મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન : બ્રિટનના રાજવંશના કેવી રીતે બદલાયા ખિતાબ અને ઉત્તરાધિકારનો ક્રમ?
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ, તેમના સૌથી મોટા પુત્ર ચાર્લ્સ રાજા બન્યા છે.
તેઓ કિંગ ચાર્લ્સ તૃતીય તરીકે ઓળખાશે - તેઓ ઈસ 1685 બાદ ગાદીએ બેસનારા પ્રથમ ચાર્લ્સ હશે. 8 સપ્ટેમ્બરના રોજ અવસાન પામેલાં મહારાણી, બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજવી હતાં.
નીચે શાહી પરિવાર અને ઉત્તરાધિકારીઓ વિશે વધુ જાણો.

કિંગ ચાર્લ્સ તૃતીય
જન્મ - 1948

ઇમેજ સ્રોત, Getty Images
તેમનાં માતાના મૃત્યુના તરત જ બાદ તેઓ રાજા બની ગયા હતા.
તેઓ પ્રિન્સ ઑફ વેલ્સ હતા ત્યારે તેમણે 29 જુલાઈ 1981ના રોજ લૅડી ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યાં હતાં, જે બાદ ડાયના પ્રિન્સેસ ઑફ વેલ્સ બન્યાં.
આ દંપતીના બે પુત્રો હતા, વિલિયમ અને હૅરી. પાછળથી દપંતી અલગ થયાં અને વર્ષ 1996માં તેમના લગ્ન ખતમ કરાયાં. 31 ઑગસ્ટ 1997ના રોજ પ્રિન્સેસનું પેરિસમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
તેમણે કેમિલા પાર્કર બાઉલ્સ સાથે 9 એપ્રિલ 2005ના રોજ લગ્ન કર્યાં. ચાર્લ્સને જ્યારે રાજા બનાવાય ત્યારે કેમિલા ક્વીન કંસૉર્ટ બને એવી મહારાણીની ઇચ્છા હતી.
ઉત્તરાધિકારનો ક્રમ
1.વિલિયમ, પ્રિન્સ ઑફ વેલ્સ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જન્મ : 1982

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ વિલિયમ કિંગ ચાર્લ્સ તૃતીય અને પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાના સૌથી મોટા પુત્ર છે, અને તેઓ રાજગાદીના ઉત્તરાધિકારીઓમાં હાલ પ્રથમ ક્રમે છે.
તેઓ 15 વર્ષના હતા તે સમયે તેમનાં માતાનું મૃત્યુ થયું હતું. તેઓ સેન્ટ એન્ડ્ર્યુઝ યુનિવર્સિટીમાં ભણ્યા, જ્યાં તેઓ તેમનાં ભવિષ્યનાં પત્ની, કેટ મિડલટનને મળ્યા. વર્ષ 2011માં તેમનાં લગ્ન થયાં.
તેમના 21મા જન્મદિને તેમને ક્વીનની અનુપસ્થિતિમાં આધિકારીક પ્રસંગો પર કાર્ય કરવા માટે કાઉન્સેલર ઑફ સ્ટેટ નીમવામાં આવ્યા. તેમના પ્રથમ સંતાન જ્યોર્જનો જન્મ જુલાઈ 2013માં થયો હતો. અને તે બાદ વર્ષ 2015માં શાર્લોટનો જન્મ થયો હતો. આ સિવાય તેમના ત્રીજા સંતાન લુઈસનો જન્મ વર્ષ 2018માં થયો હતો.
તેમણે આર્મી, રૉયલ નૅવી અને રૉયલ ઍરફોર્સમાં ઉત્તર વેલ્સના એન્ગલીસી ખાતે તાલીમ લીધી હતી. આ બાદ તેમણે રૉયલ ઍરફોર્સ સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ પાઇલટ તરીકે ત્રણ વર્ષ સુધી સેવા આપી હતી. આ સિવાય તેમણે બે વર્ષ સુધી ઇસ્ટ એન્ગ્લિયન ઍર ઍમ્બુલન્સ સાથે બે વર્ષ સુધી સહપાઇલટની અંશકાલીન સેવા આપી હતી.
આ સાથે જ તેઓ પોતાની શાહી ફરજો પણ નિભાવી રહ્યા હતા તેમણે વર્ષ 2017માં એ ભૂમિકાનો ત્યાગ કર્યો જેથી તેઓ મહારાણી અને ડ્યૂક ઑફ એડિનબર્ગ વતી વધુ શાહી ફરજો પાર પાડી શકે.
પ્રિન્સ વિલિયમને તેમના પિતાનો ખિતાબ, ડ્યૂક ઑફ કૉર્નવાલ વારસામાં મળ્યો છે. તેઓ હવે પ્રિન્સ ઑફ વેલ્સ બન્યા છે. કેથરિન હવે પ્રિન્સેસ ઑફ વેલ્સ બન્યાં છે.
રાજગાદીના ઉત્તરાધિકારી તરીકે, કિંગને શાહી પ્રતિબદ્ધતાઓ પાર પાડવામાં મદદરૂપ થવું એ તેમની પ્રાથમિક જવાબદારી છે.
2.પ્રિન્સ જ્યોર્જ ઑફ વેલ્સ
જન્મ - 2013

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ જ્યોર્જ ઑફ વેલ્સનો જન્મ 22 જુલાઈ 2013ના રોજ સેન્ટ મૅરીઝ હૉસ્પિટલમાં થયો હતો.
પ્રિન્સ વિલિયમ તેમના પુત્રના જન્મ સમયે હાજર રહ્યા હતા, જન્મ સમયે તેમનું વનજ 3.8 કિલોગ્રામ હતું.
પ્રિન્સ જ્યોર્જ રાજગાદીના ઉત્તરાધિકારીઓમાં બીજા ક્રમે છે.
3.પ્રિન્સેસ શાર્લોટ ઑફ વેલ્સ
જન્મ - 2015

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સેસ ઑફ વેલ્સે તેમના દ્વિતીય સંતાન, પુત્રી શાર્લોટ એલિઝાબેથ ડાયનાને 2 મે 2015ના રોજ સેન્ટ મૅરીઝ હૉસ્પિટલમાં જન્મ આપ્યો. વિલિયમ તેમનાં દીકરીના જન્મ સમયે હાજર હતા, જન્મ સમયે તેમનું વજન 3.7 કિલોગ્રામ હતું.
તેઓ તેમના પિતા અને તેમના મોટા ભાઈ બાદ રાજગાદીના ઉત્તરાધિકારીઓમાં ત્રીજા ક્રમે છે. તેઓ હર રૉયલ હાઇનેસ પ્રિન્સેસ શાર્લોટ ઑફ વેલ્સ તરીકે ઓળખાશે.
4.પ્રિન્સ લુઈસ ઑફ વેલ્સ
જન્મ - 2018

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સેસ ઑફ વેલ્સે તેમના ત્રીજા સંતાન, પુત્રને 23 એપ્રિલ 2018ના રોજ સેન્ટ મૅરીઝ હૉસ્પિટલમાં જન્મ આપ્યો હતો. જન્મ સમય તેમનું વજન 3.9 કિલોગ્રામ હતું.
વિલિયમ લુઈસ આર્થર ચાર્લ્સના જન્મ સમયે હાજર હતા, જે રાજગાદીના ઉત્તરાધિકારીઓમાં ચોથા ક્રમે છે.
5.પ્રિન્સ હેરી, ડ્યૂક ઑફ સસેક્સ
જન્મ : 1984

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ હેરી રૉયલ અકાદમી સેન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધા બાદ આર્મીમાં લેફ્ટનન્ટ બન્યા અને બાદમાં હેલિકૉપ્ટર પાઇલટ તરીકે ફરજ બજાવી.
તેઓ કૅપ્ટન વેલ્સ તરીકે જાણીતા બન્યા છે. તેમણે પોતાના દસ વર્ષના કાર્યકાળમાં અફઘાનિસ્તાન ખાતે બે વખત, વર્ષ 2012 અને 2013માં સેવા આપી છે. જેમાં તેઓ અપાચે હેલિકૉપ્ટર પાઇલટ અને ગનર તરીકે હતા.
તેમણે વર્ષ 2015માં આર્મી છોડી અને હાલ તેઓ સેવાકીય કામો પર ધ્યાન આપી રહ્યા છે, જેમાં આફ્રિકામાં સંરક્ષણ અને લશ્કરી દળોમાં સેવા આપવી અને ઈજાગ્રસ્ત સભ્યો માટે ઇનવિક્ટસ ગેઇમનું આયોજન કરવું સામેલ છે.
તેઓ તેમના 21મા જન્મદિવસથી કાઉન્સેલર ઑફ સ્ટેટ છે અને આધિકારિક ફરજ બજાવવા બાબતે રાણીના અવેજી છે.
તેમણે 19 મે, 2018ના રોજ વિંડસર કાસલમાં અમેરિકન ઍક્ટ્રેસ મેઘન મર્કેલ સાથે લગ્ન કર્યાં હતાં.
જાન્યુઆરી 2020માં, રૉયલ દંપતીએ કહ્યું કે તેઓ 'સિનિયર' રૉયલ તરીકે પીછેહઠ કરશે અને તેમનો સમય યુકે અને ઉત્તર અમેરિકા વચ્ચે વહેંચશે. તેમણે કહ્યું હતું કે તેઓ 'નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવા માટે કામ' કરવાનો ઇરાદો ધરાવે છે.
એના એક વર્ષ કરતાં વધુ સમય બાદ, બકિંઘમ પૅલેસે એ વાતની પુષ્ટિ કરી કે દંપતી રૉયલ ડ્યૂટીમાં પાછાં નહીં ફરે, અને તેમની માનદ સૈન્ય નિમણૂકો અને શાહી સહાયતા ત્યાગશે.
6.આર્ચી હેરિસન માઉન્ટબેટન - વિંડસર
જન્મ : 2019

ઇમેજ સ્રોત, Getty Images
સસેક્સના પ્રથમ બાળક આર્ચી હેરિસન માઉન્ટબેટન - વિંડસરનો જન્મ 6 મે 2019ના રોજ થયો હતો, જન્મ સમયે તેમનું વજન 3.3 કિલોગ્રામ હતું. ડ્યૂક તેમના જન્મ સમયે હાજર હતા. દંપતીએ તેમના પ્રથમ સંતાન માટે ખિતાબ નક્કી કર્યો ન હતો.
જ્યારે નામ જાહેર કરાયું ત્યારે બીબીસી રૉયલ સંવાદદાતા જૉની ડાયમંડે જણાવ્યું હતું કે આ એ વાતનો મજબૂત સંકેત હતો કે દંપતી તેમને આધિકારિક રૉયલ તરીકે ઉછેરવા માગતાં ન હતાં.
7.લિલિબેટ ડાયના માઉન્ટબેટન - વિંડસર
જન્મ : 2021
સસેક્સનાં ડચેસે તેમનાં બીજાં સંતાનને કૅલિફોર્નિયાના સાન્ટા બાર્બરા ખાતે 4 જૂન 2021ના રોજ જન્મ આપ્યો. લિલિબેટ ડાયના માઉન્ટબેટન, જેઓ લિલિ તરીકે ઓળખાવાય છે - વિંડસરનું નામ મહારાણીના રાજ પરિવારના ઉપનામ પરથી પાડવામાં આવ્યુ છે. તેઓ મહારાણીનાં 11મા ક્રમનાં પ્રપૌત્રી છે.
તેમને ડાયના, એવું વચલું નામ પ્રિન્સ હેરીનાં માતા પરથી અપાયું છે, જેમનું પ્રિન્સ 12 વર્ષના હતા તે સમયે વર્ષ 1997માં અવસાન થયું હતું.
8.ધ ડ્યૂક ઑફ યોર્ક
જન્મ : 1960

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ એન્ડ્ર્યુ રાજગાદીના આઠમા ક્રમના ઉત્તરાધિકારી છે, તેઓ મહારાણી અને ડ્યૂક ઑફ એડિનબર્ગના ત્રીજા સંતાન હતા - પરંતુ રાજગાદીએ બેઠા બાદ રાજા કે રાણી બનનાર માતા કે પિતા બન્યાં હોય તેવો પ્રસંગ 103 વર્ષ પછી બન્યો હતો.
સારા ફર્ગ્યુસન સાથે તેમનાં લગ્ન બાદ તેઓને ડ્યૂક ઑફ યોર્ક બનાવાયા હતા. તેમનાં પત્ની વર્ષ 1986માં ડ્યૂક ઑફ યોર્ક બન્યાં હતાં.
તેમનાં બે દીકરી છે. બિઍટ્રિસ, જેમનો જન્મ 1988માં થયો હતો અને યુજિન, જેમનો જન્મ માર્ચ 1992માં થયો હતો. માર્ચ 1992માં ડ્યૂક અને ડચેસના છૂટાછેડા થશે તેવી જાહેરાત કરાઈ હતી. તેમણે 1996માં છૂટાછેડા લીધા હતા.
ડ્યૂકે 22 વર્ષ સુધી રૉયલ નૅવીમાં સેવા આપી અને વર્ષ 1982માં ફૉકલૅન્ડના યુદ્ધ દરમિયાન પણ સેવા આપી હતી.
રૉયલ જવાબદારીઓ પૂરી કરવા ઉપરાંત તેમણે સરકાર માટે વર્ષ 2011 સુધી સ્પેશિયલ ટ્રેડ પ્રતિનિધિ તરીકે સેવા આપી. વર્ષ 2019માં પ્રિન્સ એન્ડ્ર્યુ રૉયલ ફરજોથી દૂર ખસી ગયા.
બીબીસી સાથેના તેમના અમેરિકન ફાઇનાન્સર જેફ્રી એપસ્ટિન સાથેના સંબંધો અંગેના ઇન્ટરવ્યૂ બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. જેફ્રી એપસ્ટિને સેક્સ-ટ્રાફિકિંગ અને કાવતરાના આરોપો અંગે ટ્રાયલની રાહ જોતી વખતે આત્મહત્યા કરી લીધી હતી.
ફેબ્રુઆરીમાં, તેમણે જાતીય હુમલા મામલે અમેરિકામાં એપસ્ટિનનાં એક વિક્ટિમને એક દિવાની દાવાની પતાવટ માટે એક જાહેર ન કરાયેલ રકમ આપવા સંમતિ વ્યક્ત કરી હતી, જોકે, તેમણે આ જવાબદારીનો સ્વીકાર કર્યો ન હતો અને અવારનવાર તમામ આરોપોને નકાર્યા હતા.
9. પ્રિન્સેસ બિઍટ્રિસ
જન્મ : 1988

ઇમેજ સ્રોત, Getty Images
રાજકુમારી બિઍટ્રિસ પ્રિન્સ એન્ડ્ર્યુ અને સારાનાં સૌથી મોટાં દીકરી છે.
તેમનો સંપૂર્ણ ખિતાબ હર રૉયલ હાઇનેસ પ્રિન્સેસ બિઍટ્રિસ ઑફ યોર્ક છે. તેમની કોઈ આધિકારિક અટક નથી.
તેમણે જુલાઈ 2020માં પ્રૉપર્ટી ટાયકૂન એડોઆર્ડો માપેલી મોઝ્ઝી સાથે રૉયલ ચૅપલ ઑફ ઑલ સેઇન્ટ્સ રૉયલ લૉજ, વિંડસર ખાતે લગ્ન કર્યાં. પહેલાં તેમનાં લગ્ન મે માસમાં થવાનાં હતાં. પરંતુ કોરોના વાઇરસના કારણે આયોજનમાં મોડું થયું.
10.સિએના એલિઝાબેથ મપેલ્લી મોઝ્ઝી
જન્મ : 2021
સપ્ટેમ્બર 2021માં પ્રિન્સેસ બિઍટ્રિસે એક પુત્રીને જન્મ આપ્યો, જેમનું નામ સિએના એલિઝાબેથ પાડવામાં આવ્યું.
તેઓ રાજગાદીનાં દસમા ક્રમનાં ઉત્તરાધિકારી છે. તેમજ તેઓ મહારાણીનાં 12મા ક્રમનાં પ્રપૌત્રી છે.
પ્રિન્સેસ બિઍટ્રિસ મપેલ્લી મોઝ્ઝીના પુત્ર ક્રિસ્ટોફર વૂલ્ફ, જેઓ વૂલ્ફી નામે પણ ઓળખાય છે, તેમનાં સાવકાં માતાં છે. મોઝ્ઝીના દારા હુઆંગ સાથેના સંબંધથી વૂલ્ફી જન્મ્યા છે.
11.પ્રિન્સેસ યુજિન
જન્મ : 1990

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સેસ યુજિન પ્રિન્સ એન્ડ્ર્યુ અને સારાનાં નાનાં દીકરી છે. તેમનો સંપૂર્ણ ખિતાબ હર રૉયલ હાઇનેસ પ્રિન્સેસ યુજિન ઑફ યોર્ક છે. તેઓ રાજગાદીના 11મા ક્રમનાં ઉત્તરાધિકારી છે.
તેમનાં બહેન બિઍટ્રિસની જેમ તેમની કોઈ આધિકારિક અટક નથી, તેઓ યોર્કનો ઉપયોગ કરે છે. તેમણે 12 ઑક્ટોબર 2018ના રોજ તેમના બૉયફ્રેન્ડ જૅક બ્રૂકસ્બૅંક સાથે વિંડસર કિલ્લામાં લગ્ન કર્યાં હતાં.
12.ઑગસ્ટ ફિલિપ હૉક બ્રૂક્સબૅંક
જન્મ : 2021

ઇમેજ સ્રોત, PRINCESS EUGENIE
9 ફેબ્રુઆરી 2021ના રોજ જન્મેલ પ્રિન્સેસ યુજિન અને જૅક બ્રૂક્સબૅંકના પુત્ર ઑગસ્ટ મહારાણીના નવમા પ્રપૌત્ર છે.
13.ધ અર્લ ઑફ વેસેક્સ
જન્મ : 1964

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ એડવર્ડને વર્ષ 1999માં સોફી રીસ સાથેનાં તેમનાં લગ્ન બાદ અર્લ ઑફ વેસેક્સ અને વિસ્કાઉન્ટ સેવર્નનો ખિતાબ અપાયો.
દંપતીનાં બે બાળકો છે, જે પૈકી એક છે વર્ષ 2003 જન્મેલ લૅડી લુઈસ અને જેમ્સ, વિસ્કાઉન્ટ સેવર્ન, જેમનો જન્મ 2007માં થયો હતો.
રૉયલ મરિનમાં થોડા સમય સુધી સેવા આપ્યા બાદ, પ્રિન્સે પોતાની ટીવી પ્રોડક્શન કંપની બનાવી.
તેઓ મહારાણીને તેમની આધિકારિક ફરજોમાં સહાયરૂપ બનતા હતા અને ચૅરિટી માટે જાહેર સમારોહ યોજે છે. તેઓ રાજગાદીના 13મા ક્રમના ઉત્તરાધિકારી છે.
14.જેમ્સ વિસ્કાઉન્ટ સેવર્ન
જન્મ : 2007

ઇમેજ સ્રોત, FA
વિસ્કાઉન્ટ સેવર્ન અર્લ અને કાઉન્ટેસ ઑફ વેસલ્સના નાના પુત્ર છે.
દંપતીએ તેમનાં બાળકોને પ્રિન્સ કે પ્રિનસેસના ટાઇટલના સ્થાને, અર્લનાં દીકરી કે દીકરા એવાં, 'સૌજન્ય' ટાઇટલ આપવાનો નિર્ણય લીધો હતો.
એવું માનવામાં આવે છે કે આ નિર્ણય રૉયલ ટાઇટલના ભારથી દૂર રહેવા માટે લેવામાં આવ્યો હતો.
15.લૅડી લુઈસ
જન્મ : 2003

ઇમેજ સ્રોત, PA Media
વર્ષ 2003માં જન્મેલાં લૅડી લુઈસ વિંડસર એ અર્લ અને કાઉન્ટેસ ઑફ વેસેક્સનાં સૌથી મોટાં પુત્રી છે.
જોકે, તેઓ મોટાં દીકરીના સ્થાને રાજગાદી માટે નાના પુત્રને પ્રાથમિકતા આપવાની સિસ્ટમને રદ કરવા માટેનો કાયદો લાગુ કરાયો તેના પહેલાં જન્મ્યાં હોવાના કારણે તેઓ પોતાના નાના ભાઈ કરતાં ઉત્તરાધિકારી તરીકે પાછળના ક્રમે છે.
16.ધ પ્રિન્સેસ રૉયલ
જન્મ : 1950

ઇમેજ સ્રોત, Getty Images
એન, પ્રિન્સેસ રૉયલ, એ મહારાણીનાં બીજાં સંતાન અને એકમાત્ર પુત્રી છે. જ્યારે તેઓ પેદા થયાં ત્યારે તેઓ રાજગાદીના ઉત્તરાધિકારી માટે ત્રીજા ક્રમે હતાં. પરંતુ હવે તેઓ 16મા ક્રમે છે. તેમને જૂન 1987ના રોજ પ્રિન્સેસ રૉયલનું ટાઇટલ અપાયું હતું.
પ્રિન્સેસ એનનાં બે વખત લગ્ન થયાં છે, તેમના પ્રથમ પતિ કૅપ્ટન માર્ક ફિલિપ્સ, તેમનાં બે બાળકોના પિતા છે. જેમનું નામ પીટર અને ઝારા છે. જ્યારે તેમના બીજા પતિ વાઇસ એડમિરલ ટિમથી લૉરેશન છે.
પ્રિન્સેસ એવાં પ્રથમ રાજવી હતાં જેમણે કૅપ્ટન ફિલિપ્સ સાથે લગ્ન બાદ રજિસ્ટરના આધિકારીક દસ્તાવેજોમાં માઉન્ટબેટન-વિંડસર ઉપનામનો ઉપયોગ કર્યો હતો.
તેમણે વર્ષ 1976ની મૉન્ટ્રિયલ ઑલિમ્પિક્સમાં ગ્રેટ બ્રિટન માટે ઘોડેસવારીની રમતમાં ભાગ લીધો હતો. તેઓ ઘણાં ચૅરિટીને લગતાં કામોમાં સામેલ છે, જેમ કે સેવ ધ ચિલ્ડ્રન. તેઓ 1970થી તેનાં પ્રમુખ પણ છે.
17.પીટર ફિલિપ્સ
જન્મ : 1977

ઇમેજ સ્રોત, Getty Images
પીટર ફિલિપ્સ મહારાણીના પૌત્રો પૈકી સૌથી મોટા છે. તેમણે વર્ષ 2008માં કૅનેડિયન ઓટમ કૅલી સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનાં બે પુત્રી છે, એક છે વર્ષ 2010માં જન્મેલાં સવાના અને વર્ષ 2012માં જન્મેલાં ઇસ્લા.
પ્રિન્સેસ રૉયલનાં બાળકોને રૉયલ ટાઇટલ નથી, કારણ કે તેઓ રાજપરિવારનાં સ્ત્રી સભ્યના વંશજ છે.
માર્ક ફિલિપ્સે તેમનાં લગ્ન વખતે અર્લનું ટાઇટલ મેળવવા માટેની ઑફર નકારી દીધી હતી. તેથી તેમનાં બાળકો પાસે 'સૌજન્ય' ટાઇટલ નથી.
પીટર ફિલિપ્સ અને તેમનાં પત્નીએ ફેબ્રુઆરી 2020માં જાહેર કર્યું હતું કે તેઓ છૂટાછેડા લઈ રહ્યાં છે.
18.સવાના ફિલિપ્સ
જન્મ : 2010

ઇમેજ સ્રોત, PA Media
વર્ષ 2010માં જન્મેલાં સવાના, પીટર અને ઓટમ ફિલિપ્સનાં સૌથી મોટાં પુત્રી છે, અને તેઓ મહારાણીનાં પ્રથમ પ્રપૌત્રી છે.
19.ઇસ્લા ફિલિપ્સ
જન્મ : 2012

ઇમેજ સ્રોત, PA Media
વર્ષ 2012માં જન્મેલ ઇસ્લા પીટર અને ઓટમનાં બીજાં ક્રમનાં પુત્રી છે.
20.ઝારા ટિંડલ
જન્મ : 1981

ઇમેજ સ્રોત, Getty Images
ઝારા ટિંડલે તેમનાં માતાપિતાનાં પદચિહ્નો અનુસર્યાં અને રાઇડિંગ ક્ષેત્રે સારી કારકિર્દીનું નિર્માણ કર્યું.
જેમાં તેમણે વર્ષ 2012માં યોજાયેલ ઑલિમ્પિક્સમાં રજતચંદ્રક મેળવ્યો. તેમણે વર્ષ 2011માં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ રગ્બી પ્લૅયર માઇક ટિંડલ સાથે લગ્ન કર્યાં અને દંપતીનાં પ્રથમ સંતાન મિઆ ગ્રેસનો જન્મ વર્ષ 2014માં થયો.
પ્રિન્સેસ રૉયલનાં બાળકો પાસે રૉયલ ટાઇટલ નથી, પરંતુ ઝારા ટિંડલ રાજગાદીના 20મા ક્રમનાં ઉત્તરાધિકારી છે.
તેમનાં પિતા માર્ક ફિલિપ્સે પ્રિન્સેસ એન સાથે લગ્ન કર્યાં બાદ અર્લ ટાઇટલ મેળવવાની ઑફર નકારી દીધી હતી. જેથી તેમની પાસે 'સૌજન્ય' ટાઇટલ નથી.
21.મિઆ ગ્રેસ ટિંડલ
જન્મ : 2014

ઇમેજ સ્રોત, Getty Images
મહારાણીનાં પૌત્રી ઝારા ટિંડલે તેમનાં પ્રથમ સંતાન, મિઆ ગ્રેસને જાન્યુઆરી 2014માં જન્મ આપ્યો.
22.લીના એલિઝાબેથ ટિંડલ
જન્મ : 2018

ઇમેજ સ્રોત, PA Media
આ દંપતીનું બીજું સંતાન 18 જૂન 2018ના રોજ સ્ટ્રાઉટ મૅટરનિટી યુનિટ ખાતે જન્મ્યું હતું.
જન્મ સમયે લીના એલિઝાબેથનું વજન 4.2 કિલોગ્રામ હતું.
લીના એલિઝાબેથને તેમનાં પરદાદીના માનમાં આ નામ અપાયું હતું.
તેમનાં બહેનની જેમ, લીના એલિઝાબેથ પાસે રૉયલ ટાઇટલ નથી, તેથી તેઓ પણ મિસ ટિંડલ તરીકે જ ઓળખાશે.
23.લુકાસ ફિલિપ ટિંડલ
જન્મ : 2021
ઝારા અને માઇક ટિંડલના પુત્ર લુકાસ ફિલિપ, તેમનું ત્રીજું બાળક છે અને મહારાણીના દસમા પ્રપૌત્ર છે. તેમનો જન્મ 21 માર્ચ 2021ના રોજ થયો હતો. જન્મ સમયે તેમનું વજન, 3.8 કિલોગ્રામ હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













