અફઘાનિસ્તાન : તાલિબાનનું નિશાન પ્રાંતોનાં પાટનગરો પર, શેબેરગાનની જેલ પર કબજો કરી કેદીઓને મુક્ત કર્યાનો દાવો

અફઘાન કમાન્ડો

ઇમેજ સ્રોત, HOSHANG HASHIMI

ઇમેજ કૅપ્શન, અફઘાન સેના માટે આ મોટો ઝાટકો છે. આખા દેશમાં અફઘાન સેના અને તાલિબાન સામસામે છે

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું કહેવું છે કે તેણે એક અન્ય પ્રાંતના પાટનગર પર કબજો કરી લીધો છે.

તાલિબાનનો દાવો છે કે તેણે અફઘાનિસ્તાનના જૉઝજાન પ્રાંતના પાટનગર શેબેરગાન પર કબજો કરી લીધો છે.

અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અફઘાનિસ્તાનની સેના હજી શહેરમાં હાજર છે અને તાલિબાનને જલદી શહેરમાંથી ખદેડી નાખવામાં આવશે

શુક્રવારથી અત્યાર સુધી તાલિબાને અફઘાનિસ્તાનના બીજા પ્રાંતની રાજધાની પર કબજો કર્યો છે. આની પહેલાં પશ્ચિમમાં આવેલા નિમરોઝ પ્રાંત પર તાલિબાને કબજો કર્યો હતો.

અફઘાન સેના માટે આ મોટો ઝાટકો છે. આખા દેશમાં અફઘાન સેના અને તાલિબાન સામસામે છે.

દક્ષિણમાં કુંદુઝ અને લશ્કરગાહમાં પણ ભયંકર લડાઈના સમાચાર આવ્યા હતા.

અમેરિકાની સેના જ્યારથી અફઘાનિસ્તાનથી પાછી ફરી રહી છે ત્યારથી તાલિબાનનું વર્ચસ્વ વધ્યું છે અને હિંસામાં વધારો થયો છે.

છેલ્લાં થોડાંક અઠવાડિયાંમાં તાલિબાને ઝડપથી પગપેસારો કર્યો છે અને દેશના ઘણા વિસ્તારોમાં તેમનો કબજો થઈ ગયો છે.

અફઘાનિસ્તાનના અનેક પ્રાંતની રાજધાનીઓ દબાણમાં છે જેમાં પશ્ચિમમાં આવેલું હેરાત પણ છે અને દક્ષિણમાં આવેલાં કંદહાર અને લશ્કરગાહ શહેરો પણ છે.

ઇમેજ સ્રોત, HOSHANG HASHIMI

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનના અનેક પ્રાંતની રાજધાનીઓ દબાણમાં છે જેમાં પશ્ચિમમાં આવેલું હેરાત પણ છે અને દક્ષિણમાં આવેલાં કંદહાર અને લશ્કરગાહ શહેરો પણ છે.

શેબેરગાન અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રાશિદ દોસ્તમના પ્રભાવવાળો વિસ્તાર છે, તેમના સમર્થકો તાલિબાન સામે લડાઈમાં સાથ આપી રહ્યા છે.

સ્થાનિક મીડિયાનું કહેવું છે કે દોસ્તમના 150 જેટલા સમર્થકો અફઘાન સેનાની મદદ માટે પહોંચ્યા છે.

શુક્રવારે તાલિબાને અફઘાનિસ્તાનની સેના ભયંકર લડાઈ દરમિયાન શહેરમાં આવેલા ગવર્નર કાર્યાલયના કંપાઉન્ડ પર કબજો કર્યો હતો.

જોકે ક્ષેત્રના કાઉન્સિલ ચીફ બાબર એશચીએ બીબીસીને કહ્યું કે તાલિબાને માત્ર આર્મી બેઝને છોડીને આખા શહેર પર કબજો કરી લીધો છે અને લડાઈ હજી ચાલુ છે.

અફઘાનિસ્તાનના સંરક્ષણમંત્રાલયના પ્રવક્તા ફવાદ અમને બીબીસીને કહ્યું કે અફઘાન સેના હજી શહેરમાં હાજર છે અને ઍરપૉર્ટ સહિત અનેક વિસ્તારોમાં સૈનિકો છે. તેમણે ભારપૂર્વક કહ્યું, "શહેરને આતંકવાદીઓથી જલદી મુક્ત કરાવવામાં આવશે."

line

નાગરિકોના જીવ બચાવવા સેના પાછળ હઠી

હેરાતમાં પહેરો ભરતાં અફઘાન સૈનિકો

ઇમેજ સ્રોત, AREF KARIMI

ઇમેજ કૅપ્શન, હેરાતમાં પહેરો ભરતાં અફઘાન સૈનિકો

તેમણે માન્યું કે તાલિબાને શહેરના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો છે અને નાગરિકોના જીવ બચાવવા સૈનિકો પાછળ હઠ્યા છે.

તાલિબાનના અધિકારીઓએ કહ્યું કે તેમણે શેબેરગાન શહેરની જેલ પર કબજો કર્યો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જેલમાંથી સંખ્યાબંધ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાનના અનેક પ્રાંતની રાજધાનીઓ દબાણમાં છે જેમાં પશ્ચિમમાં આવેલું હેરાત પણ છે અને દક્ષિણમાં આવેલાં કંદહાર અને લશ્કરગાહ શહેરો પણ છે.

અફઘાન સેનાનું કહેવું છે કે ડઝનબંધ ઇસ્લામિક લડવૈયાઓ જેમાં વરિષ્ઠ કમાન્ડરો પણ સામેલ છે, તેમને લશ્કરગાહમાં ઠાર મારવામાં આવ્યા છે. તાલિબાને આ વાતને ફગાવી દીધી છે.

અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં આ અઠવાડિયે તાલિબાને રાષ્ટ્રપતિ અશરફ ગનીના પૂર્વ પ્રવક્તાને ગોળી મારી હતી અને સંરક્ષણમંત્રીના ઘર પર બૉમ્બથી હુમલો કર્યો હતો.

તાલિબાનના લડવૈયાઓએ પાડોશી દેશો સાથેની અફઘાનિસ્તાનની સરહદ પરની અગત્યની ચોકીઓ પર કબજો કરી લીધો છે.

પાકિસ્તાન સાથેની સરહદ પણ બંધ કરી દેવાઈ છે અને હિંસાથી નાસી છૂટવા માટે ભાગી રહેલા લોકોનો ત્યાં ભીડ જામી છે.

અમેરિકા અને બ્રિટને અફઘાનિસ્તાનની હિંસાને જોતાં પોતાના નાગરિકોને ત્યાંથી તરત પાછા ફરવાનું સૂચન કર્યું છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો