You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં 81 લોકોને મોતની સજા
સાઉદી અરેબિયાનું કહેવું છે કે શનિવારે 81 પુરુષોને મોતની સજા આપવામાં આવી હતી. આ આંકડો ગત આખા વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં આપવામાં આવેલી મોતની સજા કરતાં વધુ છે.
સરકારી ન્યૂઝ એજન્સી એસપીએનના રિપોર્ટ મુજબ, યમનના સાત તથા સીરિયાના એક નાગરિકને પણ મોતની સજા આપવામાં આવી છે. તેમની ઉપર ઉગ્રવાદ ઉપરાંત "એક કરતાં વધુ જઘન્ય ગુનાઓ" માટે આ સજા આપવામાં આવી છે.
સાઉદી સરકારનું કહેવું છે કે કેટલાક લોકોના સંબંધ કથિત ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ, અલ-કાયદા સાથે તથા યમનના હૂતી બળવાખોર સમૂહો સાથે હતા.
માનવ અધિકાર સંગઠનોનું કહેવું છે કે આમાંથી અનેક આરોપીઓને નિષ્પક્ષ રીતે કાયદેસર પોતાની દલીલ આપવાની તક મળી ન હતી. જોકે, સાઉદી સરકાર આ આરોપોને નકારે છે.
એસપીએના રિપોર્ટ પ્રમાણે, જેમને મોતની સજા મળી હતી, 13 ન્યાયાધીશ દ્વારા તેમના કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓ ત્રણ તબક્કાવાળી ન્યાયવ્યવસ્થા પ્રક્રિયામાંથી પસાર થયા હતા.
આ લોકો ઉપર દેશ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક ઠેકાણાં ઉપર હુમલો કરવાનું કાવતરું ઘડવાના, સુરક્ષાબળોને મારવાના તથા તેમને ટાર્ગેટ કરવાના, અપહરણ, અત્યાચાર, બળાત્કાર તથા અન્ય દેશોમાંથી તસ્કરી કરીને હથિયાર ઘૂસાડવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.
સાઉદી અરેબિયાએ ગત એક વર્ષ દરમિયાન 69 લોકોને મોતની સજા આપી છે.
દર વર્ષે મોતની સજા આપવામાં આવતી હોય તેવા ટોચના દેશોની યાદીમાં સાઉદી સામેલ છે. તે આ યાદીમાં પાંચમા ક્રમે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોતની સજા અને મુલક
ઍમ્નેસ્ટી ઇન્ટરનેશલની યાદીમાં ચાર અન્ય દેશ સાઉદી અરેબિયા કરતાં આગળ છે.
સંસ્થાના આકલન મુજબ વર્ષ 2020 દરમિયાન ચીનમાં હજારો લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે કેટલા લોકોને ફાંસી આપવામાં આવી હતી, તે કહેવું મુશ્કેલ છે.
આ સિવાય ઉત્તર કોરિયા, સીરિયા તથા વિયેતનામના આંકડા પણ ઉપલબ્ધ ન હતા.
ઈરાનમાં 246 કરતાં વધુ, ઇજિપ્તમાં 107 કરતાં વધુ, ઇરાકમાં 45 કરતાં વધુ, સાઉદી અરેબિયામાં 27 તથા અમેરિકામાં 17 લોકોને મોતની સજા આપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો