કોરોના રસીના કરોડો ડોઝ શું બરબાદ થઈ જશે અને ગરીબોને નહીં મળે?
- લેેખક, સ્ટેફની હેગાર્ટી
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને દુનિયાના નેતાઓને કહ્યું કે તેઓ આગામી વર્ષ સપ્ટેમ્બર સુધી 70 ટકા વસતીને કોરોનાની રસી આપવાની પ્રતિબદ્ધતા જાહેર કરે, પરંતુ સંશોધનથી ખબર પડે છે કે ધનિક દેશો પાસે જરૂરિયાતથી વધુ રસીનો સ્ટૉક છે અને એ ઝડપથી ઍક્સપાયર થઈ શકે છે.
બહાર આ વર્ષે જ્યારે ઈરાન જવા માટે વિમાન બેઠાં તો તેઓ પોતાના પિતાને જોવા માટે ઉત્સાહિત હતાં.
તેમને અંદાજ નહોતો કે જલદી કોરોના વાઇરસ બીજી લહેરમાં ઈરાનમાં અને તેમના પરિવારમાં તબાહી મચાવાનો છે.

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી પહેલા પોતાના પુત્રનાં લગ્નની તૈયારી કરી રહેલી એક પારિવારિક મિત્ર બીમાર પડી, જલદી તેમનું મોત થયું. બાદમાં તેમના પિતાના એક કાકા અને પછી એક વૃદ્ધ કાકીનું મોત થયું.
બહારને તેમના દાદાની તબિયતની ચિંતા થઈ હતી, તેમને રસીનો એક ડોઝ લાગી ગયો હતો, પણ બીજો બાકી હતો.
20 વર્ષીય બહાર અમેરિકામાં રહે છે અને એપ્રિલમાં તેમણે કોરોનાની રસી લીધી હતી.
બહાર જાણતાં હતાં કે તેઓ ઘણે અંશે સુરક્ષિત છે, પરંતુ તેમણે પોતાની યાત્રા દરમિયાન વધુ સમય પોતાના પિતાના ઘરમાં જ વિતાવ્યો. તેઓ ચિંતિત હતાં કે કોવિડનો કોઈ શિકાર તો નહીં બને ને.
ઈરાનમાં રસીનો સપ્લાય બહુ વધારે નથી અને તેમના પરિવારના કેટલાક લોકોનું જ રસીકરણ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકા આવ્યા બાદ થોડા દિવસ પછી તેમને ખબર પડી કે તેમના પિતા બીમાર છે. તેઓ દૂર હતાં અને બહુ ચિંતિત હતાં.
બહાર કહે છે, "મને અપરાધબોધ જેવું લાગ્યું, મેં અમેરિકામાં ફાઇઝરના બે ડોઝ લીધા હતા અને હું સુરક્ષિત આવી હતી, પરંતુ મારા પિતા અને ઘણા પરિજનો સંક્રમિત થઈ ગયા. મારા પિતા તો બચી ગયા પણ ઘણા સંબંધીઓ બચી ન શક્યા. આ વાતનું મને બહુ દુખ છે."

અડધી વસતી હજુ પણ અસુરક્ષિત

ઇમેજ સ્રોત, SUBMITTED
દુનિયાભરમાં રસીની આપૂર્તિના આંકડાઓનું અસંતુલન ડરાવનારી વાસ્તાવિકતા રજૂ કરે છે. દુનિયામાં અડધીથી વધુ વસતીને હજુ સુધી રસીનો એક ડોઝ પણ મળ્યો નથી.
હ્યુમન રાઇટ્સ વોચ અનુસાર, દુનિયાભરમાં કોવિડ રસીનો 75 ટકા સ્ટૉક માત્ર દસ દેશો પાસે છે.
તો ધ ઇકૉનૉમિસ્ટની ઇન્ટેલિજેન્સ યુનિટની ગણના પ્રમાણે, દુનિયાભરમાં ઉત્પાદિત કુલ રસીનો અડધાથી વધુ સ્ટૉક દુનિયાની 15 ટકા વસતી પાસે પહોંચ્યો છે.
દુનિયાના સૌથી ધનિક દેશોએ સૌથી ગરીબ દેશોની તુલનામાં સોગણી વધુ રસી લગાવી છે.
આ વર્ષે જૂનમાં જી-7ના દેશો- ફ્રાન્સ, કૅનેડા, જર્મની, બ્રિટન, અમેરિકા, ઇટાલી અને જાપાને આગામી એક વર્ષની અંદર દુનિયાના ગરીબ દેશોને એક અબજ ડોઝ આપવાનો સંકલ્પ લીધો છે.
ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજેન્સ યુનિટના રસી આપૂર્તિને લઈને પ્રકાશિત એક તાજેતરના રિપોર્ટનાં મુખ્ય લેખિકા અને પૂર્વ રાજદૂત અગાથા ડેમારેઝ કહે છે, "મેં જ્યારે આ જોયું તો હું હસી, હું આવી ઘણી વાતો સાંભળું છું, પણ તમે જાણો છો કે ક્યારેય આવું થવાનું નથી."

ઇમેજ સ્રોત, ANI
આ સંકલ્પમાં બ્રિટને દસ કરોડ ડોઝ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ હજુ સુધી તે 90 લાખથી ઓછા ડોઝનું દાન કરી શક્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 58 કરોડ ડોઝ આપવાનો વાયદો કર્યો હતો, પણ અમેરિકા હજુ સુધી 14 કરોડ ડોઝ આપી શક્યું છે.
તો યુરોપીયન યુનિયને 25 કરોડ ડોઝ આ વર્ષના અંતમાં આપવાનો વાયદો કર્યો હતો, પણ ઈયુએ અત્યાર સુધીમાં આઠ ટકા ડોઝ જ આપ્યા છે.
મધ્યમ આવકવાળા વર્ગના અન્ય દેશોની જેમ ઈરાને પણ કોવૅક્સથી રસી ખરીદી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સમર્થનવાળી આ વૅક્સિન સ્કીમનો મકસદ એ જગ્યાએ રસી પહોંચાડવાનો છે, જ્યાં તેની સૌથી વધુ જરૂર છે.
કોવૅક્સ વૅક્સિન ખરીદે છે અને પછી તેને મધ્યમ આવકવાળા દેશોને વેચે છે અને ગરીબ દેશોને દાન કરે છે.
પરંતુ કોવૅક્સ સામે આપૂર્તિનું મોટું સંકટ ઊભું થયું છે. કોવૅક્સને આ વર્ષના અંત સુધી બે અબજ ડોઝ વિતરણ કરવાના હતા અને તેમાંથી મોટા ભાગના તેને ભારતની એક નિર્માતા કંપની પાસેથી મળવાના હતા.
પરંતુ જ્યારે મેમાં ભારતમાં કોરોનાની બીજી લહેર આવી તો સરકારે વૅક્સિનની નિકાસ પર રોક લગાવી દીધી.
એ પછીથી કોવૅક્સ ધનિક દેશો પાસેથી દાનમાં મળનારા રસીના ડોઝ પર નિર્ભર છે. કોવૅક્સ જે દેશોને રસી પહોંચાડી રહ્યું છે, તેમાં કેટલાક એવા છે, જ્યાં બે ટકા વસતીને પણ રસી મળી નથી.

રસીનું ઉત્પાદન અને ઍક્સપાયરી ડેટની સમસ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કોવૅક્સના એક કેન્દ્રનાં પ્રબંધ નિદેશક ઓરેલિયા ગ્યુએન કહે છે, "આજકાલ અમને ઓછી રસી મળે છે અને તેની ઍક્સપાયરી ડેટ પણ જલદી હોય છે, તેમજ અમને વધુ સમયની નોટિસ પણ મળતી નથી, આથી એવા દેશોમાં રસી પહોંચાડવી મુશ્કેલ બની જાય છે, જ્યાં સમય પર મળવી જોઈએ."
દુનિયાભરમાં રસીના સપ્લાય પર રિસર્ચ કરનારી વૈજ્ઞાનિક વિશ્લેષણ કંપની ઍરફિનિટી અનુસાર આ એક વૈશ્વિક સપ્લાય સમસ્યા નથી, કેમ કે ધનિક દેશો જરૂર કરતાં વધુ રસી જમા કરી રહ્યા છે. રસીનિર્માતા આ સમયે દર મહિને 1.5 અબજ ડોઝ બનાવી રહ્યા છે. એટલે કે આ વર્ષના અંત સુધીમાં અગિયાર અબજ ડોઝ બની જશે.
ઍરફિનિટીના મુખ્ય રિસર્ચર ડૉ. મૅટ લિનલે કહે છે, "ગત ત્રણ-ચાર મહિનામાં નિર્માણક્ષમતા ઘણી વધી છે, મોટી માત્રામાં રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે."
ડૉ. લિનલે કહે છે, "જો દુનિયાના સૌથી ધનિક દેશ બૂસ્ટર ડોઝ પણ લગાવે તો પણ તેની પાસે જરૂર કરતાં 1.2 અબજ ડોઝ વધારે છે."
ડૉ. લિનલે કહે છે કે જો બહુ જલદી દાન નહીં કરવામાં આવે તો તેમાંથી 24.1 કરોડ ડોઝ બહુ ઝડપથી ઍક્સપાયર (બરબાદ) થઈ જશે.
એવી શક્યતા છે કે ગરીબ દેશો એ રસીના ડોઝ સ્વીકારી નહીં શકે, જેને ઍક્સ્પાયર થવામાં કમસે કમ બે મહિનાનો સમય પણ બાકી ન હોય.
ડૉ. લિનલે કહે છે, "હું એવું ન કહી શકું કે ધનિક દેશો લાલચુ છે, પણ એવું બની શકે કે તેમને ખબર ન હોય કે કઈ રસી વધુ અસરદાર છે અને એટલે તેમણે ઘણી રસી ખરીદી છે."
પોતાના સંશોધનથી ઍરફિનિટી સરકારોને એ જણાવવા માગે છે કે રસીના સપ્લાયની સમસ્યા નથી અને તેમને જરૂર કરતાં વધુ રસી ખરીદવાની જરૂર નથી.
જોકે સરકારો પાસે વધારે રસી હોય તો એનું દાન કરવું જોઈએ અને ભવિષ્યમાં જરૂર હશે ત્યારે તેમને રસી મળી રહેશે.

હવે શું કરવાની જરૂર છે?

ઇમેજ સ્રોત, Reuters
ડૉ. અગાથા કહે છે, "તેઓ નથી ઇચ્છતા કે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ માટે તેમની તૈયારી ન હોય. રાજકીય દબાણ પણ છે, જો મતદારોને એવું લાગે કે તેમના માટે દેશમાં રસી નથી અને અન્ય દેશોને અપાઈ રહી છે, તો તેઓ નાખુશ થઈ શકે છે."
તો બ્રિટનનું કહેવું છે કે તેમની પાસે રસીનો ભંડાર નથી અને તેમણે ઑસ્ટ્રેલિયા સાથે ચાળીસ લાખ ડોઝ શૅર કરવાનો કરાર કર્યો છે, આ રસી આ વર્ષના અંતે ઑસ્ટ્રેલિયાને ક્વૉટા પ્રમાણે પરત આપી દેવાશે.
સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ વિભાગના એક પ્રવક્તા કહે છે, "બ્રિટનમાં રસીનું પ્રબંધન બહુ ધ્યાનથી કરાઈ રહ્યું છે અને રસી માટે યોગ્ય દરેક વ્યક્તિને જલદી રસી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે."
તો કોવૅક્સ સાથે જોડાયેલાં ઓરેલિયા ગ્યુએન કહે છે કે માત્ર સરકારોનાં પગલાં પૂરતાં નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓ કહે છે, "રસીનિર્માતાઓએ પણ કોવૅક્સ પ્રત્યે પોતાની સાર્વજનિક પ્રતિબદ્ધતાઓને પૂરી કરવી પડશે અને એ દેશો સાથે થયેલા દ્વિપક્ષીય કરારોને આપણે પ્રાથમિકતા આપવી પડશે, જેની પાસે પૂરતી રસી છે."
તેઓ કહે છે કે જો આ સમયે રસીનિર્માતા દર મહિને દોઢ અબજ ડોઝ બનાવે છે, તો સવાલ એ છે કે ગરીબ દેશો પાસે આટલી ઓછી રસી કેમ પહોંચી રહી છે.
"જ્યાં કોવૅક્સની જરૂર સૌથી વધુ છે, ત્યાં સરકારોએ રસીની લાઇનમાં પોતાની જગ્યા કોવૅક્સથી બદલી નાખવી જોઈએ, જેથી આપણને એ રસી જલદી મળી જાય જેનો આપણે ઑર્ડર આપ્યો છે."
બહાર અને તેમના પરિવાર માટે આ માત્ર આંકડો નથી, પણ પરિજનો અને સંબંધીઓના જીવ છે, જે દાવ પર લાગેલા છે.
દર બીજા દિવસે તેમને કોઈ એવી વ્યક્તિની કહાણી સાંભળવા મળે છે, જે હવે આ દુનિયામાં નથી.
જ્યારે યુનિવર્સિટીમાં તેમના મિત્રો રસી ન લેવાની વાત કરતા હતા, ત્યારે તેઓ પહેલાં રસી લેવાનો તર્ક આપતાં હતાં, પણ હવે તેઓ ચર્ચા કરતાં નથી.
"હું હવે વાતને છોડી દઉં છું, પણ જે લોકો પાસે સગવડ છે અને તેનો ઉપયોગ નથી કરતા એ જોઈને દુખ થાય છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












