અમેરિકાના અલબામામાં ચક્રવાતને કારણે 23 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, @KEITH_IRWIN VIA REUTERS
અમેરિકાના અલબામા રાજ્યમાં ચક્રવાતને કારણે ઓછામાં ઓછા 23 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
ચક્રવાતની સૌથી વ્યાપક અસર લી કાઉન્ટીમાં થઈ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
શૅરીફ જય જૉન્સએ 'ઍસોસિએટેડ પ્રેસ'ને જણાવ્યું કે મૃતાંક હજુ વધી શકે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સીએનએન સાથેની વાતચીતમાં તેમણે રાહતકાર્ય માટે પ્રભાવિત વિસ્તારમાં ચારેયબાજુ વિખરાયેલો કાટમાળ સૌથી મોટો પડકાર હોવાનું પણ જણાવ્યું છે.
ચક્રવાતને કારણે કેટલા લોકોને ઈજા પહોંચી છે એ અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારને બ્લૉક કરી દેવાયો છે.

ઇજિપ્તના ઇમામે કહ્યું, 'બહુપત્નીત્વ પ્રથા એ સ્ત્રીઓ સાથે અન્યાય છે'

ઇમેજ સ્રોત, Getty Images
ઇજિપ્તની ટોચની ઇસ્લામિક સંસ્થા 'અલ-અઝહર'ના વડા ઇમામે કહ્યું છે કે બહુપત્નીત્વ પ્રથાને 'મહિલા અને બાળકો વિરુદ્ધ અન્યાય' ગણી શકાય.
ઇજિપ્તમાં સુન્ની ઇસ્લામના સૌથી મોટા ઇમામ શેખ અહમદ અલ-તૈયબે કહ્યું છે કે એક કરતાં વધુ વિવાહ માટે મોટાભાગે કુરાનને ટાંકવામાં આવે છે.
જોકે, આવું 'કુરાન'ને સાચી રીતે ના સમજવાને કારણે થતું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના એક સાપ્તાહિક ટીવી કાર્યક્રમ અને ટ્વિટર થકી ઇમામે સંબંધિત વાત કરી.
જોકે, આ ટિપ્પણીથી વિવાદ છેડાતા તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ બહુ-વિવાહ પર પ્રતિબંધ લગાવવાની વાત નથી કરી રહ્યા.
શેખ અહમદ અલ-તૈયબે એ વાત પર પણ ભાર આપ્યો કે મહિલાઓના મુદ્દાઓને જે રીતે ઉકેલવમાં આવે છે, તેમાં મોટા સુધારાનો અવકાશ છે.

રાહુલ ગાંધી : રફાલમાં મોડું થવા બદલ નરેન્દ્ર મોદી જવાબદાર

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે ફરી એક વખત રફાલ અને દેશના અર્થતંત્રને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે.
કૉંગ્રેસે ભારતને રફાલ જેટ મળવામાં લાગી રહેલા સમય માટે સંપૂર્ણ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા છે.
તેમણે કહ્યું, "દેશ તેમના આલાપ, ખોટી વાહવાહી અને પોતાનાં કાર્યોં પર ખોટું બોલવાનો સાક્ષી છે."
તેમણે ઉમેર્યું, "માનનીય વડા પ્રધાન, તમને થોડી પણ શરમ નથી અનુભવાતી. તમે 30 હજાર કરોડ રૂપિયા ચોરીને તમારા મિત્ર અનિલને આપ્યા. રફાલ જેટ મોડાં મળી રહ્યાં છે એ માટે તમે જ સંપૂર્ણ રીતે જવાબદાર છો."
તેમણે ટ્વીટ કર્યું, "તમારા કારણે વિંગ કમાન્ડર અભિનંદન જેવા વાયુસેનાના બહાદુર પાઇલટ જૂનાં જેટ ઉડાડી પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

આયોગ હુકમ કરશે તો જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવીશું : સત્યપાલ મલિક

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચોક્કસથી ઘટ્યો છે, જોકે, હજુ પણ સરહદ પર ગોળીબાર ચાલુ જ છે.
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું છે કે ચૂંટણી આયોગ આદેશ આપશે તો રાજ્યમાં ચૂંટણી કરાવાશે.
રાજ્યમાં ચૂંટણી માટે હવે માત્ર બે મહિનાનો જ સમય રહી ગયો છે ત્યારે તેમણે કહ્યું, "ચૂંટણી યોજવી અમારા હાથમાં નથી. સરહદ પર હવે એક આંતરરાષ્ટ્રીય સ્થિતિ સર્જાઈ ગઈ છે અને આખી સરહદ પર બૉમ્બમારો થઈ રહ્યો છે."
"ઘણાં બધાં પરિબળો છે, જેને ધ્યાનમાં લીધા બાદ ચૂંટણી આયોગ નિર્ણય લેશે. જો તેઓ ચૂંટણી યોજવાનું નક્કી કરશે તો અમે ચૂંટણી યોજી દઈશું."
"અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમ સુરક્ષાદળો મગાવ્યાં છે. અમે પાંચ જિલ્લા પરિષદોમાં ચૂંટણી યોજી અને એક ચકલી પણ ન મરી. જો ચૂંટણી આયોગ આદેશ આપશે તો અમે ચૂંટણી કરાવી દઈશું."

કાશ્મીરી યુવાનોનું ઉગ્રવાદી બનવું એ BJP-PDPની નિષ્ફળતા : અસદુદ્દીન ઓવૈસી

ઇમેજ સ્રોત, Getty Images
પુલવામા હુમલા બાદ ખરાબ થયેલા ભારત-પાકિસ્તાનના સંબંધો પર થઈ રહેલા રાજકારણ અંગે વાત કરતા એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરમાં હથિયાર ઉઠાવી રહેલા યુવાનોને ભાજપ અને પીડીપીની નિષ્ફળતા ગણાવી છે.
બીબીસી સાથેની વાતચીતમાં ઓવૈસીએ કહ્યું, "પુલવામા હુમલાની વાત કરવામાં આવે તો એ આત્મઘાતી હુમલા સાથે જોડાયેલા એક હુમલાખોરે જણાવ્યું છે કે તે કઈ રીતે ઉગ્રવાદી સંગઠન સાથે જોડાયો."
"ત્યારે વડા પ્રધાને વિચારવું જોઈએ કે આટલાં મોટાં પ્રમાણમાં આરડીએક્સ ત્યાં કઈ રીતે પહોચ્યું અને એ માટે જવાબદાર કોણ?"
"આ હુમલો એક રાજકીય નિષ્ફળતા પણ છે. કારણ કે હાલમાં રાજ્યમાં રાજ્યપાલનું શાસન છે. આ પહેલાં ભાજપ અને પીડીપીની સરકાર હતી, જેણે કોઈ પણ પ્રકારનું ગવર્નન્સ ના કર્યું."
ઉલ્લેખનીય છે કે અસ્થિરતા અને તણાવના માહોલ વચ્ચે કાશ્મીરમાં રાજકીય પ્રચાર કરવા બદલ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કેટલાંય વિપક્ષી દળોએ ભાજપની ટીકા કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












