You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વેનેઝુએલા : અરાજકતા અને ઊથલપાથલ વચ્ચે ગુનેગારોને પૂજતો લેટિન અમેરિકાનો દેશ
- લેેખક, બેંજામિન જેંડ
- પદ, બીબીસી ટ્રાવેલ
અપરાધીઓથી આપણે સામાન્યપણે દૂર જ રહેવાનું પસંદ કરીએ છીએ. તેમને ઘરમાં ઘુસવા દેવાનું તો દૂર, ઘરની આસપાસ પણ ફરકવા દેવા નથી માગતા.
પરંતુ એક દેશ એવો પણ છે કે જ્યાં અપરાધીઓને પૂજવામાં આવે છે, આ છે લેટિન અમેરિન દેશ વેનેઝુએલા.
હાલમાં આર્થિક અને રાજકીય ઊથલપાથલને કારણે આ વિશ્વમાં વેનેઝુએલા ચર્ચાના ચકડોળે છે.
કાચા તેલના મોટા નિકાસકારોમાંથી એક વેનેઝુએલાને લોકો દુનિયામાં અમેરિકાના દુશ્મન તરીકે જુએ છે. આ જ કારણોસર આ દેશે ઊથલપાથલનો લાંબો સમય જોયો છે.
હ્યૂગો શોવેઝની આગેવાનીમાં અહીં સામ્યવાદી શાસન સ્થાપિત થયું હતું, પણ શાવેઝના મૃત્યુ બાદ તેમના વારસદાર નિકોલસ માદુરોના રાજમાં અહીં ખૂબ અરાજકતા ફેલાયેલી. ગુનાખોરી પણ ખૂબ વધી ગઈ હતી.
તેવામાં અહીંના લોકોનું અપરાધીઓને દેવતા તરીકે માનવું થોડું વિચિત્ર લાગે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જૂના જમાનાના બદનામ આરોપીઓ
અહીં જૂના અને આ દુનિયામાંથી વિદાય લઈ ચૂકેલા અપરાધીઓની મૂર્તિ બનાવી તેમને પૂજવામાં આવે છે. તેમને ભોગ પણ ચઢાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પેનિશ ભાષામાં આ અપરાધી દેવતાઓને સેંટોસ મેલેંડ્રોસ કહેવામાં આવે છે.
જૂના જમાનાના આ બદનામ અપરાધીઓની નાનીનાની મૂર્તિઓ બનાવીને અહીંની એક જગ્યાએ રાખવામાં આવી છે. જેને જોવા માટે દૂરદૂરથી લોકો આવે છે.
આવા જ એક મેલેંડ્રોનું નામ છે લુઈ સાંચેઝ. પોતાના જનામામાં લુઈએ અપરાધ જગતમાં ભારે નામ કાઢ્યું હતું. આજે અહીં તેમની મૂર્તિ બનાવી, પૂજા કરાઈ રહી છે.
રૉબિનહુડ જેવી છાપ
સવાલ એ છે કે આખરે વેનેઝુએલાના લોકો અપરાધીઓને દેવતા માની તેમની પૂજા કેમ કરે છે?
તો વાત એમ છે કે આ અપરાધીઓની છબી જનતા વચ્ચે રૉબિનહુડ વાળી રહી છે. તેઓ ધનવાનોને લૂંટીને પૈસા ગરીબોમાં વેચી દેતા હતા.
તેમણે કોઈની હત્યા કરી ન હતી. માત્ર ધનવાનોને લૂંટ્યા અને ગરીબો પર લૂટાવ્યા.
સ્થાનિક લોકો કહે છે કે આ મેલેંડ્રો કંઈક સારું કામ કર્યા બાદ ઇનામની આશા રાખે છે. જો તેમને ભોગ ચઢાવવમા ના આવે તો તેઓ નારાજ પણ થઈ શકે છે.
એટલે વાત એમ છે કે જે રીતે ભારતમાં કોઈ માનતા પુરી થવા પર ભોગ ચઢાવવામાં આવે છે, એ જ રીતે વેનેઝુએલાના સેંટોઝ મેલેંડ્રોઝને પણ ભોગ ચઢાવાય છે.
દારૂનો ભોગ
આ અપરાધી દેવતાઓને નૈવેદ તરીકે દારૂ ધરવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ કોઈ વાતથી પરેશાન છે, તો તે વ્યક્તિ તેમને ભોગ ચઢાવે છે. એ આશા સાથે કે તેમનું કામ થઈ જશે.
તેઓ વાસ્તવિકતામાં તો કોઈની મદદ કરતા નથી પણ આ સેંટોઝ મેલેંડ્રોઝ ધરાવાયેલા ભોગ પર ખૂબ ખુશ થાય છે.
લોકોની માન્યતા છે કે તેઓ ખુશ થઈને તેમને વરદાન આપે છે અને તેમનું કામ થઈ જાય છે.
સલાહ તો એવી પણ આપવામાં આવે છે કે આ અપરાધીઓને ભોગમાં દારૂ ન આપવો જોઈએ. નહીં તો તેઓ કામ છોડીને ઉજવણી કરવા લાગશે.
તો સારું થશે કે તેમને માત્ર ચાખવા માટે બીયર આપવામાં આવે, જેથી લોકોનું કામ પણ થઈ શકે.
અપરાધી દેવતાઓની આ પૂજા ભરોસાની વાત છે. લોકોને તેમની કહાણીઓ પર વિશ્વાસ છે. એટલે તેઓ તેમને ભોગ ચઢાવે છે. તેમને આશા હોય છે કે સેંટોઝ મેલેંડ્રોઝ તેમની મદદ કરશે.
વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં અત્યારે જે અરાજકતા છે, જે પરિસ્થિતિ છે, તેમાં આ અપરાધી દેવતાઓની માગ વધી ગઈ છે.
પરિસ્થિતિ ખૂબ ખતરનાક છે. દરેક વ્યક્તિને સુરક્ષાની જરૂર છે. એટલે લોકો આ અપરાધી દેવતાઓ પાસે જાય છે.
ભોગમાં સિગારેટ, બીયર કે સફેદ મીણબતીથી પ્રાર્થના કરે છે. કોઈની પાસે જમવાનું છે તો તેઓ આ અજબગજબ દેવતાઓનું જમવાનું પીરસે છે.
ભોગમાં શું ચઢાવવું છે, તે તમારી શ્રદ્ધા પર નિર્ભર કરે છે. પરંતુ જો તમે વેનેઝુએલાના સેંટોઝ મેલેંડ્રોઝની પૂજા કરો છો, તો ત્યાંની પરિસ્થિતિના હિસાબે તેનાથી સારું બીજું કોઈ કામ નથી.
ભરોસાનો આ વેપાર, લોકોમાં આશા જગાવીને રાખે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો