મહારાણી એલિઝાબેથ દ્વિતીય : તાબૂત પહોંચ્યું લંડન, અંત્યેષ્ટિ અને તે પહેલાં શું થશે?

ઇમેજ સ્રોત, PA Media
બ્રિટનમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો પાર્થિવ દેહ મંગળવારે રાત્રે લંડનસ્થિત બકિંઘમ પૅલેસ લાવવામાં આવ્યો છે.
લંડનમાં બુધવારે તેમના તાબૂતને એક નાનકડી યાત્રામાં વેસ્ટમિન્સ્ટર હૉલ લઈ જવામાં આવશે.
પાંચ દિવસ બાદ 19 સપ્ટેમ્બરે રાજકીય સન્માન સાથે તેમની અંત્યેષ્ટિ કરવામાં આવશે. જાણો લંડનમાં મહારાણીના અંતિમ દર્શનથી અંત્યેષ્ટિના દિવસ સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે?

14 સપ્ટેમ્બર


ઇમેજ સ્રોત, Reuters
મહારાણીના તાબૂતને લઈને યાત્રા બકિંઘમ પૅલેસમાંથી સ્થાનિક સમયાનુસાર બપોરે 2:22 વાગ્યે શરૂ થશે અને લગભગ અડધા કલાક બાદ બપોરે ત્રણ વાગ્યે વેસ્ટમિન્સ્ટર હૉલ પહોંચવાની શક્યતા છે.
આ યાત્રામાં કિંગ ચાર્લ્સ અને તેમના બંને પુત્રો પ્રિન્સ વિલિયમ્સ અને પ્રિન્સ હૅરી મહારાણીના તાબૂત પાછળ ચાલતા-ચાલતા બકિંઘમ પૅલેસથી વેસ્ટમિન્સ્ટર હૉલ જશે.
કિંગ ચાર્લ્સનાં ત્રણેય ભાઈ-બહેન પ્રિન્સેસ ઍન, પ્રિન્સ ઍન્ડ્ર્યુ અને પ્રિન્સ ઍડવર્ડ પણ આ યાત્રામાં જોડાશે.

ઇમેજ સ્રોત, PA Media
જ્યારે કિંગ ચાર્લ્સનાં પત્ની ક્વીન કૉન્સૉર્ટ કૅમિલા અને પ્રિન્સ વિલિયમનાં પત્ની પ્રિન્સેસ ઑફ વેલ્સ કૅથરીન અને પ્રિન્સ હૅરીનાં પત્ની ડચેસ ઑફ સસેક્સ મેઘન કારમાં જોડાશે.
તાબૂત બપોરે વેસ્ટમિન્સ્ટર હૉલ ત્રણ વાગ્યે પહોંચશે. અહીં એક ઊંચા પ્લેટફૉર્મ પર રાખવામાં આવશે. રાજવી પરિવારની સેવામાં રહેતા યુનિટના સૈનિકો પ્લેટફૉર્મના ચારેય ખૂણે દિવસ-રાત હાજર રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય લોકો બુધવારે સાંજે પાંચ વાગ્યાથી 19 સપ્ટેમ્બરે સવારે સાડા છ વાગ્યા સુધી ત્યાં મહારાણીના અંતિમ દર્શન કરી શકશે.
સરકાર તરફથી લોકોને જણાવવામાં આવ્યું છે કે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી શકે છે. ત્યાં બેસવાની કોઈ વ્યવસ્થા નહીં હોય કારણ કે લાઈન સતત આગળ વધતી રહેશે.

15 સપ્ટેમ્બર


ઇમેજ સ્રોત, PA Media
વેસ્ટમિન્સ્ટર હૉલમાં એક દિવસ માટે 'લાઈ-ઇન-સ્ટેટ'માં રાખવામાં આવશે.
વેસ્ટમિન્સ્ટર હૉલ બ્રિટનની સાંસદવાળા વિસ્તાર વેસ્ટમિન્સ્ટર ઍસ્ટેટમાં છે. 11મી સદીમાં બનાવવામાં આવેલો આ હૉલ વેસ્ટમિન્સ્ટરનો સૌથી જૂનો ભાગ છે.

16 સપ્ટેમ્બર

વેસ્ટમિન્સ્ટર હૉલમાં મહારાણીના તાબૂતને શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે.
કિંગ ચાર્લ્સ અને કૅમિલા વેલ્સની યાત્રા કરશે. એ દિવસે તેઓ એ ચારેય રાજ્યોની યાત્રા કરશે, જેને મળીને યુનાઇટેડ કિંગડમ બને છે.

17 સપ્ટેમ્બર


મહારાણીનું તાબૂત વેસ્ટમિન્સ્ટર હૉલમાં રાખવામાં આવશે.

18 સપ્ટેમ્બર

મહારાણીનું તાબૂત સમગ્ર દિવસ વેસ્ટમિન્સ્ટર હૉલમાં રહેશે.
તે દિવસે સમગ્ર બ્રિટનમાં રાત્રે આઠ વાગ્યે એક મિનીટનું મૌન પાળવામાં આવશે. લોકો પોતાના ઘરોમાં સ્વૈચ્છિક રીતે મૌન પાળી શકે છે. રસ્તા પર અન્ય લોકો સાથે મળીને કે જાહેર કાર્યક્રમ યોજીને મૌન રાખી શકાય છે.

19 સપ્ટેમ્બર


ઇમેજ સ્રોત, PA Media
આ દિવસે મહારાણીની રાજકીય સન્માન સાથે અંત્યેષ્ટિ થશે. બ્રિટનમાં આ દિવસે બૅન્ક હૉલીડે એટલે કે જાહેર રજા રહેશે.
મહારાણીનું તાબૂત રાખવાની મુદ્દત સવારે છ વાગ્યે પૂર્ણ થશે.
બાદમાં સવારે 10:44 વાગ્યે તાબૂતને જુલૂસ સાથે વેસ્ટમિન્સ્ટર હૉલથી વેસ્ટમિન્સ્ટર ઍબેમાં લઈ જવામાં આવશે. રાજકીય સન્માન સાથે અંત્યેષ્ટિ સવારે 11 વાગ્યે યોજાશે. તેની વિસ્તૃત જાણકારીની પુષ્ટિ હજી બાકી છે.
આ દરમિયાન મહેમાનો તરીકે મહારાણીના પરિવારના સભ્યો, બ્રિટનના રાજનેતાઓ, વિશ્વભરના દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને મહારાણી સમર્થિત ચૅરિટી સંસ્થાઓના પ્રમુખો હાજર રહેશે.
અંતિમ સંસ્કાર દરમિયાન વિવિધ દેશોના લગભગ 500 રાષ્ટ્રાધ્યક્ષ અને ખ્યાતનામ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
વેસ્ટમિન્સ્ટર ઍબેમાં એકસાથે લગભગ 2200 લોકો હાજર રહી શકે છે.
અંતિમ સંસ્કાર બાદ તાબૂતને એક જુલૂસમાં વેસ્ટમિન્સ્ટરથી વેલિંગ્ટન આર્ક લઈ જવામાં આવશે. ત્યાંથી તાબૂતને વિંડસર લઈ જવામાં આવશે.
ત્યાર બાદ તાબૂતને વિંડસર પૅલેસમાં સેન્ટ જ્યોર્જ ચૅપલ લઈ જવામાં આવશે. ત્યાં એક પ્રાર્થનાસભા યોજાશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















