You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
iPhone : એ બીમારી જેના કારણે કેટલાક લોકો ત્રણ કૅમેરાવાળા નવા આઈફોન સામે જોઈ શકતા નથી
Apple iPhone 11 Proમાં જે ત્રણ કૅમેરાની ડિઝાઈન છે તેનાથી ઘણા લોકોએ પોતાને ડર લાગતો હોવાની વાત કરી છે. તેઓ કહે છે તે તેનાથી તેમના 'ફોબિયા'માં વધારો થઈ રહ્યો છે.
મંગળવારે રજૂ થયેલી નવી આઈફોનની ડિઝાઇનમાં ત્રણ હાઈ પાવર ધરાવતા 'અલ્ટ્રા વાઇડ' રીઅર કૅમેરાએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જેમાં ત્રણ લેન્સને ત્રિકોણ આકારમાં બિલકુલ નજીક ગોઠવવામાં આવ્યા છે.
આ ત્રણ લેન્સની બાજુમાં મોબાઇલની ટોર્ચ છે અને 'ઑડિયો ઝૂમ' માઇક્રોફોન આપવામાં આવ્યું છે.
હજારો લોકોએ સોશિયલ મીડિયા પર એવી ફરિયાદ કરી છે કે આ ડિઝાઇનથી તેમના 'ટ્રાઇપોફોબિયા'માં વધારો થયો છે.
આ એક એવી તકલીફ છે કે જેમાં વ્યક્તિને નાના-નાના છીંડાઓનો સમૂહ જોઈને તકલીફ થાય છે કે દૃષ્ટિભ્રમ સર્જાય છે. જે અણગમો પેદા કરે છે.
વર્ષ 2005માં સૌ પ્રથમ વખત 'ટ્રાઇપોફોબિયા' શબ્દ રેડીટ્ટનામની ઑનલાઇન ફોરમમાં ઉપયોગમાં લેવાયો હતો, ત્યારબાદ તેના અંગે સોશિયલ મીડિયા ચર્ચાઓ થતી રહી છે.
અમેરિકાના હોરર સ્ટોરીના અભિનેત્રી સારા પૉલ્સન અને મૉડલ કૅન્ડલ જેનર પણ આ સ્થિતીનો શિકાર હોવાનું સ્વીકારી ચૂક્યાં છે.
યૂનિવર્સિટી ઑફ એસેક્સના દૃષ્ટિ વૈજ્ઞાનિક ડૉ. જ્યોફ કોલ 'ટ્રાઇપોફોબિયા' પરના સંપૂર્ણ વૈજ્ઞાનિક અભ્યાસનો એક ભાગ હતા. તેમણે પ્રોફેસર આર્નોલ્ડ વિલ્કીસ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. કોલે બીબીસીને આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું, "આપણને બધાને આ તકલીફ છે, બસ તેની માત્રા અલગ-અલગ હોય છે."
નાના છીંડાઓ જોયા પછી ઊગ્ર પ્રતિભાવ મળી શકે છે, તેવું તેમના અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું.
ડૉ. કોલે અને પ્રોફેસર વિલ્કીસના અભ્યાસમાં જોડાયેલા કેટલાક લોકો આ આ રીતે છીંડાઓ જોઈને ઉલટી કરવા લાગ્યા હતા તો કોઈએ કહ્યું હતું તે તેઓ દિવસો સુઘી ઑફિસ જઈ શક્યા નહીં.
પ્રોફેસર વિલ્કિસે જણાવ્યું કે આ અનુભવ તમને વિચલિત કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો