ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ગલવાનમાં શું થયું હતું? પહેલી વખત ભારતે કહ્યું

ભારત સરકારે પ્રજાસત્તાકદિવસની પૂર્વ સંધ્યાએ ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોની સાથે સંઘર્ષમાં મૃત્યુ પામેલા સૈનિકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
ગત વર્ષે પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં 15/16 જૂન દરમિયાન રાત્રે ચીન અને ભારતીય સૈન્યની વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
ચીને અધિકૃત રીતે એમ નથી કહ્યું કે આ અથડામણમાં તેમના કેટલાં સૈનિક મૃત્ય પામ્યાં હતાં.
ભારત સરકારે આ સંઘર્ષમાં મૃત્યુ પામેલા 16 બિહાર રેજિમેન્ટના કર્નલ સંતોષ બાબુને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કર્યા છે.
આ સંઘર્ષમમાં ભારતનાં 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં, જે પછી બંને દેશોની વચ્ચે સરહદી વિસ્તારમાં તણાવ વધેલો છે.
એ રાત્રે શું થયું હતું?

ઇમેજ સ્રોત, NURPHOTO
ભારત સરકારે પહેલી વખત કહ્યું છે કે એ રાત્રે છેવટે શું થયું હતું. આ પહેલાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને ઘણી ઓછી અધિકૃત જાણકારી મળી હતી.
પરંતુ હવે કર્નલ બાબુને આપવામાં આવતા મહાવીર ચક્ર સાઇટેશનમાં એ વાતનું વિવરણ છે, જ્યારે કર્નલ બાબુએ પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતાની ટુકડીનું નેતૃત્વ કર્યું.
મહાવીર ચક્રના સાઇટેશનમાં લખવામાં આવ્યું છે, "કર્નલ સંતોષ બાબુ 15 જૂન, 2020એ પોતાની ટીમ 16મી બિહાર રેજિમેન્ટનું નેતૃત્વ કરતા થયેલા ઑપરેશન સ્નો લૅપર્ડ હેઠળ દુશ્મનની સામે ઑબ્ઝર્વેશન પોસ્ટ બનાવવાની જવાબદારી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પોતાની ટુકડીને સમજાવતા અને તેમને સંગઠિત કરતા કર્નલ બાબુએ આ કામ પૂર્ણ કરી લીધું. પરંતુ પોતાની પોસ્ટ બચાવતા તેમને દુશ્મન તરફથી ભારતે વિરોધનો સામનો કરવો પડ્યો."
"દુશ્મને જીવલેણ અને અણીવાળાં હથિયારો અને ઉંચાઈ પરથી પથ્થરમારો કર્યો. દુશ્મન સૈનિકોની હિંસક અને આક્રમક કાર્યવાહીની ચિંતા કર્યા વિના કર્નલ બાબુ સર્વિસના પોતાના પહેલા સ્થાન આપવાની સાચી ભાવનાનું ઉદાહરણ આપતા ભારતીય સૈનિકોને પાછળ ધકેલનારાનો વિરોધ કરતા રહ્યા. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા, પરંતુ પોતાના અંતિમ શ્વાસ સુધી ટુકડીનું નેતૃત્વ કરતા રહ્યા."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કર્નલ બાબુની સાથે ભારત સરકારે 16મી બિહાર રેજિમેન્ટના નાયબ સૂબેદાર નુદુરામ સોરેનને વીર ચક્ર (મરણોપરાંત), 81 ફિલ્ડના હવાલદાર પિલાનીને વીર ચક્ર, 3 મીડિયમના હવાલદાર તેજેન્દરસિંહને વીર ચક્ર, 16 બિહારના નાયક દીપક સિંહને વીર ચક્ર (મરણોપરાંત) અને 3 પંજાબના સિપાહી ગુરતેજ સિંહને વીર ચક્ર (મરણોપરાંત) આપવાની જાહેરાત કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ સાથે જ 4 પેરા (એસએફ)ના સૂબેદાર સંજીવ કુમારને કીર્તિ ચક્ર (મરણોપરાંત), 21 આરઆરના મેજર અનુજ સૂદને શૌર્ય ચક્ર (મરણોપરાંત), 6 અસમ રાઇફલ્સના રાઇફલમૅન પ્રણવ જ્યોતિ દાસ અને 4 પેરા (એસએફ)ના પેરાટ્રૂપર સોનમ તેસરિંગ તમાંગને શોર્ય ચક્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારત સરકાર તરફથી ચક્ર સિરીઝને વીરતા પુરસ્કાર તરીકે આપવાના નિર્ણયની સંરક્ષણ નિષ્ણાતોએ ઘણી ગંભીરતાથી લીધી છે.
કારણ કે મહાવીર ચક્ર યુદ્ધકાળમાં દેખાડવામાં આવેલી વીરતા બદલ આપવામાં આવતો પુરસ્કાર છે. આ પહેલાં આ ઍવૉર્ડ 1999માં આપવામાં આવ્યા હતા. જ્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કારગિલમાં યુદ્ધ ચાલી રહ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સંરક્ષણ અને કૂટનૈતિક બાબતોના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર નીતિન ગોખલેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે, "જો કર્નલ સંતોષ બાબુ, જે ગત વર્ષે જૂનના મહિનામાં ગલવાન ઘાટીમાં 19 અન્ય સૈનિકોની સાથે મૃત્યુ પામ્યા હતા, તેમને મહાવીર ચક્ર (બીજો સૌથી મોટો વીરતા પુરસ્કાર) મળે છે, તો એ સ્પષ્ટ છે કે ભારત લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા સંઘર્ષને યુદ્ધની જેમ લઈ રહ્યું છે."
"આ પહેલાં શૌર્ય દેખાડનારને ચક્ર સિરીઝના પુરસ્કાર કારગિલ યુદ્ધના સમયે 1999માં આપવામાં આવ્યા હતા."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












