જે પાકનું ઉત્પાદન જ નહોતું થતું, એની જ નિકાસમાં દેશને ટોચ પર લઈ જનારા ખેડૂતની કહાણી

કાર્લોસ ગેરેડા બ્લુબેરીના ઉત્પાદક તરીકે પેરુની સંભાવનાને ખંગાળનારામાં અગ્રણી હતા.

ઇમેજ સ્રોત, COURTESY

ઇમેજ કૅપ્શન, કાર્લોસ ગેરેડા બ્લુબેરીના ઉત્પાદક તરીકે પેરુની સંભાવનાને ખંગાળનારામાં અગ્રણી હતા.
    • લેેખક, ગિલેર્મો ડી ઓલ્મો
    • પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ સંવાદદાતા, પેરુ
બીબીસી ગુજરાતી
  • પેરુમાં થોડાં વર્ષો પહેલાં સુધી બ્લૂ બેરીનું ભાગ્યે જ ઉત્પાદન થતું હતું
  • આજે તે સમગ્ર વિશ્વમાં બ્લૂબેરીની સૌથી વધુ નિકાસ કરતો દેશ બની ગયો છે.
  • બ્લૂ બેરીના ઉત્પાદન ક્ષેત્રે તેજીનો લાભ લેવા માટે દુનિયાભરની કૃષિ કંપનીઓ પેરુમાં રોકાણ કરી રહી છે
  • પેરુમાં બ્લૂ બેરીનું ઉત્પાદન જ કરવામાં આવતું ન હતું ત્યારે આ ફળની ખેતી માટેની પોતાના દેશની ક્ષમતાને તેમણે ઓળખી કાઢી હતી અને જાતે જ તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું
  • તેમના પિતાના કેટલાક દોસ્તોની ચિલી યાત્રા પછી 2002માં તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો
બીબીસી ગુજરાતી

પેરુમાં થોડાં વર્ષો પહેલાં સુધી બ્લૂ બેરીનું ભાગ્યે જ ઉત્પાદન થતું હતું, પરંતુ આજે તે સમગ્ર વિશ્વમાં જાંબુની સૌથી વધુ નિકાસ કરતો દેશ બની ગયો છે.

બ્લૂ બેરીના ઉત્પાદન ક્ષેત્રે તેજીનો લાભ લેવા માટે દુનિયાભરની કૃષિ કંપનીઓ પેરુમાં રોકાણ કરી રહી છે.

ઇન્કાઝ બેરીઝ કંપનીના સ્થાપક અને દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં બ્લૂ બેરીના સૌથી મોટા ઉત્પાદક કાર્લોસ ગેરેડાએ બીબીસીને કહ્યું હતું કે “અમે શરૂઆત કરી ત્યારે જાંબુનું અહીં ભાગ્યે જ ઉત્પાદન થતું હતું, પણ આજે પેરુ બ્લૂ બેરીનું મુખ્ય ઉત્પાદન મથક બની ગયું છે.”

કાર્લોસ બ્લૂ બેરીના ઉત્પાદન ક્ષેત્રે અગ્રગામી છે. પેરુમાં બ્લૂ બેરીનું ઉત્પાદન જ કરવામાં આવતું ન હતું ત્યારે આ ફળની ખેતી માટેની પોતાના દેશની ક્ષમતાને તેમણે ઓળખી કાઢી હતી અને જાતે જ તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. બ્લૂ બેરીના ઉત્પાદન ક્ષેત્રે થયેલી પ્રચંડ વૃદ્ધિના તેઓ સ્થપતિ છે.

તેમની સફળતાની કથા આ રહી.

બીબીસી ગુજરાતી

શરૂઆત ચિલીમાં થઈ

વેરાન પેરુવિયન કિનારે બ્લુબેરી ઉગાડવાનો પડકાર હતો.

ઇમેજ સ્રોત, COURTESY

ઇમેજ કૅપ્શન, વેરાન પેરુવિયન કિનારે બ્લૂ બેરી ઉગાડવાનો પડકાર હતો.

લીમાના મેગડાલેના ડેલ માર જિલ્લામાંના ઑફિસ ટાવરમાંની પોતાની ઑફિસમાં બીબીસી સાથે વાત કરતાં ગેરેડાએ જણાવ્યું હતું કે તેમના પિતાના કેટલાક દોસ્તોની ચિલી યાત્રા પછી 2002માં તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પેરુએ ચિલીને પ્રાદેશિક માર્કેટમાંથી રીતસર હાંકી કાઢ્યો હતો.

ગેરેડાએ કહ્યું હતું કે “એ સમયે હું એન્જિનિયરિંગ અને બિઝનેસ મૅનેજમૅન્ટનો અભ્યાસ કરતો હતો, પરંતુ દિલથી હું ખેડૂત જ હતો. મારાં માતા-પિતા ચિતામાં ખેતી કરતાં હતાં અને ચિલીમાં બ્લૂ બેરી ઉદ્યોગ કેટલો સફળ છે તે મારા પિતાને ચિલીનો પ્રવાસ કરી આવેલા તેમના કેટલાક દોસ્તો દ્વારા જાણવા મળ્યું હતું.”

ગેરેડા તેની જાતતપાસ માટે ચિલી ગયા હતા અને પછી તેમણે એક એવું સાહસ શરૂ કર્યું હતું કે જેમાં ઘણા લોકોને ભરોસો ન હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું હતું કે “પેરુમાં બ્લૂ બેરીનું ઉત્પાદન શક્ય નથી, કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં કોલ્ડ અવર્સ નથી, એવું કહેવામાં આવતું હતું.”

ખેતીમાં ઉષ્ણતામાન સાત ડિગ્રી સેલ્સીયસથી વધુ ન હોય તેને કોલ્ડ અવર્સ તરીકે ઓળખવામાં આવે છે. પેરુમાં એવું હવામાન માત્ર ઍન્ડિયન હાઇલેન્ડ્ઝ વિસ્તારમાં જ હોય છે, પરંતુ ત્યાં બ્લૂ બેરીનું ઉત્પાદન શક્ય ન હતું.

ગેરેડાએ કહ્યું હતું કે “ત્યાં લૉજિસ્ટિક્સ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એ ખાડાટેકરાવાળો વિસ્તાર છે અને ત્યાં પહોંચવું આસાન નથી. મોટી કૃષિ કંપનીઓ દરિયાકિનારા વિસ્તારમાં આવેલી છે અને હું જાણતો હતો કે અમારી કંપનીને નફાકારક બનાવવી હોય તો ત્યાં ઉત્પાદન કરવું જરૂરી છે.”

જોકે, પેરુનો શુષ્ક દરિયાકિનારો અને મોટા ભાગમાં રણ આવેલું હોવાને કારણે આવી આશા જાગતી નથી.

આ સંજોગોમાં પેરુના દરિયાકાંઠાના સમશીતોષ્ણ વાતાવરણમાં પાંગરી શકે તેવી બ્લૂ બેરીના છોડની શોધ શરૂ થઈ હતી.

બ્લૂ બેરી ઉગાડવા માટે વેક્સિનિયમ જીનસ પ્રકારના છોડ શોધવા જરૂરી હતા. આ છોડ શુષ્ક અને પ્રતિકૂળ હવામાનમાં પણ જાંબુનું ઉત્પાદન કરવામાં સક્ષમ છે. ગેરેડાએ તેનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોયું હતું.

તેમણે કહ્યું હતું કે “એ છોડની શોધ મેં 2006માં શરૂ કરી હતી, પરંતુ એ ચિલી અથવા અમેરિકાથી આયાત કરવા પડતા હતા એ જાણીને મને આશ્ચર્ય થયું હતું. એ છોડ પેરુ પહોંચ્યા તેમાં બે-ત્રણ વર્ષ થયાં હતાં. વળી તે ખર્ચાળ પણ હતા.”

પેરુમાં બ્લુબેરીનું ઉત્પાદન કરવા માટે ગેરેડાએ 14 પ્રકારના છોડનું પરીક્ષણ કર્યું હતું.

ઇમેજ સ્રોત, ROSS WOODHALL/GETTY

ઇમેજ કૅપ્શન, પેરુમાં બ્લૂબેરીનું ઉત્પાદન કરવા માટે ગેરેડાએ 14 પ્રકારના છોડનું પરીક્ષણ કર્યું હતું.

પોતાના પ્રોજેક્ટ માટે જરૂરી છોડવા પેરુમાં જ ઉગાડવા પડશે તેની ગેરેડાને ખાતરી થઈ ગઈ હતી. તેથી તેમણે પેરુમાં પરીક્ષણ માટે ચિલીમાંથી 14 પ્રકારના 10,000થી વધુ પ્લાન્ટ્સ મંગાવ્યા હતા.

એ પછી તેમણે લા મોલિના નેશનલ એગ્રેરીન યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયૉટેક્નોલૉજી (આઈબીટી) સાથે મળીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેથી મેરિસ્ટેમેટિક રિપ્રોડક્શન દ્વારા તેનું ઈન વિટ્રો ક્લોનિંગ કરી શકાય.

આ પદ્ધતિ વડે મેરિસ્ટેમ નામના છોડના કોષમાંથી નવા છોડ બનાવી શકાય છે.

આરોગ્યપ્રદ પાક અથવા ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા સાથેનો પાક મેળવવા માટે આ પ્રક્રિયાનો તાજેતરના દાયકાઓમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.

એ રીતે બે સમાંતર માર્ગ મોકળા થયા હતા. ગેરેડાએ ચિંચા ખાતેના તેમના પારિવારિક ખેતરમાં તે છોડની 14 ચિલીયન વરાઇટીનું પરીક્ષણ કર્યું હતું, જ્યારે આઈબીટીના વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં તેમના ઈન વિટ્રો ક્લોનિંગના પ્રયોગ કર્યા હતા.

લાંબા સમયથી રાહ જોવાતી હતી એ સફળતા 2008માં મળી હતી.

ગેરેડાએ કહ્યું હતું કે “ઇન વિટ્રો મારફત તે છોડના પુનઃઉત્પાદનની રીત પોતે શોધી કાઢી હોવાનું આઈબીટીના વિજ્ઞાનીઓએ અમને જણાવ્યું હતું અને મેં એવું શોધી કાઢ્યું હતું કે 14 પૈકીની ચાર ચિલીયન વરાઇટી મારા પ્રોજેક્ટ માટે ઉપયોગી છે.”

એ પછીના વર્ષે ગેરેડાએ તેમની કંપનીની સ્થાપના કરી હતી અને ચાર કૃષિ કંપનીઓને સપ્લાય શરૂ કરી હતી.

તેમણે તેમના છોડ મારફત બ્લૂ બેરીનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને તેમને ખબર પડી હતી કે ચાર ચિલીયન વરાઇટી પૈકીની એક બિલોક્સી નામની વરાઇટી વડે અપેક્ષિત પરિણામ મેળવી શકાય છે.

તાજેતરનાં વર્ષોમાં બ્લૂ બેરીના ઉત્પાદન ક્ષેત્રે પેરુમાં જે ક્રાંતિ થઈ છે તેની સૂત્રધાર બિલોક્સી વરાઇટી છે.

ગેરેડાએ કહ્યું હતું કે “પેરુ વિશ્વની માર્કેટમાં એક મહત્ત્વનો ખેલાડી બને એ માટે આ બ્લૂ બેરી ઑગસ્ટના અંત અને ડિસેમ્બરની શરૂઆત દરમિયાન બજારમાં આવે તે જરૂરી હતું.

એ સમયે વિશ્વમાં ક્યાંથી બ્લૂ બેરી માર્કેટમાં આવતાં નથી અને એ વખતે બિલોક્સી વરાઇટી રંગ રાખે છે.”

બીબીસી ગુજરાતી

બ્લૂ બેરી અને પેરુ

કાર્લોસ ગેરેડા દ્વારા સ્થપાયેલી કંપનીમાં આજે 600 કાયમી કર્મચારીઓ છે.

ઇમેજ સ્રોત, COURTESY

ઇમેજ કૅપ્શન, કાર્લોસ ગેરેડા દ્વારા સ્થપાયેલી કંપનીમાં આજે 600 કાયમી કર્મચારીઓ છે.

ગેરેડાએ સ્થાપેલી ઈન્કાઝ દ્વારા બ્લૂ બેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. તે છોડનું ઉત્પાદન કરે છે અને પેરુની કૃષિનિકાસક્ષેત્રે કાર્યરત મુખ્ય કંપનીઓને સપ્લાય પણ કરે છે.

કંપની જે બ્લૂ બેરીનું ઉત્પાદન કરે છે તેને યુરોપિયન માર્કેટમાં અને મુખ્યત્વે જર્મની મોકલવામાં આવે છે.

ઈન્કાઝ દેશના ચાર ભાગમાં, 2,000 હેક્ટર વાવેતર વિસ્તારમાં, 600 કાયમી કર્મચારીઓને મદદથી બ્લૂ બેરીનું ઉત્પાદન કરે છે. સિઝન હોય ત્યારે કર્મચારીઓની સંખ્યા વધીને 3,000ના આંકડે પહોંચતી હોય છે.

બીજા ઘણા લોકો ઈન્કાઝનું અનુસરણ કરે છે. પેરુ બ્લૂ બેરીના ઉત્પાદનમાં વિદેશી મૂડીરોકાણનું ચુંબક બની ગયું છે.

અમેરિકા, ઑસ્ટ્રેલિયા, સ્પેન અને અન્ય દેશોની કંપનીઓએ એવા પ્રદેશમાં કામકાજ શરૂ કર્યું છે, જ્યાં બ્લૂ બેરી પાકી શકે તેવું કાર્લોસ ગેરેડા સિવાય કોઈએ વિચાર્યું ન હતું.

સ્પર્ધા એટલી વધી ગઈ છે કે એક કિલો બ્લૂ બેરીનો ભાવ તેની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે. એ સમયે પેરુના દરિયાકાંઠા વિસ્તારની જે સમશીતોષ્ણ આબોહવા પ્રતિકૂળ હતી એ હવે લાભકારક બની ગઈ છે, કારણ કે પેરુમાં ઉનાળામાં પણ બ્લૂ બેરીનો પાક લઈ શકાય છે. ચિલીના સ્પર્ધકો ઊંચા તાપમાનને કારણે આવું કરી શકતા નથી.

દર વર્ષે 2.61,000 ટન કરતાં વધુ ઉત્પાદન સાથે પેરુ વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ચીન તથા અમેરિકા તેની આગળના ક્રમે છે અને અમેરિકામાં બ્લૂ બેરીની સૌથી વધુ નિકાસ કરે છે.

ઇન્ટરનેશનલ બ્લ્યુબેરી ઑર્ગેનાઇઝેશનના વાર્ષિક અહેવાલ મુજબ, પેરુએ આ નાના ફળની નિકાસ વડે 2021માં 1.2 અબજ ડૉલરથી વધુની કમાણી કરી હતી.

ઉત્પાદનમાં વધારાની આગાહી કરવામાં આવે છે, પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પેદ્રો કાસ્ટિલ્લોના પતન અને તેમના અનુગામી ડિના બોલ્યુઆર્ટની સરકાર સામેના વિરોધને પગલે સર્જાયેલા રાજકીય સંઘર્ષને લીધે, ગેરેડા જેવા બ્લૂ બેરીના ઉત્પાદકો માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર સમસ્યા સર્જાઈ છે.

ગેરેડાએ કહ્યું હતું કે “ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઘણા ક્ષેત્રોએ નિકાસ અટકાવી દેવી પડી છે.

દરેકને વિરોધ કરવાનો અધિકાર છે એ વાત હું સ્વીકારું છું, પરંતુ બાકીના લોકોને કામ કરવાનો અને તેમના સંતાનોનું પેટ ભરવાનો પણ અધિકાર છે.”

ગેરેડા માને છે કે તેમના ધંધાની સફળતા એક બિઝનેસ પ્રોજેક્ટ કરતાં ઘણી વધારે છે.

તેમણે કહ્યું હતું કે “મેં આ ઉદ્યોગના પ્રારંભમાં યોગદાન આપ્યું છે અને તે વાતનો મને જીવનમાં મહત્તમ સંતોષ છે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી