ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો, 740 અબજ ડૉલરના ડિફેન્સ બિલ પર વીટો પાવર ફગાવાયો

ઇમેજ સ્રોત, Reuters
ફ્લૉરિડામાં પત્ની મેલાનિયા સાથે રજાઓ ગાળી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ વ્હાઇટ હાઉસ પરત આવી જવું પડ્યું છે.
અમેરિકાની કૉંગ્રેસે રક્ષા ખર્ચ ફંડ બિલ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના વીટોને રદ કરી દીધો છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પના કાર્યકાળમાં આવું પહેલી વાર થયું છે.
રિપબ્લિકન પાર્ટીના આધિપત્યવાળી સૅનેટે નવા વર્ષના એક દિવસ અગાઉ એક દુર્લભ સત્ર આયોજિત કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી.
અમેરિકન કૉંગ્રેસના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રિઝિન્ટિવમાં આની પર પહેલાં જ મતદાન થઈ ચૂકયું હતું.
740 અબજ ડૉલરના આ બિલ થકી આવનારા એક વર્ષ માટે અમેરિકાની રક્ષા નીતિ પર ખર્ચ થવાનો હતો.
થોડા જ સમયમાં પદ છોડી રહેલા ટ્રમ્પે બિલની કેટલીક જોગવાઈઓનો વિરોધ કર્યો હતો.
સૅનેટે 81-13ના મતવિભાજનથી નેશનલ ડિફેન્સ ઑથોરાઇઝેશન ઍક્ટ પસાર કર્યો. રાષ્ટ્રપતિનો વીટો પાવર લઈ લેવા માટે બે-તૃતિયાંશ બહુમતી અનિવાર્ય છે.
આ ઘટનાક્રમ નવી કૉંગ્રેસની શપથવિધિના બે દિવસ અગાઉ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બિલમાં અફઘાનિસ્તાન અને યુરોપમાંથી અમેરિકન સૈનિકોને હઠાવવાની સંખ્યા સીમિત કરનારી કેટલીક નીતિઓનો રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિરોધ કર્યો હતો.
તેઓ સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી નક્કી કરવાની જોગવાઈને પણ બિલમાંથી હઠાવવા માગતા હતા.
ચર્ચા શરૂ થઈ તે અગાઉ સદનમાં રિપબ્લિકન નેતા મિચ મૈક્કનેલે કહ્યું હતું કે તેઓ ખરડો પસાર થવાને લઈને આશ્વસ્ત છે.

કૉંગ્રેસે આ પગલું કે ભર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકોની હાજરી ખર્ચાળ અને બિનઅસરકારક છે.
કૉંગ્રેસમાં પસાર થયેલા વિધેયકને કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિની સહી અનિવાર્ય છે.
અમુક પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ વિધેયક પર સહી નથી કરતા અથવા તો તેને વીટો કરી દે છે. આવું નીતિગત બાબતોમાં મતભેદને લીધે થાય છે.
પરંતુ, સદનના સભ્યો બે ગૃહોમાં બે-તૃતિયાંશથી વધારે બહુમતથી વિધેયક પસાર કરીને રાષ્ટ્રપતિના વીટો પાવરને રદ કરી શકે છે અને વિધેયકને કાયદો બનાવી શકે છે.
કૉંગ્રેસમાં ડૅમોક્રેટ પાર્ટીનાં સૌથી શક્તિશાળી સભ્ય અને હાઉસના સ્પીકર નેન્સી પલોસીએ કહ્યું છે કે ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે આ વિધેયકને વીટો કર્યું હતું. એમના સલાહકારોએ એમને વિધેયકની વિરુદ્ધ ન જવા ચેતવણી પણ આપી હતી.
આની અગાઉ ટ્રમ્પે 8 વિધેયકો પર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે અને તે તમામ વીટો પ્રભાવક હતા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. એ જ દિવસે ડૅમોક્રેટ પાર્ટી નેતા અને 2020ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના વિજેતા જો બાઇડન શપથ લેશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












