You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં સાયબર હુમલાની આશંકા, ટ્રમ્પે ઇમર્જન્સી જાહેર કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સાયબર હુમલાની સ્થિતિમાં અમેરિકાના કમ્પ્યૂટર્સને બચાવવા રાષ્ટ્રિય કટોકટી જાહેર કરી છે.
ટ્રમ્પે એક કાર્યકારી આદેશ જાહેર કરીને રાષ્ટ્રિય કટોકટીની જાહેરાત કરી છે.
તેમના આ આદેશ હેઠળ અમેરિકાની કંપનીઓને વિદેશી ટેલિકૉમ સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિદેશી ટેલિકૉમ સેવાઓથી રાષ્ટ્રિય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
ટ્રમ્પે પોતાના આદેશમાં કોઈ કંપનીનું નામ લીધું નથી.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પે ચીનની ટેલિકૉમ કંપની ખ્વાવેના કારણે આ પગલું લીધું છે.
ઘણા દેશોએ શંકા વ્યક્ત કરી છે કે આ કંપનીનાં ઉત્પાદનોનો ઉપયોગ ચીન નજર રાખવા માટે કરી શકે છે.
જોકે, ટેલિકૉમનાં ઉપકરણો બનાવતી દુનિયાની આ સૌથી મોટી કંપનીએ આવી કોઈ પણ શક્યતા નકારી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું છે કે તેના કામથી કોઈને કોઈ જ નુકસાન થશે નહીં અને તેનાથી જાસૂસીનું કોઈ જોખમ નથી.
વ્હાઇટ હાઉસના નિવેદન મજબ ટ્રમ્પના આદેશનો હેતુ "અમેરિકાને વિદેશી દુશ્મનોથી બચાવવાનો જે માહિતી અને પ્રસારણ સેવાઓના આધારે અતિશય સંવેદનશીલ રીતે સતત સક્રિય થઈ રહ્યા છે."
વ્હાઇટ હાઉસ તરફથી મળેલા નિવેદન મુજબ આ કટોકટીની સ્થિતિ વ્યાપાર સચિવાલયને સત્તા આપે છે કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યવહાર અટકાવી શકે છે.
ફેડરલ કૉમ્યુનિકેશન્સ કમિશનના ચેરમૅન અજીત પાઈ દ્વારા આ પગલું આવકારવામાં આવ્યું છે. તેમના તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને નોંધનીય ગણાવાયું છે.
યૂએસ દ્વારા પહેલાંથી જ ફેડરલ એજન્સીને ખ્વાવેનાં ઉત્પાદનો પર નિયંત્રણની સૂચના આપી દીધી હતી. તેમજ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિ લૅન્ડ દ્વારા પણ તેમના અદ્યતન 5-જી મોબાઇલ નેટવર્કમાં ખ્વાવેના ઉપયોગમાં પ્રતિબંધ મૂકેલો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો