રનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

શ્રીલંકા આર્થિક સંકટ

ઇમેજ સ્રોત, BBC/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે
લાઇન
  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ રાજીનામું આપી દીધું છે
  • રનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
  • નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 16 જુલાઈએ બેઠક બોલાવવામાં આવી
  • પદ સંભાળતાં જ વિક્રમસિંઘેએ દેશમાં ઇમર્જન્સી જાહેર કરી
લાઇન

શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેએ આજે સત્તાવાર રીતે શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.

શ્રીલંકાના ચીફ જસ્ટિસ જયંત જયસૂર્યાએ તેમને શપથ લેવડાવ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બે દિવસ પહેલાં દેશ છોડીને ભાગ્યા ગયેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ગુરુવારે રાત્રે રાજીનામું આપ્યું હતું.

ત્યાર બાદ શ્રીલંકાની સંસદના સ્પીકરે કહ્યું હતું કે તેમને રાજીનામું મળી ગયું છે. તેમણે પુષ્ટિ કરી હતી કે વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે જ દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ રહેશે.

સ્પીકરે એમ પણ જણાવ્યું હતું કે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 16 જુલાઈએ બેઠક બોલાવવામાં આવી છે.

શ્રીલંકા

ઇમેજ સ્રોત, Reuters

સ્પીકરે પ્રદર્શન કરી રહેલાં લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને સાથે જ તમામ સાંસદોને સંસદીય પ્રક્રિયામાં ભાગ લેવા કહ્યું છે.

રાજપક્ષેના રાજીનામાના સમાચાર આવ્યા બાદ દેખાવકારોએ ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું છે.

મીડિયા અહેવાલો અનુસાર, ગોટાબાયા રાજપક્ષે સિંગાપોર પહોંચ્યા છે. સિંગાપોર સરકારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સિંગાપોર પહોંચવા પર સ્પષ્ટીકરણ આપ્યું છે.

મીડિયાના સવાલોના જવાબ આપતા સિંગાપોરમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે રાજપક્ષે ખાનગી યાત્રા પર સિંગાપોર પહોંચ્યા છે.

line

રાજપક્ષે ખાનગી યાત્રા પર સિંગાપોર પહોંચ્યા

સિંગાપોરનું સ્પષ્ટીકરણ

ઇમેજ સ્રોત, Social Media

તેમણે કહ્યું કે "શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેને ખાનગી યાત્રા પર સિંગાપોરમાં આવવાની મંજૂરી અપાઈ છે. તેમણે રાજકીય શરણ નથી માગ્યું. અને કોઈ શરણ આપવામાં આવ્યું નથી. સિંગાપોર સામાન્ય રીતે રાજકીય શરણ દેવાના નિવેદનને સ્વીકાર નથી કરતું."

12 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે મિલિટરી જેટની મદદથી શ્રીલંકાથી માલદીવ ભાગી ગયા હતા. હવે તેઓ માલદીવથી સિંગાપોર પહોંચ્યા છે.

ગોટાબાયાએ 13 જુલાઈ સુધીમાં રાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી પરંતુ તેમણે હવે રાજીનામું આપ્યું છે.

તેમની ગેરહાજરીમાં વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શ્રીલંકામાં સરકારવિરોધી પ્રદર્શનો દરમિયાન એક વ્યક્તિનું શ્વાસ લેવામાં તકલીફ પડતાં મૃત્યુ થઈ ગયું. બીજી તરફ પોલીસ દ્વારા આંસુ ગૅસના ગોળા છોડાતાં એક પોલીસ અધિકારી અને સેનાના એક જવાન સહિત ઓછામાં ઓછા 84 લોકો ઘાયલ થઈ ગયા છે.

સંરક્ષણ પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું છે કે કર્ફ્યુને હઠાવી લેવાયો છે. જોકે, કટોકટી હજુ પણ ચાલુ છે. તેમણે એવું પણ જણાવ્યું કે વડા પ્રધાનકાર્યાલયની બહાર પ્રદર્શનકારીઓ પર આંસુ ગૅસના ગોળા ચલાવાતી વખતે 26 વર્ષની એક વ્યક્તિને ઈજા પહોંચી અને એ બાદ હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થઈ ગયું.

શ્રીલંકા

ઇમેજ સ્રોત, Reuters

કોલંબો નેશનલ હૉસ્પિટલે પણ બુધવારે થયેલા પ્રદર્શનમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી છે. હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે કે શ્વાસ લેવામાં તકલીફ થતાં એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે.

શ્રીલંકાની સંસદની આસપાસ સેનાએ પહેલાંથી વધારે જવાનો અને સશસ્ત્ર વાહનોને તહેનાત કરી દીધાં છે.

આ સાથે જ પ્રદર્શનકારીઓ પાસેથી રાષ્ટ્રપતિભવન, વડા પ્રધાન કાર્યાલય જેવાં સરકારી સંસ્થાનો પરત લેવા માટે પણ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે.

કાર્યવાહક રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેએ સેના અને પોલીસને શ્રીલંકાની સ્થિતિ સંભાળવાના આદેશ આપ્યા છે.

આ અગાઉ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિભવન બાદ બુધવારે વડા પ્રધાનના કાર્યાલય પર પણ કબજો કરી લીધો હતો.

બુધવારે રાત્રે વિક્રમસિંઘેએ ટેલિવિઝન પર લોકોને સંબોધ્યા હતા. જેમાં તેમણે પ્રદર્શનકારીઓને વડા પ્રધાનકાર્યાલય અને રાષ્ટ્રપતિભવન છોડવા અપીલ કરી હતી.

તેમણે કહ્યું, "આપણે બંધારણનું અપમાન ન કરી શકીએ. આપણે ફાસીવાદીઓને દેશ ન આપી શકીએ. આપણે લોકતંત્ર પર આવેલા આ ફાસીવાદી ખતરાને દૂર કરવો પડશે."

line

લોકોને શાંતિ જાળવવા અપીલ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેએ કાર્યવાહક રાષ્ટ્રપતિપદ સંભાળ્યા બાદ દેશમાં ઇમર્જન્સી લગાવી દીધી હતી.

રનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે સેના અને પોલીસે દેશમાં શાંતિ જાળવવા માટે દરેક જરૂરી પગલાં ઉઠાવવાં જોઈએ.

શ્રીલંકાના સેનાપ્રમુખ જનરલ શાવેન્દ્ર સિલ્વાએ લોકોને સેના અને પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે.

તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિના રાજીનામા અને નવા રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી દેશની જનતા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સેનાની ત્રણેય પાંખ અને પોલીસની મદદ કરે.

આ ઉપરાંત તેમણે સામાન્ય લોકોને કોઈ પણ સરકારી કે ખાનગી મિલકતોને નુકસાન ન પહોંચાડવા માટે પણ અપીલ કરી છે.

બુધવારે પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન કાર્યાલય પર કબજો જમાવ્યા બાદ શ્રીલંકાના બાર ઍસોસિયેશને પ્રદર્શનકારીઓને વડા પ્રધાન કાર્યાલય ખાલી કરવા અપીલ કરી હતી.

'ધ બાર ઍસોસિયેશન ઑફ શ્રીલંકા' (બીએએસએલ) અત્યાર સુધી પ્રદર્શનકારીઓનું સમર્થન કરતું આવતું હતું અને જે પ્રદર્શનકારીઓની ધરપકડ કરાતી હોય તેમના કેસ લડતું હતું.

બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં બીએએસએલે કહ્યું કે તેઓ વડા પ્રધાનના કાર્યાલય પર પ્રદર્શનકારીઓના કબજાથી વ્યથિત છે અને તેમણે તાત્કાલિક જગ્યા પ્રશાસનને સોંપી દેવા અપીલ કરી હતી.

line

રાષ્ટ્રપતિના નાસી જતા શ્રીલંકા પર ક્યો ખતરો?

શ્રીલંકા આર્થિક સંકટ

શ્રીલંકાના લોકો રાજપક્ષે શાસનને દેશમાં આર્થિક સંકટ માટે જવાબદાર માને છે. શ્રીલંકા દશકો બાદ સૌથી ભયાવહ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામું આપતા પહેલાં દેશ છોડવા માગતા હતા, કારણ કે નવી સરકાર તેમની ધરપકડ ન કરી શકે. રાષ્ટ્રપતિપદ હોય ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાય તેમ નહોતી.

રાષ્ટ્રપતિના ભાગી જવાથી શ્રીલંકા શાસક વિનાનું બની ગયું હોવાનો પણ ખતરો છે. શ્રીલંકામાં એક એવી સરકારની જરૂર છે જે આર્થિક સંકટનું સમાધાન શોધે.

અન્ય પાર્ટીઓના નેતાઓ સાથે મળીને સરકાર બનાવવાનું કહી રહ્યા છે પરંતુ અત્યાર સુધી સમજૂતી થઈ શકી નથી. અત્યાર સુધી એ પણ સ્પષ્ટ નથી થયું કે નવી સરકારને જનતા સ્વીકારશે કે કેમ?

શ્રીલંકામાં બંધારણના વિશેષજ્ઞોનું કહેવું છે કે સંસદના અધ્યક્ષ આગામી કાર્યવાહક રાષ્ટ્રપતિ હોઈ શકે છે. જોકે, મિંદા યાદા અબેયવાર્દેના રાજપક્ષેના સહયોગી છે. અત્યાર સુધી એ બાબત સ્પષ્ટ નથી કે જનતા તેમને સ્વીકારશે.

કોઈ પણ કાર્યવાહક રાષ્ટ્રપતિ બને તો 30 દિવસમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી પડે છે. તેમાં જે ચૂંટાશે તે રાજપક્ષેનો 2024નો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ રહેશે.

સોમવારે મુખ્ય વિપક્ષ નેતા સાજિથ પ્રેમદાસાએ બીબીસીને કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદ માટે મેદાને આવી શકે છે પરંતુ તેમને પણ જનતાનું સમર્થન મળશે કે કેમ, તે વાત પર શંકા છે.

શ્રીલંકામાં નેતાઓને લઈને સામાન્ય લોકોમાં વિશ્વાસની ભારે અછત છે. સામાન્ય લોકોના આંદોલને શ્રીલંકાને પરિવર્તનની આરે લાવી દીધું છે, પરંતુ દેશમાં નેતૃત્વ માટે કોઈ સ્પષ્ટ દાવેદાર નથી.

line

શું ભારતે ગોટાબાયાને દેશ છોડવામાં મદદ કરી હતી?

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર નિવેદન જાહેર કર્યું છે.

નિવેદનમાં ભારતીય હાઇ કમિશને રાષ્ટ્રપતિ અને પૂર્વ નાણામંત્રીને દેશ છોડવામાં ભારતે મદદ કરી હોવાના અહેવાલોને રદિયો આપ્યો છે અને શ્રીલંકાના લોકોને સમર્થન આપવાના મુદ્દાનું પુનરાવર્તન કર્યું છે.

આ પહેલાં 10 જુલાઈએ હાઇ કમિશને નિવેદન જાહેર કરીને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો પર વિરામ મૂક્યો હતો કે ભારત પોતાની સેના શ્રીલંકામાં મોકલી રહ્યું છે.

ભારે વિરોધ વચ્ચે ગોટાબાયા રાજપક્ષે 12 જુલાઈની રાત્રે દેશ છોડીને ભાગી ગયા હતા.

નવી સરકાર દ્વારા તેમની ધરપકડ ન કરવામાં આવે તે માટે આ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન