Academy Awards 2020 : એકૅડેમી ઍવૉર્ડની એ આઠ વાતો જે તમારે જાણવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, ટીવી એડિટર (ભારતીય ભાષાઓ), બીબીસી
ઑસ્કર ઍવૉર્ડ્સને સિનેમાની દુનિયાના સૌથી મોટા સન્માનના રૂપમાં જોવામાં આવે છે.
દક્ષિણ કોરિયન ફિલ્મ 'પૅરાસાઇટ'ને શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ઑસ્કર મળ્યો છે. આ રીતે ઑસ્કર જીતનારી આ પ્રથમ બિનઅંગ્રેજી ભાષાની ફિલ્મ છે.
જોકરને ઑસ્કર ઍવૉર્ડ્સની સૌથી વધારે 11 કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું હતી. 'ધ આયરિશમૅન', '1917' અને 'વન્સ અપૉન અ ટાઇમ ઇન બોલીવૂડ'... આ ફિલ્મો છે જેમને 10 કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી હતી.
આને રહેવા દઈએ. આપણે બીજી કંઈક વાત કરીએ, વધારે વિગતે.


ઇમેજ સ્રોત, Getty Images
શું આ આંકડા ઑસ્કર પુરસ્કાર વિશે બીજું પણ કાંઈ કહે છે? ગ્રૅટા ગૅર્વિંગ આ વર્ષે લિટલ વિમૅન માટે નૉમિનેટ થવાની રેસમાં હતાં, પરંતુ જગ્યા બનાવી શક્યાં નથી.
ઑસ્કર ઍવૉર્ડનાં 92 વર્ષનાં ઇતિહાસમાં માત્ર પાંચ મહિલાઓને બેસ્ટ ડિરેક્ટર માટે નૉમિનેટ કરવામાં આવ્યાં છે.
આ પહેલાં માત્ર એક જ મહિલા ડિરેક્ટર કૅથરીન બિગેલોવને જ 'ધ હર્ટ લૉકર' માટે ઑસ્કર જીત્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2018માં તેમણે બેસ્ટ ડિરેક્ટરની કૅટેગરીમાં 'લૅડી બર્ડ' માટે નૉમિનેટ કરવામાં આવ્યાં હતાં. ગત 12 વર્ષથી કોઈ પણ મહિલાએ કોઈ પણ સ્ક્રીનપ્લે ઍવૉર્ડ જીત્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વર્ષે બેસ્ટ ડિરેક્ટર નૉમિનીઝની જાણકારી આપતાં અભિનેત્રી ઇસા રૅએ પોતાના નિવેદનમાં કહ્યું, "તમામ પુરુષોને શુભેચ્છાઓ."
તો ગત 92 વર્ષમાં નવી મહિલા ડિરેક્ટર કેમ સામે નથી આવ્યા?
ઉંમર: બેસ્ટ સપૉર્ટિંગ ઍક્ટર પુરુષ કૅટેગરીમાં નૉમિનેશનની ઍવરેજ ઉંમર 71 વર્ષ છે.
56 વર્ષના બ્રૅડ પિટ સૌથી યુવાન છે, જ્યારે તેમનાથી ઊલટા ટૉમ હેન્કસ (63), જો પેસ્સી (76), અલ પચીનો (79) અને ઍન્થની હૉપકિન્સ (82) છે.
પરંતુ કોઈ અભિનેત્રી માટે નૉમિનેશનની ઍવરેજ ઉંમર 40 વર્ષ છે. એક રિસર્ચ પ્રમાણે હોલીવૂડ હંમેશાં અભિનેતાની સરખામણીએ ઓછી ઉંમરની મહિલાને પસંદ કરે છે.
શું તમને આ જાણીને પરેશાની થઈ? બોલીવૂડમાં પણ આ જ ચાલી રહ્યું છે. ઉંમરલાયક થઈ ગયેલા અભિનેતા યુવાન અભિનેત્રીઓની સાથે રોમાન્સ કરતાં જોવા મળે છે.
આ વાતથી કોઈ પરેશાની નથી પરંતુ બીજું પાસું યોગ્ય નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિવિધતા : વર્ષ 2019 સુધી માત્ર એક બ્લૅક ઍક્ટ્રેસે બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ જીત્યો છે, તે વર્ષ 2002માં હેલી બેરીને.
ઍક્ટિંગ કૅટેગરીમાં વર્ષ 2020માં સિંથિયા ઍરિવો એક માત્ર અભિનેત્રી હતા, જેમને બેસ્ટ ઍક્ટ્રેસ માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે અને શ્વેત નથી.
આ વર્ષે જેમનું નૉમિનેશન થયું છે, તેમાંની 20માંથી 19 અભિનેત્રીઓ શ્વેત છે.
છેલ્લાં 10 વર્ષમાં ઍક્ટિંગ કૅટેગરીમાં 200 નૉમિનેશનમાંથી માત્ર સાત બ્લૅક ઍક્ટ્રેસેઝે ઑસ્કર જીત્યો છે. હાલના વર્ષોમાં #OscarsSoWhite ટ્રૅન્ડ રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી વધારે નૉમિનેશન : જૉન વિલિયમ્સને સ્ટાર વૉર્સ : ધ રાઇઝ ઑફ સ્કાઈવૉકરમાં તેમના સ્કોર માટે 52મી વખત નૉમિનેશન મળ્યું છે.
87 વર્ષના સંગીતકારના નામે કોઈ પણ જીવિત વ્યક્તિને સૌથી વધારે વખત નૉમિનેશન મળવાનો રેકર્ડ પણ છે.
સ્કારલેટ જૉન્સનને આ વર્ષે બે ઑસ્કર નૉમિનેશન મળ્યાં છે. પહેલું મૅરિઝ સ્ટોરીમાં બેસ્ટ ઍક્ટ્રેસ અને જોજો રેબિટમાં સપૉર્ટિંગ ઍક્ટ્રેસ.
તેઓ એવી 12મી વ્યક્તિ છે જેમને એક જ વર્ષમાં બે ઍક્ટિંગ નૉમિનેશન મળ્યાં હોય. મેરિલ સ્ટ્રીપને હાલ સુધી 21 નૉમિનેશન મળ્યાં છે. જેમાં ત્રણ વખત તેમને ઍવૉર્ડ મળ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરિવર્તનના આ સમયમાં નેટફ્લિક્સની ફિલ્મોને આ વર્ષે 20થી વધારે નૉમિનેશન મળ્યાં છે. આમાં મેરિઝ સ્ટોરી, ધ આઇરિશમૅન અને ધ ટૂ પૉપ્સમાં સામેલ છે.
આઇરિશ કંપોઝર આમિઅર નૂઅન ઑસ્કરમાં ઑર્કેસ્ટ્રા કરનારાં પહેલી મહિલા બન્યાં છે.
પહેલી વાર ડિરેક્ટર કપલ બેસ્ટ ફિલ્મ ઍવૉર્ડ માટે આમનેસામને હશે.
ડિરેક્ટર ગ્રૅટા ગૅર્વિંગ અને નોઆહ બાઉમબશને બેસ્ટ ફિલ્મની કૅટેગરીમાં એકબીજાની સામે નૉમિનેશન મળ્યું છે.
તેમણે વર્ષ 2011માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને હાલ તેમને એક બાળક પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













