You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન : યૂક્રેનના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લૅકબૉક્સ અમેરિકા કે બૉઇંગને નહીં આપીએ
ઈરાને કહ્યું છે કે બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલાં યૂક્રેનના વિમાનનું બ્લૅકબૉક્સ મળી ગયું છે, પરંતુ તે અમેરિકા કે બૉઇંગ કંપનીને સુપ્રત નહીં કરે.
ઈરાનની રાજધાની તહેરાન પાસે 170થી વધારે મુસાફર અને ક્રૂ-મૅમ્બરને લઈ જતું યૂક્રેનનું વિમાન ક્રૅશ થયું છે.
ફારસ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, "યૂક્રેન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું બૉઇંગ-737 વિમાને તહેરાનના ઇમામ ખોમનેઈની ઍરપૉર્ટથી ઊડવાનું શરૂ કર્યું અને આ દુર્ઘટના ઘટી હતી."
ઇરાકમાં અમેરિકાના ઍરબેઝ ઉપર હુમલાના ગણતરીના કલાકોમાં આ દુર્ઘટના સર્જાતાં બંનેને જોડીને જોવાઈ રહી હતી, પરંતુ તેને જોડતાં કોઈ પુરાવા બહાર નથી આવ્યા.
'નહીં આપીએ બ્લૅકબૉક્સ'
ઈરાનનું કહેવું છે કે તેને બ્લૅકબૉક્સ મળી ગયું છે, પરંતુ તેને અમેરિકા કે ત્યાંની વિમાન નિર્માતા કંપની બૉઇંગને નહીં સોંપે, પરંતુ યુક્રેનવાસીઓને સાથે રાખશે. આ દુર્ઘટનામાં કૅનેડાના 60થી વધુ નાગરિકનાં મૃત્યુ થયાં છે. કૅનેડા તથા વિમાનનિર્માતા બૉઇંગે તકનીકી તપાસ માટે જરૂરી મદદ કરવાની તૈયારી દાખવી છે.
વિમાનસેવાને લગતાં આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે, આ દુર્ઘટનામાં ઈરાનને ઇચ્છિત રીતે દુર્ઘટનાની તપાસનું નેતૃત્વ કરવાનો અધિકાર છે.
સામાન્ય રીતે દુર્ઘટના બાદ વિમાન નિર્માતા કંપનીના નિષ્ણાતોને પણ તપાસમાં સામેલ કરવામાં આવે છે.
બહુ થોડા દેશ વિમાનના ડેટાનો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લૅકબૉક્સ વાસ્તવમાં ચમકતાં નારંગી રંગનું હોય છે, જેથી તેને સરળતાથી શોધી શકાય. તેમાં ફ્લાઇટનો ડેટા હોય છે, તે કૉકપીટમાં થતી વાતચીત તથા ઍર ટ્રાફિક કંટ્રોલરો સાથે પાઇલટ્સની વાતચીત રેકર્ડ કરે છે.
ઇમામ ખોમનેઈ ઍરપોર્ટ સિટી કંપનીના જણાવ્યા પ્રમાણે, "વિમાન રાજધાનીથી 60 કિલોમીટર દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું."
કંપનીના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "ઉડ્ડાણની ગણતરીની મિનિટો બાદ જ ટેકનિકલ કારણસર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું."
વિમાન યૂક્રેનની રાજધાની કિવ જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
રાહત અને બચાવદળો ઘટનાસ્થળે જવા માટે રવાના કરી દેવાયા છે.
આ યાત્રી વિમાન યૂક્રેનની રાજધાની કિવ જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
અમેરિકન ઉડ્ડાણો રદ
આ દુર્ઘટના અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષને કોઈ સંબંધ છે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી થયું.
બીજી બાજુ, અમેરિકાએ ઇરાક, ઈરાન અને મધ્યપૂર્વમાં તેની ઉડ્ડાણો અટકાવી દીધી છે.
આ સિવાય ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિયેશને ઍરલાઇન્સ કંપનીઓને ખાડી દેશોમાં ઉડ્ડાણ ભરતી વખતે સાવધ રહેવા તાકીદ કરી છે.
અન્ય દેશો પણ અમેરિકાની ફેડરલ ઍવિએશન એજન્સી દ્વારા આપવામાં આવેલી સલાહના આધારે પોતાના રૂટ બદલાવે તેવી શક્યતા છે.
ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, વિદેશ મંત્રાલયે ભારતીયોને જરૂર ન હોય તો ઇરાકનો પ્રવાસ નહીં ખેડવાની સૂચના આપી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો