કિંગ ચાર્લ્સ તૃતીય : બ્રિટનના નવા રાજાના જીવનની કેટલીક મહત્ત્વપૂર્ણ પળો, તસવીરોમાં
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, મહારાણી એલિઝાબેથના નિધન બાદ ચાર્લ્સ તૃતીય રાજા બની ગયા છે.
ચાર્લ્સ તૃતીય, બ્રિટનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ઉત્તરાધિકારીની ભૂમિકામાં રહ્યા અને હવે તેઓ બ્રિટિશ સિંહાસન પર આસીન થયા છે. 70 વર્ષની ઉંમર બાદ સિંહાસન મેળવનારા તેઓ પ્રથમ રાજા બન્યા છે.
73 વર્ષના કિંગ ચાર્લ્સ તૃતીયના જીવનની કેટલીક મહત્ત્વની પળો તસવીરોમાં અહીં જોઈ શકો છો.
ઇમેજ સ્રોત, Mirrorpix / Getty Images
ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યોર્જનો જન્મ 14 નવેમ્બર 1948 થયો હતો. તેમની ઉંમર ત્રણ વર્ષથી થોડી જ વધુ હતી જ્યારે તેમનાં માતા મહારાણી બન્યાં.
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, માત્ર એક વર્ષની ઉંમરે તેમને પોતાનાં માતા-પિતાથી દૂર રહેવાનો પ્રથમ અનુભવ થયો હતો. તેમના પિતા પ્રિન્સ ફિલિપ માલ્ટામાં નૌકાદળના અધિકારી તરીકે તહેનાત હતા, તેમને મળવા તેમનાં માતા માલ્ટા ગયાં હતાં.
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, નાનકડા ચાર્લ્સને અનેક વખત નર્સરી સ્ટાફ સાથે રહેવું પડતું હતું
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, આઠ વર્ષ સુધી તેમને ઘરે જ શિક્ષણ મળ્યું, ચાર્લ્સ પ્રથમ એવા ઉત્તરાધિકારી હતા જેઓ શાળાએ ગયા, આ તસવીર 1957માં તેઓ ફુટબૉલ રમતા હતા ત્યારની છે
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, તેઓ પોતાનાં નાની ક્વીન મધરની ઘણા નિકટ હતા.
ઇમેજ સ્રોત, Keystone / Getty Images
ઇમેજ કૅપ્શન, તેમને મજબૂત બનાવવા માટે તેમને ગોર્ડોનસ્ટોન સ્કૂલમાં મોકવામાં આવ્યા પરંતુ ત્યાં તેમને પરેશાન કરવામાં આવ્યા અને તેમણે માતા-પિતા પાસેથી શાળા છોડવાની પરવાનગી આપવાની વિનંતી કરી
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ચાર્લ્સે ટ્રિનિટી કૉલેજથી પહેલાં આર્કિયોલૉજી અને એંથ્રોપોલૉજી અને ત્યાર બાદ ઇતિહાસનો અભ્યાસ કર્યો. શાહી પરિવારમાં તેઓ પ્રથમ ઉત્તરાધિકારી હતા જેમણે ડિગ્રી પૂર્ણ કરી.
ઇમેજ સ્રોત, Central Press / Getty Images
ઇમેજ કૅપ્શન, જુલાઈ 1969માં ચાર્લ્સને પ્રિન્સ ઑફ વેલ્સ બનાવવામાં આવ્યા, કેરનારફોન કાસલમાં સમારોહ દરમિયાન તેમણે વેલ્સ અને અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, સેનામાં કામ કરવાની પરિવારની પરંપરાને અનુસરતાં ચાર્લ્સે RAF ક્રૅનવેલમાં પાઇલટની ટ્રેનિંગ લીધી અને તેઓ ડાર્ટમાઉથમાં રૉયલ નૅવલ કૉલેજમાં પણ ગયા
ઇમેજ સ્રોત, Central Press / Getty Images
ઇમેજ કૅપ્શન, તેમણે આકરું સૈન્યપ્રશિક્ષણ લીધું અને ઍક્શન મૅનની ઉપાધિ મેળવી
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ચાર્લ્સ એચએમએસ બ્રોનિંગટન પર, 9 ફેબ્રુઅરી 1976. તેમણે રૉયલ નેવીમાં પોતાના અંતિમ તબક્કામાં માઇન હન્ટરની કમાંડ સંભાળી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, તેમના 30મા જન્મદિવસ સુધી ચાર્લ્સ પ્રખ્યાત થઈ ગયા હતા.
ઇમેજ સ્રોત, Hulton Archive / Getty Images
ઇમેજ કૅપ્શન, એક સમયે 'મોસ્ટ ઍલિજિબલ બૅચલર' ગણાતા પ્રિન્સ ચાર્લ્સ પોલો, સ્વિમિંગ જેવી રમતો ઉપરાંત વિંડસર્ફિંગ કરતા ઘણી વખત જોવા મળતા
ઇમેજ કૅપ્શન, કૅમિલા પાર્કર બાઉલ્સ સહિત અનેક મહિલાઓ સાથે તેમના સંબંધ ચર્ચામાં રહેતા
ઇમેજ સ્રોત, Hulton Archive / Getty Images
ઇમેજ કૅપ્શન, 1976માં જ્યારે પ્રિન્સ માટે "વાસ્તવિક કાર્ય"ની ચર્ચા થવા લાગી ત્યારે તેમણે અનેક શાહી યાત્રાઓ કરી અને ચૅરિટી કરતા થયા, તેમણે પ્રિન્સ ટ્રસ્ટની સ્થાપના કરી.
ઇમેજ સ્રોત, Hulton Archive / Getty Images
ઇમેજ કૅપ્શન, 1981માં અનેક અટકળો બાદ ચાર્લ્સ અને ડાયનાની સગાઈની ઘોષણા કરાઈ હતી
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, સેન્ટ પૉલ કૅથેડ્રલમાં પાંચ મહિના બાદ તેમનાં લગ્ન થયાં- આશરે 600,000 લોકો રસ્તાઓ પર તેમનાં લગ્નની ઝલક મેળવવા ભેગા થયા હતા
ઇમેજ કૅપ્શન, બે બાળકો પ્રિન્સ વિલિયમ્સ (1982માં) અને નાના ભાઈ પ્રિન્સ હેરી (1984માં)ના જન્મ છતાં તેમનાં લગ્નમાં મુશ્કેલીઓ ઊભી થઈ અને ચાર્લ્સ અને ડાયનાના જુલાઈ 1996માં છૂટાછેડા થયા
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, 1997માં પેરિસમાં એક કાર અકસ્માતમાં પ્રિન્સેસ ડાયનાનું અવસાન થયા બાદ પ્રિન્સ ચાર્લ્સે તેમની અંત્યેષ્ટિ રાજસી રીતે કરવા પર ભાર મૂક્યો.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ડાયનાના મૃત્યુ બાદ રાજપરિવારે પોતાની છબિ વિશે વિચારવા મજબૂર થવું પડ્યું અને ચાર્લ્સે જલદી જ પરિવર્તનો અપનાવ્યાં. તેઓ એક પ્રેમાળ અને બાળકોનું ધ્યાન રાખનાર પિતા તથા એક આધુનિક ઉત્તરાધિકારી તરીકે દેખાવા લાગ્યા
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, ડાયનાના મૃત્યુ બાદ પ્રિન્સ ચાર્લ્સે પોતાની નવી છબિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો
ઇમેજ સ્રોત, Tim Graham Photo Library via Getty Images
ઇમેજ કૅપ્શન, તેમણે કેટલાક વિષયો પર ખૂલીને પોતાનો મત વ્યક્ત કર્યો, જેમકે જૈવિક ખેતી અને વૈકલ્પિક દવાઓને સમર્થન આપ્યું. સાથે જ 'જેનેટિકલી મોડિફાઇડ' પાકનો વિરોધ કર્યો.
ઇમેજ સ્રોત, Shutterstock
ઇમેજ કૅપ્શન, આધુનિક આર્કિટેક્ચરના ટીકાકાર પ્રિન્સ ચાર્લ્સનું ટાઉન પ્લાનિંગનું વિઝન ડોરસેટના પાઉન્ડબરી ગામમાં પૂર્ણ થયું
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, 2002માં તેમણે પોતાનાં 'કરિશ્માઈ નાની' ક્વીન મધર વિશે વાત કરી, જેમનું 101 વર્ષની ઉંમરે ઊંઘમાં જ મૃત્યુ થયું હતું. તેમના અંતિમ દર્શન સમયે વેસ્ટમિન્સ્ટર હૉલમાં ક્વીન મધરના તાબૂત સામે ઊભેલા પ્રિન્સ ચાર્લ્સ
ઇમેજ સ્રોત, Wireimage / Getty Images
ઇમેજ કૅપ્શન, વર્ષો સુધી સંબંધ રહ્યા બાદ 2005માં તેમણે કૅમિલા પાર્કર બાઉલ્સ સાથે સગાઈ કરવાની જાહેરાત કરી. તેઓ 1970માં પ્રથમ વખત મળ્યાં હતાં.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, તેઓ શાહી પરિવારના પ્રથમ સભ્ય બન્યા જેમણે સિવિલ સેરેમનીમાં લગ્ન કર્યાં, શ્રીમતિ પાર્કર બાઉલ્સ ડચેસ ઑફ કૉર્નવૉલ બન્યાં અને હવે ચાર્લ્સના રાજા બનવાથી તેઓ ક્વીન કૉન્સૉર્ટ બની ગયાં
ઇમેજ સ્રોત, PA
ઇમેજ કૅપ્શન, 2011માં તેમના મોટા પુત્ર પ્રિન્સ વિલિયમનાં, વેસ્ટમિન્સટર ઍબીમાં કૅથરીન મિડલટન સાથે લગ્ન થયાં
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કિંગ ચાર્લ્સ તૃતીયના પ્રથમ પૌત્ર પ્રિન્સ જ્યોર્જ અને પૌત્રી પ્રિન્સેસ શાર્લૉટનો અનુક્રમે 2013 અને 2015માં જન્મ થયો
ઇમેજ સ્રોત, AFP
ઇમેજ કૅપ્શન, કિંગ ચાર્લ્સ તૃતીય પોતાના નાના પુત્ર પ્રિન્સ હેરીનાં નવવધૂ મેઘન મર્કેલ સાથે 2018માં
ઇમેજ સ્રોત, PA Media
ઇમેજ કૅપ્શન, એપ્રિલ 2021 તેમના પિતા પ્રિન્સ ફિલિપના નિધન બાદ વિંડસર કાસલમાં તેમના તાબૂતની પાછળ ચાલતી વખતે પ્રિન્સ ચાર્લ્સ રડતા દેખાયા હતા
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ તૃતીય ક્વીન કૉન્સૉર્ટ, પ્રિન્સ હેરી, મેઘન મર્કેલ સાથે 22મે, 2018ના બકિંઘમ પૅલેસમાં તેમના 70મા જન્મદિવસની ઉજવણી વખતે
ઇમેજ સ્રોત, CHRIS JACKSON / CLARENCE HOUSE
ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ એવા સમયમાં રાજા બન્યા છે જ્યારે શાહી સત્તા પ્રત્યે લોકોનું વલણ ઝડપથી બદલાઈ રહ્યું છે
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો