અદાલતમાં બળાત્કાર પીડિતાના અંડરવૅર પર વિવાદ

આયર્લૅન્ડમાં એક 17 વર્ષની યુવતી પર બળાત્કાર કરનાર આરોપીના છુટકારા બાદ સેક્સની સહમતીના મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.
આ કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું હતું, "આ કિસ્સામાં યુવતીએ જે પોષાક પહેર્યો હતો તેને ચકાસવાની જરૂર હતી તેમણે થૉંગ(ટૂંકું વસ્ત્ર)પહેર્યું હતું."
આ કેસમાં જ્યૂરીએ 28 વર્ષના આરોપીને કસૂરવાર ઠેરવ્યા નથી.
આ ઘટના બાદ દેશમાં રેપ પીડિતાઓ પર આક્ષેપ મૂકાયા બાદ આયર્લૅન્ડનાં એક મહિલા સાંસદ સંસદમાં અંડરવૅર લઈને આવ્યાં હતાં.
સાંસદ રુથ કૅપરિંગે સંસદમાં બ્લૂ કલરનો અંડરવૅર દર્શાવતા કહ્યું, "અહીંયા થૉંગ દર્શાવવું શરમજનક છે, પરંતુ જરા વિચારો કે જ્યારે એક મહિલાના અંડરવૅરને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેમના પર શું વિત્યું હશે? "
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આઇરિશ અખબાર ઍક્ઝામિનરે 6 નવેમ્બરે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.
આરોપીના મતે તેમની અને પીડિતા વચ્ચેનો સંબંધ સહમતીથી બંધાયો હતો.

વકીલના તર્ક બાદ વિવાદ
સોશિયલ મીડિયામાં આરોપીના વકીલ એલિઝાબેથ ઓ-કોનલે કરેલી દલીલથી વિવાદ સર્જાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍક્ઝામિનરના અહેવાલ મુજબ વકીલે પૂછ્યું, " પીડિતાને આરોપી માટે આકર્ષણ હતું અને તે તેમની સાથે રહેવા અને મુલાકાત કરવા માટે સહમત હતાં એ બાબતના પુરાવાઓ છે?"
વકીલે જ્યૂરીને કહ્યું, "પીડિતાએ કેવાં વસ્ત્રો પહેર્યાં હતાં તેની નોંધ લેવી જરૂરી છે. પીડિતાએ થૉંગ પહેર્યું હતું"

તમે આ વાંચ્યું કે નહીં?

અખબારમાં આ ઘટનાનો અહેવાલ પ્રકાશિત થયો તેના આગલા દિવસે જ ડબલિન રેપ ક્રાઈસિસ સેન્ટરના પ્રમુખે વકીલના નિવેદનની ટીકા કરી હતી.
જોકે, તેમણે ચુકાદાની ટીકા કરી નહીં પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં સુધારાની માગ કરી. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગે આ પ્રકારની ટિપ્પણીઓ થાય છે.
આ બધાની વચ્ચે આયર્લૅન્ડની જનતાએ સોશિયલ મીડિયામાં આ ઘટનાની ખૂબ જ આકરી ટીકા કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
#ThisIsNotConsent આ ટૅગ સાથે અનેક લોકોએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું. કેટલીક મહિલાઓએ પોતાનાં અંડરવૅરની તસવીર પણ પોસ્ટ કરી હતી.
મહિલાઓ આરોપીના વકીલના તર્કનો વિરોધ દર્શાવવા પોતાના અંડરવૅરના રંગ અને આકાર દર્શાવી રહી છે.
કેટલીક મહિલાઓએ એવા દેશ વિશેની ચર્ચા કરી છે જ્યાં રેપના કેસના નિયમો આકરા છે અને તેની સુનાવણી સમયે શું ચર્ચા થઈ શકે તેની માહિતી આપી છે.
સાંસદ કોપિંગરે અંડરવૅર દર્શાવતા કહ્યું હતું કે જજ અને જ્યૂરીને આ અંગે પ્રશિક્ષણ આપવાની જરૂરિયાત છે.
આયર્લૅન્ડમાં આ વર્ષે જ રેપ કેસમાં બે જાણીતા રગ્બી ખેલાડીઓને દોષમુક્ત કરાયા હતા.
અદાલતી પ્રક્રિયા જાહેર થયા બાદ આયર્લૅન્ડ અને ઉતર આયર્લૅન્ડમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં.

ક્યાં વિરોધ થશે?
દેશની રાજધાની ડબલિન સહિત અનેક શહેરોમાં આ ઘટનાનો વિરોધ થશે.
સમાજવાદી મહિલાઓના સમૂહ રોઝાએ સોશિયલ મીડિયા પર અભિયાનની શરૂઆત કરી છે.
ડબલિન ઉપરાંત અલાવા કોર્ક, લિમેરિક અને વૉટરફર્ડ શહેરમાં પણ વિરોધ પ્રદર્શન યોજાશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















