You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનની 52 સાઇટ્સ અમેરિકાના નિશાને : ડોનાલ્ડ ટ્રમ્પ
ઇરાકી સેનાએ કહ્યું છે કે રાજધાની બગદાદ સહિત અનેક જગ્યાએ રૉકેટ હુમલા કરાયા છે. આ રૉકેટ હુમલા અમેરિકન દૂતાવાસની નજીક ગ્રીન ઝોન, બગદાદ નજીક ઝદરિયા અને અમેરિકન સુરક્ષાદળોવાળા બલાદ ઍરબેઝ પર હુમલા થયા.
ઈરાન સમર્થિત મિલિશિયા લડાકુઓએ છેલ્લાં થોડાં અઠવાડિયાઓમાં આ પ્રકારના હુમલા કર્યા હતા. જોકે હવે અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ તણાવ વધ્યો છે.
કતાઇબ હિઝબુલ્લા મિલિશિયાએ એક નિવેદન જાહેર કર્યું છે જેમાં એમને ઇરાકી સેનાને રવિવારે સાંજ અમેરિકન બેઝથી ઓછામાં ઓછા એક હજાર મીટર પાછળ ખસી જવા માટે કહ્યું છે.
ઇરાકી પોલીસનું કહેવું છે કે ઝદરિયામાં થયેલા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે.
જોકે બીજી તરફ સમાચાર એજન્સી રૉયટર્સે ઇરાકી સેનાના હવાલાથી જણાવ્યું છે કે રૉકેટથી ગ્રીન ઝોનની નજીક ઝદરિયા અને અમેરિકન સુરક્ષાદળોવાળા ઍરબેઝ પર હુમલો કરાયો છે, જેમાં કોઈનું મૃત્યુ થયું નથી.
ઈરાનની 52 સાઇટ્સ અમેરિકાના નિશાને : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતાં કહ્યું છે કે ઈરાનની 52 સાઇટ્સ USના નિશાન પર છે, જો તહેરાન અમેરિકનોને કે યૂએસની સંપત્તિને નુકસાન પહોંચાડશે તો અમેરિકા 'બહુ ઝડપથી અને બહુ સખત' હુમલો કરશે.
ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું છે કે જનરલના મોતના જવાબમાં ઈરાન 'મક્કમ રીતે USની સંપત્તિને નિશાન બનાવવાની વાત કરી રહ્યું છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પે એવું પણ કહ્યું કે 'US હવે કોઈ ધમકી સાંખી નહી લે'
ઈરાનના જનરલનું મૃત્યુ
શુક્રવારે બગદાદ ઍરપૉર્ટ નજીક થયેલા અમેરિકન હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની સહિત ઈરાનના સમર્થનવાળા કતાઇબ હિઝ્બુલ્લાહ જૂથના કમાન્ડર અબુ મહદી અલ મુહાંદિસનું પણ મૃત્યુ થયું છે.
સુલેમાની ઈરાનની ચર્ચિત કુદ્સ ફોર્સના પ્રમુખ હતા. આ ફોર્સ ઈરાન દ્વારા વિદેશોમાં કરવામાં આવાતાં સૈન્ય ઑપરેશન્સ માટે જાણીતી હતી.
ઈરાના સૈન્ય કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના જનાજામાં હાજરી આપવા માટે શનિવારે ઇરાકની રાજધાની બગદાદમાં લોકોની ભીડ રસ્તા પર ઊતરી આવી હતી.
આ હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે તેઓ યોગ્ય સમયે અને યોગ્ય ઠેકાણે આનો બદલો લેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો