મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ 70 વર્ષ પહેલાં બ્રિટનનો તાજ સંભાળ્યો હતો. અમે તેમના જન્મથી લઈને તેમના રાજ્યાભિષેક સુધીની કેટલીક દુર્લભ તસવીરો લઈને આવ્યા છીએ.
તમામ તસવીરો PA Media માંથી લેવાઈ છે.
1926
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, મહારાણી એલિઝાબેથનો જન્મ 21 ઍપ્રિલ 1926ના રોજ લંડનમાં થયો હતો. ડ્યૂક ઑફ યૉર્ક આલ્બર્ટ અને તેમની પત્ની લેડી એલિઝાબેથ બોવેસ-લિયોનનાં પ્રથમ સંતાન.
1927
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, ભવિષ્યનાં મહારાણી જલદી જ લોકો સમક્ષ આવ્યાં. બકિંઘમ પૅલેસની બાલકનીમાં ઉપસ્થિત ભવિષ્યનાં મહારાણીનું લોકોએ સ્વાગત કર્યું. તેઓ પોતાનાં માતા-પિતા સાથે બાલકનીમાં હાજર હતાં. તેમની સાથે કિંગ જ્યૉર્જ પંચમ અને ક્વિન મૅરી પણ ઉપસ્થિત હતાં.
1928
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, રૉયલ વેવ... રાજવી પરિવાર તરફથી શુભેચ્છા સ્વીકારવાની આ જાણીતી રીતથી દરેક વ્યક્તિ વાકેફ છે. રાજકુમારી એલિઝાબેથને બાળપણથી જ તેનો અંદાજ હતો.
ઇમેજ કૅપ્શન, રૉયલ ટુર્નામેન્ટ દરમિયાન ઓલંપિયા પહોંચ્યાં રાજકુમારી.
1931
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, વર્ષ 1931માં સસેક્સમાં લેડી મે કૅમ્બ્રિજ અને હૅનરી એબલ સ્મિથનાં લગ્નમાં હાજરી આપવાં પહોંચેલાં રાજકુમારી.
1932
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, આત્મવિશ્વાસથી ભરપૂર રાજકુમારી વરસાદમાં ઘર તરફ જતી વખતે.
1933
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, એલિઝાબેથ અને તેમની સાથે તેમનાં નાનાં બહેન માર્ગરેટ રોઝ. જેમનો જન્મ 1930માં થયો હતો. તેમનો અભ્યાસ ઘરે જ થયો હતો.
1934
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, એલિઝાબેથ ફરી એક વખત ઓલંપિયા પહોંચ્યાં. આ વખતે તેઓ પોતાનાં બહેન અને ડચેઝ ઑફ યૉર્ક સાથે ઇન્ટરનેશનલ હૉર્સ શોમાં હાજર રહ્યાં હતાં.
1935
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, યુવા રાજકુમારી એલિઝાબેથને તેમના પરિવારમાં લિલિબેટ નામથી ઓળખવામાં આવતાં હતાં. તેમનાં પિતરાઈ બહેન માર્ગરેટ રોડ્સે કહ્યું હતું, "તેઓ એક બાળક તરીકે હસમુખ સ્વભાવનાં પરંતુ મૂળે સમજદાર અને વ્યવહારકુશળ હતાં."
1936
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, પોતાના પરિવાર સાથે રૉયલ ટુર્નામેન્ટ દરમિયાન હાથ મિલાવીને સ્વાગત સ્વીકાર કરતી વખતે.
1937
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, પોતાનાં માતા મહારાણી એલિઝાબેથ સાથે ભવિષ્યનાં મહારાણી
1938
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, બીજા વિશ્વયુદ્ધના એક વર્ષ પહેલાંની તસવીર. તસવીર ખેંચાવતી વખતે પોઝ આપી રહેલો રાજવી પરિવાર.