You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Oscars2019: ભારતીય ડૉક્યુમૅન્ટરી 'પિરિયડ'ને મળ્યો ઑસ્કર ઍવૉર્ડ
ફિલ્મી દુનિયના પ્રતિષ્ઠિત ઑસ્કર ઍવૉર્ડ્ઝ અથવા એકૅડેમી ઍવૉર્ડ્ઝમાં પુરસ્કારોના એલાનનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ભારતીય ડૉક્યુમૅન્ટરી 'પિરિયડ'ને શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરીનો ઍવૉર્ડ મળ્યો છે.
આ વખતે સૌથી વધારે ચર્ચા બે ફિલ્મો 'ધ ફેવરિટ' અને 'રોમા'ની છે, જેને 10-10 નૉમિનેશન મળ્યાં છે.
છેલ્લાં એક વર્ષની સૌથી સફળ ગણાતી ફિલ્મોમાં ગણાતી ફિલ્મ 'બ્લૅક પૅંથર'ની પણ ઘણી ચર્ચા થઈ રહી છે.
લૉસ એંજેલ્સના ડોલ્બી થિએટરમાં યોજાઈ રહેલા 91માં ઑસ્કર ઍવૉર્ડ્ઝ સમારોહમાં 1989 બદા પહેલો એવો સમારોહ છે કે જેમાં કોઈ હોસ્ટ નથી કરી રહ્યું.
અમેરિકન કૉમેડિયન અને અભિનેતા કેવિન હાર્ટ ઑસ્કર સમારોહને હોસ્ટ કરવાના હતા પણ સમલૈંગિકતા અંગે તેમણે અગાઉ કરેલા ટ્વીટની આલોચના બાદ તેમણે સમારોહમાંથી હટી જવું પડ્યું હતું.
જાહેર કરાયેલા કેટલાક ઍવૉર્ડ્ઝ
- શ્રેષ્ઠ અભિનેત્રી - ઓલિવિયા કૉલમાન, ધ ફેવરિટ
- શ્રેષ્ઠ અભિનેતા - રામી મલેક
- શ્રેષ્ઠ દિગ્દર્શક - અલ્ફૉન્સો ક્કારોન, રૉમા
- શ્રેષ્ઠ પિક્ચર - ગ્રીન બૂક
- શ્રેષ્ઠ ઑરિજિનલ સ્ક્રીનપ્લે - ગ્રીન બૂક, બ્રાયન કરી અને પીટર ફર્રેલી
- શ્રેષ્ઠ ઍનિમેટૅડ ફીચર - સ્પાઇડર-મૅન: ઇનટુ ધ સ્પાઇડર-વર્સ
- શ્રેષ્ઠ ફૉરનલૅંગ્વેજ ફિલ્મ - રૉમા, મેક્સિકો
- શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરી ફીચર - ફ્રી સોલો
- શ્રેષ્ઠ પ્રોડક્શન ડીઝાઇન - બ્લૅક પૅન્થર
- શ્રેષ્ઠ સિનેમેટૉગ્રાફી - રૉમા, અલ્ફૉન્સો ક્કારોન
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો