મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંતિમવિધિ

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં બે હજાર લોકો સામેલ થઈ રહ્યા છે. આમાં કેટલાંય રાષ્ટ્રોના રાષ્ટ્રધ્યક્ષ અને રાજનેતા સામેલ છે. આ રાજકીય અંતિમસંસ્કાર 21મી સદીનું એવું આયોજન છે, જેની તુલના ન થઈ શકે.

લાઇવ કવરેજ

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાહી રાજકીય અંતિમસંસ્કાર પહેલાં એમની અંતિમયાત્રા શરૂ થઈ ગઈ છે.અંતિમયાત્રાનો પહેલો પડાવ વેસ્ટમિન્સટર એબે હતો જ્યાં ધાર્મિક સભા યોજવામાં આવ્યો. એમાં હજારો લોકો સામેલ થયા.એ બાદ અંતિમયાત્રા વિન્ડસર કાસલ તરફ આગળ વધી રહી છે, જ્યાં પરિવારના લોકો તેમને અંતિમ વિદાય આપશે અને પછી મહારાણીના અંતિમસંસ્કાર થશે.આ દિવસ ભાવના, ધૂમધામ અને સમારોહનો છે. એકદમ એ જ રીતે જે રીતે 60 વર્ષ પહેલાં દેશના અંતિમ રાજકીય સંસ્કાર થયા હતા, જે વિન્સ્ટન ચર્ચિલના હતા.