોકો સામેલ થયા હતા.
ક્રિયેટર ચાર્લી ટોડે બીબીસીને જણાવ્યું કે, "આ બધાનો હેતુ આનંદ, મસ્તી અને ગૂંચવણની અનપેક્ષિત ક્ષણો માણવાનો છે."
તેમણે કહ્યું કે, "આ પરંપરા જીવંત રહેવાનો મને આનંદ છે. આ બધું નિર્દોષ મોજમસ્તી માટે છે."
તેઓ કહે છે કે, "આપણે એવા વાતાવરણમાં રહીએ છીએ જ્યાં લોકો સાંસ્કૃતિક બાબતો પર લડવા લાગે છે. ન્યૂ યૉર્કમાં મારો હંમેશાંથી નિયમ રહ્યો છે કે બીજા લોકોને રમૂજ થાય અને લોકો હસે તેવું કરવું જોઈએ."
"તેનો ઇરાદો કોઈને ઉશ્કેરવાનો કે કોઈને પરેશાન કરવાનો નથી. આશા રાખું કે તેનો મિજાજ જળવાઈ રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર