સુપ્રીમ કોર્ટે કહ્યું, એસસી-એસટી (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍમેન્ડમૅન્ટ ઍક્ટ કાયદેસર

સુપ્રીમ કોર્ટની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટની તસવીર

સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે શિડ્યુલ્ડ કાસ્ટ તથા શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍમેન્ડમૅન્ટ ઍક્ટ-2018 બંધારણીય દૃષ્ટિએ માન્ય છે.

સોમવારે આ કાયદાની જોગવાઈઓને પડકારતી એક અરજી ઉપર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે ઍક્ટમાં થયેલા ઍમેન્ડમૅન્ટને બંધારણની દૃષ્ટિએ કાયદેસર ઠેરવ્યા હતા.

આમ પૂર્વવત્ સ્થિતિ પુનઃસ્થાપિત થઈ છે.

News image

સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે શિડ્યુલ્ડ કાસ્ટ તથા શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍમેન્ડમૅન્ટ ઍક્ટ-2018 બંધારણીય દૃષ્ટિએ માન્ય છે.

સોમવારે આ કાયદાની જોગવાઈઓને પડકારતી એક અરજી ઉપર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદલાતે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે ઍક્ટમાં થયેલા ઍમેન્ડમૅન્ટને બંધારણની દૃષ્ટિએ કાયદેસર ઠેરવ્યા હતા.

આમ પૂર્વવત્ સ્થિતિ પુનઃસ્થાપિત થઈ છે.

મંજૂરીની જરૂર નહીં

સર્વોચ્ચ અદાલતે કાયદાકીય જોગવાઈઓની ઉપર મંજૂરીની મહોર ટાંકતાં નોંધ્યું હતું કે પ્રાથમિક તપાસની જરૂર નથી.

એફ.આઈ.આર. દાખલ કરતા પહેલાં કોઈ સત્તામંડળ કે વરિષ્ઠ પોલીસ અધિકારીની મંજૂરીની જરૂર નથી.

નવા ઍક્ટની જોગવાઈ મુજબ આગોતરા જામીનની અરજી નહીં કરી શકાય.

સાથે જ સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું છે કે અસામાન્ય સંજોગોમાં અદાલત એફ.આઈ.આર.ને રદ કરી શકે છે.

line

શું હતો કેસ?

દેશની સર્વોચ્ચ અદાલતમાં એસસી-એસટી (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટ -1989ની જોગવાઈઓના દુરુપયોગની ઘટનાઓને પગલે સુપ્રીમ કોર્ટે આ ઍક્ટ હેઠળ દાખલ થયેલી ફરિયાદમાં સ્વતઃ (સુઓ-મોટો) એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મશન રિપોર્ટ) અને ધરપકડ અટકાવી દીધી હતી.

માર્ચ-2018માં આ અંગે એક ચુકાદો આપ્યો હતો, જેના કારણે ઍક્ટની જોગવાઈઓ નબળી પડી હતી.

ત્યારબાદ કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને બદલવા માટે ઍક્ટમાં સુધાર કર્યો હતો, જેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો