કોરોના વાઇરસની જેમ મહામારી લાવી શકતા નવા વાઇરસની ચીનમાં શોધ

ડુક્કરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માઇકલ રૉબર્ટસ
    • પદ, હેલ્થ ઍડિટર, બીબીસી ન્યૂઝ ઑનલાઇન

ચીનના વિજ્ઞાનીઓએ ફ્લૂના વાઇરસની વધુ એક જાત શોધી કાઢી છે, જે ભવિષ્યમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

સંશોધકોનું કહેવું છે કે ફ્લૂના વાઇરસની આ ઉપજાતિ તાજેતરમાં ડુક્કરોમાં જોવા મળી છે, પરંતુ તે મનુષ્યોને પણ અસર કરી શકે છે.

વૈજ્ઞાનિકોને આશંકા છે કે ફ્લૂની આ જાત તેનું સ્વરૂપ બદલશે, જે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ફેલાશે અને વૈશ્વિક મહામારીને જન્મ આપી શકે છે.

આનાથી હાલ તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો તેનો ચેપ માણસોને લાગે તેવાં 'દરેક લક્ષણ' તેનામાં હોય તેની ઉપર ચાંપતી નજર રાખવાની જરૂર છે, કારણ કે આ નવીન વાઇરસ છે અને તેના પ્રત્યે ઇમ્યુનિટી નથી અથવા નહિવત્ હશે.

ડુક્કરમાં જોવા મળતા વાઇરસ ઉપર નજર રાખતા તથા તેને નિયંત્રિત કરવા ઉપર નજર રાખતા 'નેશનલ એકૅડેમી ઑફ સાયન્સીઝ'ના જનરલમાં વિજ્ઞાનીઓએ આ વાતને ટાંકી છે.

ડુક્કરો અને તેમના ઉછેર-વેચાણ સંબંધિત ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો ક્ષેત્રે તે સંશોધન કરે છે.

line

મહામારીની આશંકા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કોરોના વાઇરસનો અંત આણવા માટે સંઘર્ષરત વિશ્વની સામે લડવા માટે ઇન્ફ્લુએન્ઝાની આ 'ખરાબ' ઉપજાતિને નિષ્ણાતો જોખમોની યાદીમાં ટોચ ઉપર જુએ છે એને તેની ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

આ પહેલાં વર્ષ 2009માં વિશ્વમાં ડુક્કર દ્વારા ફેલાતા સ્વાઇન ફ્લૂએ દેખા દીધા હતા. અગાઉ જેટલી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી, તેની સરખામણીમાં તે ઓછો ઘાતક નિવડ્યો હતો, કારણ કે વૃદ્ધોમાં તેની સામેની પ્રતિરોધક ક્ષમતા હતી.

વર્ષો અગાઉ સમાન પ્રકારના અન્ય પ્રકારના ફ્લુના વાઇરસ ફેલાયા હતા, જેના કારણે કદાચ વૃદ્ધોમાં આ વાઇરસ સામેની ઇમ્યુનિટી કેળવાઈ ગઈ હતી.

એ વાઇરસને A/H1N1pdm09 તરીકે ઓળખવામાં આવ્યો હતો. અનેક દેશોમાં તેને ફ્લુની વાર્ષિક વૅક્સિનમાં સામેલ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને નાગરિકોને તેની સામે રક્ષણ મળી રહે.

ચીનમાં જોવા મળેલી ફ્લુ વાઇરસની નવી ઉપજાતિએ 2009ના સ્વાઇન ફ્લુ જેવી જ છે, પરંતુ તેમાં અમુક પરિવર્તન જોવા મળ્યા છે, પરંતુ હજુ તે એટલાં જોખમી નથી.

પ્રોફેસર કિન-ચાઉ અને તેમના સાથી તેનો અભ્યાસ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે આની ઉપર ચાંપતી નજર રાખવી જરૂર છે.

વાઇરસ કેટલો ચિંતાજનક?

કોરોના વાઇરસ માટે પરીક્ષણની તૈયારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના વાઇરસના ચેપને ચકાસવા માટે તાપમાન ચેક કરી રહેલો આરોગ્ય કર્મચારી

આ વાઇરસને સંશોધકોએ G4 EA H1N1 એવું નામ આપ્યું છે અને માનવીની શ્વાસનળીમાં તે અનેકગણી ઝડપે વૃદ્ધિ કરી શકે છે.

ડુક્કરના વ્યવસાય સાથે સંકળાયેલાઓ પર વર્ષ 2011થી 2018ના ડેટાનો તપાસ કરતા આ ઇન્ફૅક્શનના પુરાવા જોવા મળ્યાં હતાં. હાલની ફ્લુ વૅક્સિનથી તેની સામે સંરક્ષણ મળતું હોય તેમ નથી લાગતું.

યુ.કે.ની નૉટિંગહામ યુનિવર્સિટી સાથે સંકળાયેલા પ્રોફેસર કિન-ચાંઉ ચેંગના કહેવા પ્રમાણે, "હાલમાં આપણું ધ્યાન કોરોના ઉપર કેન્દ્રિત છે અને તે બરાબર પણ છે, પરંતુ આપણે સંભવિત ભયાનક વાઇરસ ઉપરથી નજર ન હઠાવવી જોઇએ."

થિયરી મુજબ, ફ્લુની મહામારી ગમે ત્યારે ફેલાઈ શકે, પરંતુ તે જ્વલ્લે જ ઘટતી ઘટના છે. જો વાઇરસની કોઈ નવી તરેહ ઉદ્દભવે, જે વ્યક્તિ અને વ્યક્તિની વચ્ચે સહેલાઈથી ફેલાતી હોય તો મહામારીનું સ્વરૂપ ધારણ કરે છે.

ફ્લુના વાઇરસ સતત સ્વરૂપ બદલે છે એટલે તેની વૅક્સિનને સમયાંતરે બદલાવાની જરૂર પડે છે, સામાન્ય રીતે તે મહામારીનું સ્વરૂપ ધારણ નથી કરતા.

યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજમાં વૅટરનરી મૅડિસિનના વડા પ્રોફેસર જૅમ્સ વુડના કહેવા પ્રમાણે, 'આ સંશોધનને ચેતવણીની રીતે લેવું જોઇએ.'

કારણ કે વન્યજીવોની સરખામણીએ ઉછેરવામાં આવતા પ્રાણીઓમાં નવા જોખમી વાઇરસ પ્રવેશવાનું જોખમ સતત રહેલું હોય છે અને તે મહામારીનું મોટું કારણ બની શકે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો