મ્યુચ્યુઅલ ફંડમાં વધારે નફો મેળવવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આઈવીબી કાર્તિકેય
- પદ, બીબીસી માટે
જીવનમાં અભ્યાસ, લગ્ન, પ્રવાસ, માંદગી જેવી વિવિધ ખર્ચ આધારિત પરિસ્થિતિઓમાં તમારી પાસે રહેલા નાણાં જ તમને એ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બનાવે છે. તેના માટે શિસ્તબદ્ધ બચત કરવાનું લાંબા ગાળાનું આયોજન જરૂરી છે.
ટર્મ ઇન્શ્યૉરન્સથી માંડીને બાળકોના ભણતર અને નિવૃત્તિનું આયોજન, આ બધા જ આર્થિક લક્ષ્યોને લાંબા ગાળાના પ્લાનિંગથી સાધી શકાય છે.
અમુક બચત યોજનાઓમાં પહેલેથી જ નુક્સાનની ભીતી રહેલી હોય છે. જોકે, લાંબા ગાળા માટે રોકાણ કરવાથી તેમાં પણ અનેક નુકસાનનું જોખમ ટાળી શકાય છે.
વૉરેન બફૅટ અને રાકેશ ઝુનઝુનવાલા જેવા પ્રખ્યાત રોકાણકારો પણ લાંબા ગાળાનું રોકાણ કરવાના પ્લાનિંગ વિશે વારંવાર સમજાવતા રહ્યા છે.
પીપીએફ જેવા રોકાણનાં રસ્તાઓ આ પ્રકારના આર્થિક લક્ષ્યો સાધવા માટે લોકોમાં ખૂબ પ્રખ્યાત છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ એ પણ રોકાણનો એવો રસ્તો છે જેણે પાછળના એક દાયકામાં ઘણા નવા રોકાણકારોને પોતાની તરફ આકર્ષ્યા છે.

મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
એક દલીલ એવી પણ છે કે લાંબા ગાળાના આર્થિક લક્ષ્યોને મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ એ પ્રમાણમાં અઘરો રસ્તો છે. પરંતુ એ જ સમયે એક દલીલ એવી પણ થઈ રહી છે કે જે લોકોએ તેમાં દસ વર્ષથી વધુનું રોકાણ કર્યું છે તેઓ તેમના પૈસા નથી ગુમાવતા. આ પ્રકારની દલીલો સ્મૉલ-કૅપ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે વધુ અસરકારક છે.
પરંતુ આ પ્રકારની દલીલોને બાજુ પર રાખીને મ્યુચ્યુઅલ ફંડ્સ કઈ રીતે કામ કરે છે તે સમજવું અગત્યનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મ્યુચ્યુઅલ ફંડ્સ ઘણી બધી કંપનીઓના શેર એકસાથે ખરીદવાની સુવિધા આપે છે. આ માટે તમારે એ કંપનીઓના શેર અલગથી ખરીદવા પડતા નથી. એકાદ-બે કંપનીઓના શેર નુકસાનમાં જાય તો પણ બીજી કંપનીઓના શેરોના સહારે તે નુકસાન ઘટી જાય છે.
કઈ કંપનીઓના શૅર ખરીદવા તેના માટે જે-તે મ્યુચ્યુઅલ ફંડમાં નિમણૂક પામેલા ફંડ મૅનેજર જવાબદાર હોય છે. પ્રૉફેશનલ ફંડ મૅનેજર પોતાના ગ્રાહકો વતી પૉર્ટફોલિયો બનાવે છે અને તેનું પ્રબંધન કરે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ આ રીતે કામ કરે છે.

સ્મૉલ-કૅપ, મિડ-કૅપ અને લાર્જ-કૅપ મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
વાર્ષિક આવકના આધારે નાની કંપનીઓમાં થતાં રોકાણને સ્મૉલ-કૅપ ફંડ્સ, તેનાથી મોટી કંપનીઓમાં થતાં રોકાણને મિડ-કૅપ ફંડ્સ અને તેનાથી પણ મોટી કંપનીઓમાં થતાં રોકાણને લાર્જ-કૅપ ફંડ્સ કહેવાય છે.
આ સિવાય પણ બૅન્કિંગ, રિઅલ ઍસ્ટેટ વગેરે ક્ષેત્રોને આધારે પણ અલગથી કંપનીઓનું વર્ગીકરણ થાય છે.
તે ઉપરાંત ઇન્ડૅક્સ ફંડ પણ હોય છે જેમાં અમુક ઇન્ડૅક્સમાં ફંડ મૅનૅજરની મદદ વગર રોકાણ કરી શકાય છે.
છેલ્લાં 15 વર્ષોમાં અલગ અલગ સૂચકાંકોમાં કેવા બદલાવ થયા?

ઉપરના કોઠામાં જોવા મળતાં અગત્યનાં અવલોકનો:
- બીજા સૂચકાંકોની સરખામણીમાં બુલિયન ( જથ્થાબંધ સોનું-ચાંદી) વધુ ઊંચે જઈ રહ્યો છે. પરંતુ તેમાં આંતરરાષ્ટ્રીય અસરોને લીધે થતાં બદલાવોને લઈને જોખમ વધુ છે.
- બધા સૂચકાંકોમાં વાર્ષિક વૃદ્ધિદરમાં સમય સાથે વધારો થઈ રહ્યો છે. તેનો મતલબ એવો થાય છે કે જે લોકોએ ઇંડેક્સ આધારિત ફંડમાં રોકાણ કર્યું છે તેમને આકર્ષક ફાયદો મળી રહ્યો છે.
- છેલ્લા પંદર વર્ષના ગાળામાં બધા સૂચકાંકોમાં પીપીએફ કરતાં પણ વધુ વૃદ્ધિદર જોવા મળ્યો છે.

અલગ-અલગ ક્ષેત્રોનાં ઇન્ડેક્સમાં કેટલો વધારો થયો?

અગત્યનાં અવલોકનો:
- બૅન્ક ઇન્ડેક્સ, ઍફઍમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ) એ અન્ય ઇન્ડેક્સ કરતાં સારું પ્રદર્શન કર્યું છે.
- લાંબા ગાળે તમામ ઇન્ડેકસમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. એટલે કે જો રોકાણ આ સૂચકાંકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોય તો એવો ચાન્સ છે કે તમને પર્યાપ્ત લાભ મળી શકે.
ઉપરનાં બે કોષ્ટકો પરથી એ વાત નોંધવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાંબા ગાળાના પ્લાનિંગ સાથે કરેલું રોકાણ ખૂબ સારી આવક આપે છે. પરંતુ આ દલીલ સામે પણ એક દલીલ છે.
નીચેનું કોષ્ટક મની કંટ્રોલ વેબસાઇટ પરથી લેવામાં આવેલું છે. અલગ-અલગ કંપનીઓના સ્મૉલ-કૅપ મ્યુચ્યુઅલ ફંડ્સનો વાર્ષિક વૃદ્ધિદર ત્રણ, પાંચ અને દસ વર્ષ માટે અહીં આપેલ છે.

ઉપરના કોષ્ટકમાં જોવા મળે છે તે પ્રમાણે મોટા સ્મૉલ-કૅપ-ફંડ્સે પણ છેલ્લાં ત્રણ વર્ષમાં પણ ઊંચો વૃદ્ધિદર હાંસલ કર્યો છે.
પરંતુ આપણે એ સમજવું પડશે કે અહીં વાર્ષિક વૃદ્ધિદર એ કોઈ ચોક્કસ આંકડો નથી, એ તુલનાત્મક છે.
એટલે કે છેલ્લાં ત્રણ વર્ષોમાં જોવા મળેલો વૃદ્ધિદર એ લઘુતમ આંકડાને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવેલી ટકાવારી છે.
એટલે કે જે વાર્ષિક વૃદ્ધિદર દેખાય છે તેના પાછળ જે રીતે ગણતરી થાય છે એ જવાબદાર છે, નહીં કે લાંબા ગાળાના આંકડાઓ.
હવે, જો આપણને એવો સવાલ થતો હોય કે લાંબા ગાળાનાં આર્થિક લક્ષ્યો શું મ્યુચ્યુઅલ ફંડ્સની મદદથી મેળવી શકાશે? તો જવાબ છે હા.
ઉપર દર્શાવેલા આંકડાઓ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સની મદદથી લાંબા ગાળે આર્થિક ફાયદો મેળવવાના વધારે ચાન્સ છે.
આંકડાઓ અનુસાર પીપીએફ જેવી યોજનાઓ કરતાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં સારો વૃદ્ધિદર જોવા મળ્યો છે.














