You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કેમ કહ્યું- 'દેશ સામે જીવન અને મરણનું મોટું સંકટ'?
ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને કહ્યું છે કે આ વર્ષ દેશના વણસી રહેલા અર્થતંત્રને સુધારવા માટે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
શુક્રવારે કિમ જોંગ-ઉને કહ્યું કે દેશની સામે "જીવન અને મૃત્યુનું મોટું સંકટ" છે એટલે નવા વર્ષમાં અર્થતંત્રમાં સુધાર રાષ્ટ્રની પ્રાથમિકતા છે.
કિમ જોંગ ઉન વર્કર્સ પાર્ટી ઑફ કોરિયાની આઠમી કેન્દ્રીય કમિટી બેઠકની એક મહત્ત્વની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.
ગત અઠવાડિયે સોમવારના શરૂ થયેલી બેઠક શુક્રવારના પૂર્ણ થઈ. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ઉત્તર કોરિયામાં તેમના શાસને 10 વર્ષ પૂરાં થયાં છે.
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે ઉત્તર કોરિયામાં કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે ત્યાર બાદ ત્યાં ભોજનસામગ્રીની અછતના સમાચાર આવ્યા છે.
કોરોના અને ભૂખમરા સામે લડત
કિમ જોંગ ઉને પોતાના ભાષણમાં અમેરિકા અને દક્ષિણ કોરિયાનું નામ ન લીધું.
તેમણે કહ્યું કે તેમનું મુખ્ય કામ દેશનો વિકાસ કરવો અને લોકોના જીવનને બહેતર બનાવવું છે.
ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) અનુસાર, કિમ જોંગ ઉને માન્યું કે વર્ષ 2020 તેમનાં માટે "ઘણી મુશ્કેલ પરિસ્થિતિ" લાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પોતાના માટે "દેશના ભોજન સંકટ, ભોજનસામગ્રીની કમી, અને લોકોના રહેવા માટે યોગ્ય મકાનોની જરૂરિયાત જેવા જરૂરી કામ"નું લક્ષ્ય નક્કી કર્યું.
કેસીએન અનુસાર તેમણે કહ્યું કે આવનારા સમયમાં કોરોના મહામારી સામે લડવા માટે તેમના મહત્ત્વપૂર્ણ ઉદ્દેશોમાંથી એક છે.
તેમણે કહ્યું, " દેશના કામમાં મહામારીથી બચવા માટે આપાત પગલાંને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે."
જોકે તેમણે એવું પણ કહ્યું કે ઉત્તર કોરિયા પોતાની રક્ષા કાબેલિયતને વધારવાનું ચાલુ રાખશે, કારણ કે સૈન્ય સ્થિતિની દૃષ્ટિએ કોરિયન પેનિન્સુલામાં હજી અસ્થિરતા છે.
ગત વર્ષે સમાચાર આવ્યા હતા કે ઉત્તર કોરિયામાં લોકો સામે ભોજનના સામાનનો ગંભીર સંકટ છે અને શિયાળામાં આ સંકટ વિકરાળ સ્વરૂપ લઈ શકે છે.
ગત વર્ષે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સતત દેશની ખરાબ આર્થિક સ્થિતિ અને ભોજનની કમીની વાત પર ભાર મૂક્યો હતો. વર્ષના અંતમાં પાર્ટીની બેઠકમાં પણ આ જ ચર્ચા થઈ હતી.
વર્ષ 2022 માટે કિમ જોંગ ઉનને જીવન અને મરણના સંકટની ચેતવણી તેમના ગત વર્ષે એપ્રિલમાં આપેલા ભાષણ સાથે મેળ ખાય છે.
તે વખતે તેમણે 1990ના દાયકાના સૌથી ભયંકર આર્થિક સંકટ અને દુષ્કાળનો ઉલ્લેખ કર્યો હતો અને અધિકારીઓને મુશ્કેલ સમય માટે તૈયાર રહેવાનું કહ્યું હતું.
આ રીતે એ વાતથી ઇન્કાર ન કરી શકાય કે કોવિડ-19ને કારણે સીમા બંધ કરવાનો નિર્ણય ઉત્તર કોરિયા પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને પ્રાકૃતિક આપદાઓને કારણે દેશની આર્થિક સ્થિતિ હાલના દિવસોમાં વણસી શકે છે.
આ કારણોથી જ દેશમાં ખાદ્યસંકટ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ ઉત્તર કોરિયામાં ખાદ્યસંકટ વધવા અને ભૂખમરાની ચેતવણી આપી છે.
જોકે કિમ જોંગ ઉને રાષ્ટ્રીય આર્થિક યોજના, ગ્રામ્યવિકાસ યોજના અને ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિ અપવવાની વાત કરી છે.
શિયાળામાં પરિસ્થિતિ વણસી શકે છે
નવા વર્ષના અવસર પર કિમ જોંગ ઉનનાં ભાષણોમાં અત્યાર સુધી અમેરિકા અને દક્ષિણ કોરિયાનો ઉલ્લેખ થતો આવ્યો છે પરંતુ આ વખતે તેમણે પોતાના ભાષામાં સીધી રીતે બંને દેશોનું નામ નથી લીધું.
સેજોંગ ઇન્સ્ટિટ્યૂટમાં વરિષ્ઠ રિસર્ચર ચોંગ સોંગ-ચાંગે એનકે ન્યૂઝને જણાવ્યું, " પાર્ટીની બેઠકમાં આપવામાં આવેલા આ ભાષણને જો નવા વર્ષનું તેમનું ભાષણ માનીએ તો બંને કોરિયન દેશોના સંબંધનો ઉલ્લેખ નહોતો અને વિદેશનીતિનો પણ ઉલ્લેખ નહોતો."
ગત વર્ષના અંતમાં ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીનમાં આ વાતને લઈને સૈદ્ધાંતિક સમજૂતી થઈ હતી કે યુદ્ધવિરામ પર ખતમ કોરિયન યુદ્ધને ઔપચારિક રૂપે ખતમ જાહેર કરવામાં આવશે.
પરંતુ દક્ષિણ કોરિયાનું કહેવું છે કે આ મામલામાં અત્યાર સુધી કોઈ વાતચીત નથી થઈ, કારણ કે ઉત્તર કોરિયા પોતાની માગ પર અડગ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો