કુલભૂષણ જાધવ કેસ : ફાંસી અટકવાની શક્યતા, પાકિસ્તાન માનવઅધિકાર પંચે કરી આવી વાત

કુલભૂષણ જાધવ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાનના માનવઅધિકાર પંચના ચૅરમૅન મહેંદી હસનનું કહેવું છે કે કુલભૂષણ જાદવને ફાંસી આપવામાં ન આવે તથા એમની અદલા-બદલી ભારતની જેલમાં કેદ કોઈ પાકિસ્તાની નાગરિક સાથે થાય એવી સંભાવના છે.

પાકિસ્તાને બુધવારે કહ્યું હતું કે કુલભૂષણ જાદવે એમની ફાંસી વિરુદ્ધ અપીલ કરવાનો ઇન્કાર કરી દીધો છે.

પાકિસ્તાનની કેદમાં રહેલા કુલભૂષણ જાદવને પાકિસ્તાનની સરકાર ભારતનો જાસૂસ ગણાવે છે. જોકે, ભારતનું કહેવું છે કે તે નૌસેનાના પૂર્વ અધિકારી છે અને બિઝનેસમૅન છે.

પાકિસ્તાનના માનવઅધિકાર પંચના ચૅરમૅન મહેંદી હસને લાહોરથી બીબીસી સાથે ફોન પર વાત કરી. એમણે કહ્યું કે કુલભૂષણ જાદવને ફાંસી ન આપવાની માગ પાકિસ્તાનમાં પણ અનેક લોકોએ કરી છે.

મહેંદી હસને કહ્યું કે કુલભૂષણની ફાંસીની સજા રોકવા એમના વતી રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો ભારતને અધિકાર છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાદવની દયાઅરજી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પાસે પૅન્ડિંગ છે.

કુલભૂષણ જાદવ ફાંસી સામે અપીલ નથી કરવા માગતા એવો પાકિસ્તાનનો દાવો ભારતે ફગાવી દીધો છે. ભારતે કહ્યું કે આ દાવો પાકિસ્તાન છેલ્લા ચાર વર્ષથી જે રમત રમી રહ્યું છે એનો જ એક ભાગ છે.

ભારતનું કહેવું છે કે પાકિસ્તાને કુલભૂષણ જાદવને ફેરવિચારણાની અરજી નહીં કરવા માટે મજબૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે 2017માં કુલભૂષણ જાદવને પાકિસ્તાનની લશ્કરી અદાલતે જાસૂસી અને અન્ય કેસોમાં ફાંસીની સજા સંભળાવી હતી.

ભારતે કુલભૂષણ જાદવના કેસમાં ઇન્ટરનેશનલ કૉર્ટ ઑફ જસ્ટિસમાં અપીલ કરી એમને મુક્ત કરવાની માગ કરી હતી.

line

ભારતના દૂતાવાસને પણ અપીલ કરવાનો અધિકાર

કૂલભૂષણ જાધવનો પરિવાર

ઇમેજ સ્રોત, PAKISTAN FOREIGN OFFICE

ઇમેજ કૅપ્શન, કૂલભૂષણ જાધવનો પરિવાર

આંતરરાષ્ટ્રીય અદાલતે સુનાવણી બાદ પાકિસ્તાનને કહ્યું હતું કે તે કુલભૂષણ જાદવની ફાંસીની સજા પર ફેરવિચારણા કરે અને એમને તરત જ કૉન્સ્યુલર એકસેસ આપે.

એ પછી ભારતના હાઈકમિશનના અધિકારીઓની કુલભૂષણ જાદવ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. જોકે, ભારતે કહ્યું હતું કે એ મુલાકાતમાં અનેક અડચણો ઊભી કરવામાં આવી હતી.

પાકિસ્તાનના માનવઅધિકાર પંચના ચૅરમૅનનું કહેવું છે કે ભારતીય નાગરિક કુલભૂષણ જાદવ તરફથી અપીલ દાખલ કરવાના ભારતના અધિકાર વિશે પાકિસ્તાનના અનેક કાનૂનવિદોએ પોતાનો મત આપ્યો છે.

ફેરવિચારણા અરજી કુલભૂષણ જાદવ પોતે, એમનો કોઈ કાનૂની પ્રતિનિધિ કે ઇસ્લામાબાદ સ્થિત ભારતનું દૂતાવાસ કરી શકે છે.

પાકિસ્તાનનો દાવો છે કે ભારત ફેરવિચારણાની અરજી દાખલ કરવા નથી માગતું. જો પાકિસ્તાનની વાત માનીએ તો ભારત એવું કેમ નથી કરવા માગતું એ વિશે મહેંદી હસનનું કહેવું છે કે, મને લાગે છે કે ભારત આ મુદ્દો પૅન્ડિંગ રાખવા માગે છે. પણ એનું કારણ શક્ય છે કે ત્યાં સુધી મામલો ઠંડો પડી ગયો હોય અને દેશમાં આને લઈને ભાવનાશીલ વાતાવરણ ઓછું થઈ ગયું હોય.

એમણે કહ્યું કે આ સ્થિતિમાંથી કોઈને કોઈ રસ્તો કાઢી શકાય એમ છે.

મહેંદી હસનનું કહેવું છે કે માનવઅધિકાર કાર્યકર હોવાને નાતે તેઓ કોઈ પણ પ્રકારની ફાંસીની વિરુદ્ધ છે.

line

અત્યાર સુધીનો ઘટનાક્રમ

કૂલભૂષણ જાધવ

કુલભૂષણ જાધવ વિશે પાકિસ્તાનનો દાવો છે કે તેઓ ભારતીય નૌસેનાના અધિકારી છે અને તેમની ધરપકડ 2016માં પાકિસ્તાનના બલૂચિસ્તાનમાંથી કરવામાં આવી હતી.

લાંબા સમયથી પાકિસ્તાન ભારત પર એ આરોપ મૂકી રહ્યું છે કે તે બલૂચિસ્તાનમાં સક્રિય ચરમપંથી સંગઠનોને મદદ કરે છે. ભારત આ આરોપોને નકારે છે.

કુલભૂષણ જાધવ બાબતે ભારતનું કહેવું છે કે તેઓ ભારતના એક સેવાનિવૃત્ત અધિકારી છે અને એમના બિઝનેસના કામ માટે ઈરાન ગયા હતા. પાકિસ્તાન-ઈરાન સરહદેથી એમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ધરપકડ પછી પાકિસ્તાનની સેના અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો અને 2017માં એમને જાસૂસી સહિત અન્ય આરોપોમાં દોષી ઠેરવી ફાંસીની સજા સંભળાવવામાં આવી.

આ નિર્ણયની સામે ભારતે મે 2017માં આંતરરાષ્ટ્રીય અદાલતમાં અપીલ કરી અને માગ કરી કે કુલભૂષણ જાધવની સજા રદ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે.

આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતની એ માગને તો ઠુકરાવી દીધી, પરંતુ પાકિસ્તાનને આદેશ કર્યો કે તે ભારતને કુલભૂષણ જાધવને કૉન્સ્યુલર એકસેસ આપે અને સજા વિશે ફેરવિચારણા કરે.

આંતરરાષ્ટ્રીય અદાલતે જ્યાં સુધી ફેરવિચારણા અરજી પર નિર્ણય ન આવે, ત્યાં સુધી ફાંસી નહીં કરવાનું પણ કહ્યું હતું.

હવે ત્યાંથી આ કેસ ફેરવિચારણાની અરજીની દિશામાં આગળ જઈ રહ્યો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો