મૅરી બોનાપાર્ટ : મહિલાઓનાં ચરમસુખ પર રિસર્સ કરનારાં રાજકુંવરી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનાલિયા લોરોન્તે
- પદ, બીબીસી સંવાદદાતા
મૅરી બોનાપાર્ટને કેટલાક લોકો માટે મહિલા કામુકતા વિશે અધ્યયન કરનારાં અગ્રણી ચેહરો ગણતા હતા. જ્યારે અમુક લોકો માટે એક ધનિક મહિલા હતાં જેમનો સંપર્ક તે સમયના મોભાદાર લોકો સાથે હતો.
પરંતુ વાસ્તવિકતા એ છે કે ફ્રાન્સના પૂર્વ સમ્રાટ નેપોલિયનનાં ભત્રીજી અને ડ્યૂક ઑફ ઍડિનબરા પ્રિન્સ ફિલિપનાં કાકી મૅરી બોનાપાર્ટ (1882થી 1962) પર મોટાભાગના ઇતિહાસકારોની નજર નહોતી ગઈ.
રાજકુમારી મૅરી બોનાપાર્ટને સેક્સ દરમિયાન મહિલાઓના ચરમસુખ અને તેમની માનસિક સ્થિતિના વિશ્લેષણમાં વધારે રસ હતો.
એટલે તેમણે અભ્યાસ કર્યો અને સમય આવ્યો ત્યારે તેમણે સિગ્મંડ ફ્રૉઇડને પણ બચાવ્યા હતા.
પરંતુ આ બધાં કરતાં મહત્ત્વપૂર્ણ એ હતું કે તેઓ પોતાના જમાનામાં એક આઝાદ ખયાલનાં મહિલા હતાં.
તેમનાં જીવન પર પુસ્તક લખનારાઓ તેમને એક દિલચસ્પ મહિલા ગણતા હતા.
તેઓ એક એવાં મહિલા હતાં, જે વૈજ્ઞાનિકોની સાથે એટલી જ સરળતાથી હળીમળી જતાં જેટલી સારી રીતે રાજરિવારમાં સંબંધો નિભાવતાં હતાં.
તેઓ હંમેશાં સેક્સમાં મહિલાઓનાં સુખ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબો શોધતાં રહ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રાજકુમારી મૅરી બોનાપાર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
મૅરી બોનાપાર્ટનો જન્મ પેરિસના જાણીતા અને ધનિક પરિવારમાં થયો હતો. તેઓ મૅરી-ફેલિક્સ તથા ફ્રાન્સના રાજકુમાર રોલૅન્ડ નેપોલિયન બોનાપાર્ટનાં પુત્રી હતાં.
તેમના દાદા ફ્રાંસ્વા બ્લાંક એક જાણીતા વેપારી હતા અને કસીનો મૉન્ટે કાર્લોના સંસ્થાપક હતા.
જોકે, મૅરીનું જીવન બાળપણથી જ દુખથી ભરેલું રહ્યું હતું. જન્મના સમયે તેઓ મરતાં મરતાં બચ્યાં. તેમના જન્મના એક મહિનામાં જ તેમનાં માતાનું અવસાન થઈ ગયું હતું.
બાળપણમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેઓ એકલતા અનુભવતાં રહ્યાં.
ન કોઈ મિત્ર, ન કોઈ ભાઈ-બહેન. એવામાં તેઓ પોતાનાં પિતા સાથે વધારે સમય રહેતાં. તેમના પિતા માનવવિજ્ઞાની અને ભૂગોળશાસ્ત્રી હતા. કહેવાય છે કે તેઓ પોતાનાં દાદીથી બહુ ડરતાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નાની ઉંમરથી જ તેઓ વિજ્ઞાન, સાહિત્ય અને લેખનની સાથેસાથે પોતાનાં શરીર સાથે જોડાયેલા પ્રશ્નો પૂછતાં રહેતાં.
એક દિવસ મૅરીનું ધ્યાન રાખનારાં મહિલાઓમાંથી એક 'મિમઉ'એ તેમને હસ્તમૈથુન કરતાં જોયાં.
1952માં મૅરીએ પોતે પોતાની ડાયરીમાં આ ઘટના વર્ણવતાં લખ્યું, "આ પાપ છે, આ સ્વીકાર્ય નથી. જો તેં આ કર્યું તો તું મરી જઈશ."
પોતાના લેખ "ધી થિયરી ઑફ ફિમેલ સેક્સુઆલિટી ઑફ મૅરી બોનાપાર્ટ: ફૅન્ટેસી ઍન્ડ બાયૉલૉજી"માં નીલ થૉમ્પસન લખે છે, પોતાની ડાયરીમાં બોનાપાર્ટે દાવો કર્યો છે કે આઠ કે નવ વર્ષની ઉંમરમાં તેમણે હસ્તમૈથુન છોડી દીધું હતું કારણ કે મિમઉની ચેતવણી પછી તેમને ડર હતો કે કામુકતાના આનંદની શોધમાં મૃત્યુ થઈ જશે."
મૅરીની અંદર નાની ઉંમરથી જ વિદ્રોહનાં બીજ રોપાઈ ગયાં હતાં અને તેઓ એ વાત માનવા માટે તૈયાર નહોતાં કે મહિલાઓ કોઈને પણ આધીન હોય છે.

મહિલા પુરુષમાં ભેદ

ઇમેજ સ્રોત, Getty Images
કિશોરાવસ્થામાં તેમણે અંગ્રેજી અને જર્મન ભાષાનો અભ્યાસ શરૂ કરી દીધો પરંતુ તેમનાં દાદી અને તેમનાં પિતાએ અચાનક તેમને પરીક્ષા આપવાથી રોકી દીધાં.
થૉમ્પસન પ્રમાણે આના માટે મૅરી પોતાને દોષ આપતાં હતાં. આ વિશે તેમણે લખ્યું, "મારું નામ, મારો રૅન્ક અને મારું ભાગ્ય! ખાસ કરીને મારા સૅક્સ પર ધિક્કાર છે કારણ કે જો હું છોકરો હોત, તો એ લોકો મને પ્રયાસ કરવાથી ન રોક્યો હોત."
તે સમયમાં મહિલા અને પુરુષને જૅન્ડરના આધાર પર નહીં પરંતુ સેક્સના આધાર પર જોવામાં આવતાં.
20 વર્ષનાં થયાં તે પહેલાં સેક્સ વિશે મૅરીના વિચારો એકદમ અલગ હતા, તે વખતે તેમનું અફેર પોતાના પિતાના સહાયકની સાથે હતું. જે વિવાહિત હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમના માટે આ અફેર એક રીતે સ્કૅન્ડલમાં ફેરવાઈ ગયું અને તેનો અંત બ્લૅકમેલિંગ અને અપમાન સાથે થયો.
મૅરીના પિતા ગ્રીસ અને ડેનમાર્કના રાજકુમાર પ્રિન્સ જ્યૉર્જ (1869 થી 1957)ને જમાઈના રૂપમાં જોવા ઇચ્છતા હતા.
જેથી તેમણે મૅરીની મુલાકાત તેમની સાથે કરાવવાનું વિચાર્યું. પ્રિન્સ જ્યૉર્જ મૅરી કરતાં 13 વર્ષ મોટા હતા.

લગ્નમાં ઉદાસીનતાથી બચવા માટે પ્રેમની ખોજ

ઇમેજ સ્રોત, Getty Images
મૅરી તેમની સાથે લગ્ન માટે તૈયાર થઈ ગયાં અને 12 ડિસેમ્બર 1907માં ઍથેન્સમાં બંનેનાં લગ્ન થયાં.
આ લગ્નથી તેમને બે પુત્ર થયા, પ્રિન્સ યૂજીન અને પ્રિન્સ પીટર, પરંતુ બંનેનાં લગ્નમાં બધું સમુંસૂતરું નહોતું.
જોકે બંનેનાં લગ્ન પચાસ વર્ષ સુધી ચાલ્યાં પરંતુ મૅરીને જલદી સમજાઈ ગયું કે તેમના પતિ ભાવનાત્મક રૂપથી તેમની સાથે નહીં પરંતુ પોતાના કાકા ડેનમાર્કના રાજકુમાર પ્રિન્સ વ્લાદિમીર સાથે જોડાયેલા છે.
મૅરીએ હવે પોતાના માટે પ્રેમની ખોજ પોતે કરવાનો નિર્ણય કર્યો હતો, તેમને ડર હતો કે તેમનું જીવન ઉદાસીન ન થઈ જાય.
એવામાં મૅરીને પોતાના જીવનની આ સમસ્યાનું સમાધાન અભ્યાસમાં દેખાયું.

મહિલાઓની કામુકતા વિશે અધ્યયન

ઇમેજ સ્રોત, Getty Images
જ્ઞાન મેળવવાની તેમની મહેચ્છા અને મહિલા કામુકતા તથા સુખને સમજવાની તેમની ઇચ્છાએ તેમને અભ્યાસ તરફ વાળ્યાં.
વર્ષ 1924માં તેમણે એઈ નરજાનીના ઉપનામ નામથી એક લેખ લખ્યો જેનું શીર્ષક હતું, "નોટ્સ ઑન ધી ઍનાટૉમિકલ કૉઝેઝ ઑફ ફ્રિજિડિટી ઇન વિમેન" એટલે મહિલાઓમાં ઉદાસીનતાનાં શારીરિક કારણો.
અમેરિકાના જૉર્જિયામાં સ્થિત ઇમોરી યુનિવર્સિટીમાં બિહૅવોરિયલ ન્યૂરોઍન્ડોક્રાઇનોલૉજીના પ્રોફેસર કિમ વૉલેન કહે છે, "તેઓ એ વાતથી પરેશાન હતાં કે કોઈની પણ સાથે સેક્સ કરવાથી તેમને ચરમસુખ નહોતું મળ્યું. તેઓ એ વાત માનવા માટે તૈયાર નહોતાં કે મહિલાઓને માત્ર હસ્તમૈથુનથી જ ચરમસુખ મળી શકે છે."
મૅરી બોનાપાર્ટનું માનવું હતું કે કોઈ વ્યક્તિ સાથે સેક્સ કરવાથી જો મહિલાને ચરમસુખ ન મળતું હોય તો આ એક શારીરિક સમસ્યા હોઈ શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તેમણે આને સમજવા માટે એક થિયરી બનાવી- મહિલાની વજાઇના (યોનિ) અને ક્લિટરિસ (ભગ્નશિશ્ન) વચ્ચે અંતર જેટલું ઓછું હશે સેક્સ દરમિયાન ચરમસુખ મેળવવાની શક્યતા એટલી વધારે હશે.
પોતાના થિસીસ પર કામ કરવા માટે તેમણે 1920માં પેરિસમાં 240 મહિલાઓની વજાઇના અને ક્લિટરિસ વચ્ચેનું અંતર માપ્યું હતું.
પ્રોફેસર વૉલેને ડૉક્ટર એલિઝાબેથ લૉઇડની સાથે મળીને મૅરી બોનાપાર્ટના સંશોધન પર અધ્યયન કર્યું છે.
તેમનું કહેવું છે, "તેમના પ્રકાશિત સંશોધન પ્રમાણે, આ ડેટા વ્યવસ્થિત રીતે ભેગો કરવામાં નથી આવ્યો પરંતુ વાસ્તવિક રૂપમાં એ સમયે ભેગો કરવામાં આવ્યો જ્યારે આ મહિલાઓ પોતાના ડૉક્ટરને મળવા ગયાં હતાં."
બંને જાણકારો પ્રમાણે, "મૅરીએ સૅમ્પલને ત્રણ ભાગોમાં વહેંચ્યાં. જોકે તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે આ તારણ પર પહોંચવાનો આધાર શું હતો."

મૅરીની થિયરીમાં શું ખોટ હતી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ઇન્ડિયાના યુનિવર્સિટીનાં હિસ્ટ્રી ઍન્ડ ફિલોસૉફી ઑફ સાઇન્સ વિભાગમાં પ્રોફેસર ડૉક્ટર લૉઇડ કહે છે, " મૅરી બોનાપાર્ટનું હાઇપોથિસીસ રસપ્રદ હતું. તેમણે એ સિદ્ધાંતને આગળ વધાર્યો કે મહિલાઓનાં શરીરની સંરચના જુદીજુદી રીતે થઈ છે અને આને કારણે તેઓ સેક્સ દરમિયાન અલગઅલગ પ્રતિક્રિયાનો અનુભવ કરે છે."
જોકે તેઓ કહે છે કે મૅરીએ પોતાની થિયરીમાં મહિલાઓના શરીરની બનાવટ પર વધારે ભાર મૂક્યો અને માનસિક રીતે મહિલાઓની પરિપક્વતાની અવગણના કરી હતી.
તે સમયમાં મહિલાઓને માનસિક રીતે બીમારી હોવા અથવા ઉદાસીન હોવા જેવી નકારાત્મક વાતોને ધ્યાને લેવામાં નહોતી આવી.
પોતાનાં હાઇપોથિસીસનાં આધારે મૅરી માનતાં હતાં કે જો મહિલા ઑપરેશન દ્વારા પોતાનાં વજાઇના અને ક્લિટરિસનું અંતર ઘટાડી લે તો સેક્સ દરમિયાન તેમને ચરમસુખ મળી શકે છે. પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે મૅરી આ બાબતમાં પૂર્ણ રીતે ખોટાં સાબિત થયાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
પ્રોફેસર વૉલેન કહે છે, "મહિલાઓની આ સર્જરી કોઈ આપદાથી કમ નહોતી. અમુક મહિલાઓને સેન્સેશન બિલ્કુલ ખતમ થઈ ગયું પરંતુ મૅરીને પોતાની થિયરી પર એટલો ભરોસો હતો કે તેમણે પોતે પણ આ સર્જરી કરાવી હતી. જોકે આનાથી તેમને કોઈ લાભ થયો ન હતો."
પરંતુ મૅરીએ હાર નહોતી માની, તેમણે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત આ સર્જરી કરાવી હતી.
ડૉ લૉઇડ કહે છે, "જ્યારે ક્લિટરિસની નસો કાપી દેવામાં આવે છે ત્યારે ત્યાં સંવેદનશીલતા વધવાને બદલે ઘટી જાય છે કારણકે કેટલીક મહત્ત્વપૂર્ણ નસો કપાઈ જાય છે."
તેઓ કહે છે, "મૅરી માનતાં હતાં કે કોઈ સાથે સેક્સ દરમિયાન ચરમસુખ મેળવવા માટે મહિલાઓની સર્જરી એકમાત્ર રસ્તો છે."

સિગ્મંડ ફ્રૉઇડ સાથે ગાઢ મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images
આ બધું થયું પરંતુ તેમણે હાર ન માની અને જાતીય હતાશા અને સેક્સમાં મુશ્કેલીના પોતાના પ્રશ્નોના જવાબ શોધવાનું ચાલુ રાખ્યું.
વર્ષ 1925માં તેઓ એક ચર્ચિત મનોવિશ્લેષક ને મળવા વિયેના ગયાં. જેમની પેરિસના મેડિકલ ક્ષેત્રમાં ઘણી ચર્ચા હતી અને તેઓ એટલે સિગ્મંડ ફ્રૉઇડ.
થૉમ્પસન પોતાના લેખમાં લખે છે, "ફ્રૉઇડમાં તેમને એવી વ્યક્તિ મળી જેમને તેઓ શોધતાં હતાં, એક એવી વ્યક્તિ જેમને તેઓ પ્રેમ કરી શકતાં હતાં અને તેમની સાથે કામ પણ કરી શકતાં હતાં."
મૅરી બોનાપાર્ટ તેમના દર્દી બની ગયાં અને મૅરીને મનોવિશ્લેષણમાં રસ પડવા લાગ્યો અને બંને સારા મિત્રો બની ગયાં. પછી મૅરી તેમનાં વિદ્યાર્થી બની ગયાં.
સ્વિટ્ઝરલૅન્ડની યુનિવર્સિટી ઑફ લુઝેનમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર રેમી અમોરૉક્સ કહે છે, "તેઓ ફ્રાંસના મહિલા હતાં જેમણે મનોવિશ્લેષણનું અધ્યયન કર્યું અને તે પણ ફ્રૉઇડની સાથે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
તેઓ કહે છે, "ફ્રૉઇડને પણ તેમની સાથે સમય પસાર કરવાનું ગમતું હતું કારણકે ન તો એક 'ખતરનાક મહિલા' હતાં અને ન કોઈ શિક્ષણવિદ. જ્યારે બંને મળ્યાં ત્યારે ફ્રૉઇડ 70 વર્ષના હતા અને મૅરી એક રસપ્રદ, બુદ્ધિશાળી અને ધનિક પરિવારનાં મહિલા હતાં જે તેમની સાથે ચર્ચા કરી શકતાં હતાં."
આગળ ચાલીને મૅરી મનોવિશ્લેષણમાં એક જાણીતું નામ બની ગયાં. એક રાજકુમારીના રૂપમાં તેઓ પોતાની આધિકારિક ડાયરીમાં પોતાના દર્દીઓ વિશે લખવામાં સફળ રહ્યાં હતાં.
પરંતુ જ્યારે ઑસ્ટ્રિયા પર જર્મનીના નાઝીઓએ હુમલો કર્યો ત્યારે નસીબ બદલ્યું. તેમણે એ સમયે ફ્રૉઇડનો જીવ બચાવ્યો હતો.
પોતાના પૈસા અને પ્રભાવ વાપરીને મૅરીએ ફ્રૉઇડ અને તેમના પરિવારને વિયેનાથી કાઢીને લંડન પહોંચાડ્યો, જ્યાં તેમણે પોતાના જીવનનાં છેલ્લાં વર્ષો વીતાવ્યાં.
1938માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સિગ્મંડ ફ્રૉઇડે કહ્યું, "જ્યારે હું 82 વર્ષનો હતો ત્યારે મેં વિયેનામાં પોતાનું ઘર છોડી દીધું."
"તે વખતે જર્મનીએ વિયેના પર હુમલો કર્યો હતો. હું ત્યાંથી ઇંગ્લૅન્ડ આવી ગયો હતો અને આશા કરું છું કે અહીંના આઝાદ વાતાવરણમાં અંતિમ શ્વાસ લઈશ."

એક આઝાદ ખયાલનાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images
વ્યાવસાયિક પરિપક્વતાથી જ અંતે મૅરી બોનાપાર્ટ મહિલા કામુકતા પર પોતાના જ સિદ્ધાંતનો વિરોધ કરવા માટે પ્રેરિત થયાં હતાં.
પ્રોફેસર વૉલેન કહે છે, "મૅરીએ પોતાના સિદ્ધાંતોને પૂર્ણ રીતે નકારી દીધા હતા."
તેઓ કહે છે, "1950માં તેમનું પુસ્તક 'ફીમેઇલ સેક્સુઆલિટી', એમાં તેમણે પોતાના જ અધ્યયનના સિદ્ધાંતને પૂર્ણ રીતે નકારી કાઢ્યો હતો."
તેઓ કહે છે, "આમાં તેમણે કહ્યું કે સેક્સમાં મહિલાઓના ચરમસુખ મેળવવાનો સંબંધ તેમના શરીરની બનાવટ સાથે નથી, આનો સંબંધ મનોવૈજ્ઞાનિક કારણો સાથે કામ કરે છે. તે સમયે તેમને મનોવિશ્લેષણનું કામ કરતાં 25 વર્ષ વીતી ગયાં હતાં."
પ્રોફેસર વૉલેન માને છે કે "મૅરી બોનાપાર્ટ એક ક્રાંતિકારી મહિલા હતાં. તેઓ કહે છે કે પછી તેમનું મન બદલાઈ ગયું પરંતુ હું માનું છું કે તેમનું વાસ્તવિક અધ્યયન ઉલ્લેખનીય હતું."
પ્રોફેસર ડૉ લૉઇડ માને છે, "મૅરી બોનાપાર્ટ આકર્ષક વ્યક્તિત્વનાં મહિલા હતાં. તેમનું જીવન દુખોથી ભરાયેલું રહ્યું પરંતુ તેઓ મારા માટે હિરોઇન જેવાં હતાં."
તેઓ કહે છે, "તેઓ પોતાના શરીરથી ખુશ નહોતાં અને મહિલા સેક્સુઆલિટીના મામલામાં પોતાના સમયથી ઘણાં આગળ હતાં."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 7
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો