You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસને પાંચ દાયકા પહેલાં ઓળખી કાઢનાર એ મહિલા કોણ હતાં?
મનુષ્યોમાં પહેલીવખત કોરોના વાઇરસની શોધ કરનાર મહિલા સ્કૉટલૅન્ડના એક બસ ડ્રાઇવરના દીકરી હતાં જેમણે 16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી હતી.
જૂન અલમેડા વાઇરસ ઇમેજિંગ ક્ષેત્રના પ્રખ્યાત લોકોની યાદીમાં પોતાનું નામ લખાવવા ઇચ્છતાં હતાં.
હવે , કોવિડ-19ની મહામારીના સમયમાં જૂનનાં કામની ચર્ચા થઈ રહી છે અને તેમનું સંશોધન ચર્ચાનું કેન્દ્ર છે.
કોવિડ-19 એક નવો વાઇરસ છે, પરંતુ આ કોરોના વાઇરસનો જ એક પ્રકાર છે જેની શોધ ડૉક્ટર જૂન અલમેડાએ સૌથી પહેલાં વર્ષ 1964માં લંડનની સેન્ટ થૉમસ હૉસ્પિટલની લૅબમાં કરી હતી.
વાઇરોલૉજિસ્ટ જૂન અલમેડાનો જન્મ વર્ષ 1930મા થયો. સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરના ઉત્તર-પૂર્વમાં સ્થિત એક નાની વસાહતમાં રહેનારા એક સામાન્ય પરિવારમાં તેમનો જન્મ થયો.
16 વર્ષની ઉંમરમાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જૂને ગ્લાસગો શહેરની એક લૅબમાં ટેકનિશિયન તરીકે નોકરીની શરૂઆત કરી હતી.
સામાન્ય શરદી-તાવ પર સંશોધન
મેડિકલ ક્ષેત્રના લેખક જોર્જ વિંટરના કહેવા અનુસાર લગ્નના થોડાં વર્ષો પછી આ દંપતિ તેમની યુવાન દીકરી સાથે કૅનેડાના ટોરન્ટો શહેરમાં ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેનેડાના જ ઓંટારિયો કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટર જૂન અલમેડાએ એક ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની સાથે તેમના ઉત્કૃષ્ટ કૌશલ્યને વિક્સિત કર્યું.
આ સંસ્થાનમાં કામ કરતા તેમણે એક એવી પ્રક્રિયા પર મહારત મેળવી લીધી હતી કે જેની મદદથી વાઇરસની કલ્પના કરવી એકદમ સરળ થઈ ગઈ.
લેખક જોર્જ વિંટરે બીબીસીને કહ્યું કે 'યૂકેએ ડૉક્ટર જૂન અલમેડાનાં કામનું મહત્ત્વ સમજી અને તેમની સામે વર્ષ 1964માં લંડનની સેન્ટ થૉમસ મેડિકલ સ્કૂલમાં કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. એ એ જ હૉસ્પિટલ છે જ્યાં કોવિડ-19નો ભોગ બન્યા પછી બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનની સારવાર કરવામાં આવી.'
કૅનેડાથી પરત ફર્યા પછી ડૉક્ટર અલમેડાએ ડૉક્ટર ડેવિડ ટાયરેલની સાથે રિસર્ચનું કામ શરૂ કર્યું જે તે દિવસોમાં યૂકેના સેલિસ્બરી વિસ્તારમાં સામાન્ય શરદી અને તાવ પર સંશોધન કરી રહ્યા હતા.
જૉર્દ વિંટરે કહ્યું કે, ડૉક્ટર ટાયરેલે તાવ દરમિયાન નાકથી વહેતાં પ્રવાહીના નમૂના એકત્ર કર્યા અને તેમની ટીમને લગભગ તમામ નમૂનામાં સામાન્ય શરદી અને તાવ દરમિયાન મળનાર વાઇરસ જોવા મળી રહ્યો હતો.
પરંતુ આમાંથી એક નમૂનો જેને બી-814નું નામ આપવામાં આવ્યું છે, જેને વર્ષ 1960માં એક બોર્ડિંગ સ્કૂલના વિદ્યાર્થીઓમાંથી લેવામાં આવ્યા હતા, તે સૌથી અલગ હતો.
કોરોના વાઇરસ નામ કોણે પાડ્યું
ડૉક્ટર ટાયરેલને થયું કે આ નમૂનાની તપાસ ડૉક્ટર જૂન અલમેડાની મદદથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કરવામાં આવે.
આ સૅમ્પલને તપાસ માટે ડૉક્ટર અલમેડા પાસે મોકલવામાં આવ્યું. તેમણે સંશોધન પછી કહ્યું કે 'આ વાઇરસ ઇનફ્લૂએંઝા'ની જેમ જે દેખાય છે, પરંતુ તે તે નથી, પરંતુ તેનાંથી કાંઈ અલગ છે'
અને આ એજ વાઇરસ છે જેની ઓળખ પાછળથી ડૉક્ટર જૂન અલમેડાએ કોરોના વાઇરસ તરીકે કરી હતી
જોર્જ વિંટર કહે છે કે ડૉક્ટર અલમેડાને એ વાઇરસ જેવા જ કણને પહેલાં ઉંદરોને થતી હેપિટાઇટિસ બીમારી અને મરઘાંને થતી બ્રોંકાઇટિ બીમારીમાં જોવા મળ્યાં હતાં.
વિંટર કહે છે કે, જૂનનું પહેલું રિસર્ચ પેપર એમ કહીને રદ કરી દેવામાં આવ્યું કે તેમણે ઇન્ફલુએન્ઝા વાઇરસની જ ખરાબ તસવીર રજૂ કરી છે.
પરંતુ સૅમ્પલ ક્રમાંક બી-814થી થયેલી આ નવી શોધ વર્ષ 1965માં પ્રકાશિત બ્રિટિશ મેડિકલ જર્નલમાં અને બે વર્ષ પછી જર્નલ ઑફ જેનેરલ વાઇરૉલૉજીમાં તસવીરની સાથે પ્રકાશિત થઈ હતી.
જોર્જ વિંટરના કહેવા પ્રમાણે, આ વાઇરસની ઉંચી-નીચી બનાવટને જોઈ તેને કોરોના વાઇરસ નામ આપનાર ડૉક્ટર ટાયરેલ, ડૉક્ટર અલમેડા અને સેન્ટ થૉમસ મેડિકલ સંસ્થાનના પ્રોફેસર ટોની વૉટરસન હતાં.
પછી ડૉક્ટર અલમેડાએ લંડનની પોસ્ટગ્રેજ્યુએટ કૉલેજમાં કામ કર્યું. ત્યાંથી જ તેમણે પોતાનો ડૉક્ટરેટનો અભ્યાસ શરૂ કર્યો.
પોતાના કરિયરના છેલ્લાં દિવસોમાં ડૉક્ટર જૂન અલમેડા વેલકૉમ ઇન્સ્ટિટ્યૂટમાં હતા જ્યાં તેમણે ઇમેજિંગ દ્વારા અનેક નવા વાઇરસની ઓળખ કરી અને તેમણે પેટન્ટ પોતાના નામે કરાવી.
વેલકૉમ ઇન્સ્ટિટ્યૂટથી રિટાયર થયા પછી ડૉક્ટર અલમેડા એક યોગ ટિચર બની ગયાં.
પરંતુ 1980ના દાયકામાં તેમને સંરક્ષક તરીકે એચઆઈવી વાઇરસની નોવલ તસ્વીર લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.
વર્ષ 2007માં જૂન અલમેડા મૃત્યુ પામ્યા ત્યારે તે 77 વર્ષનાં હતાં.
મૃત્યુનાં 13 વર્ષ પછી અને તેમનાં કામને ખરેખર માન્યતા મળી રહી છે જેના તે હકદાર હતાં.
એક બેમિસાલ સંશોધક તરીકે તેમને યાદ કરવામાં આવી રહ્યાં છે કારણ કે તેમના સંશોધનને કારણે હાલ દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસના સંક્રમણને સમજવામાં મદદ મળી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો