'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડાનું વિદેશી બ્રાઇડલ શાવર શું છે?

ઇમેજ સ્રોત, EROS
- લેેખક, મિર્ઝા એબી બૈગ
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા
ભારતમાં લગ્નની ચોક્કસ મોસમ હોય છે. લગ્ન કરવા માટેનું શુભ ચોઘડિયું પણ હોય છે અને એ મુજબ જ લગ્ન થાય છે.
બોલિવૂડમાંથી જેવી રીતે લગ્નના સમાચાર આવી રહ્યાં છે તેને જોતા બોલિવૂડમાં લગ્નની મોસમ જામી હોય તેવું જણાઈ રહ્યું છે.
દીપિકા અને રણબીરે પોતાનાં લગ્નની તારીખ થોડા સમય પહેલાં જ જાહેર કરી હતી.
તાજેતરમાં જ પ્રિયંકા ચોપડાના મિત્રોએ તેમના માટે બ્રાઇડલ શાવરનું આયોજન કર્યું છે.
આ બ્રાઇડલ શાવર આજકાલ મીડિયામાં ચર્ચાનો વિષય છે.
બ્રાઇડલ શાવરનો કાર્યક્રમ લગ્નનાં બે અઠવાડિયાં પહેલાંથી બે મહિના અગાઉ સુધી યોજી શકાય છે. મોટાભાગના લોકો આ રિવાજથી વાકેફ હશે.
આ કાર્યક્રમની જાહેરાત પરથી એવું અનુમાન કાઢી શકાય કે પ્રિયંકાના લગ્ન ખૂબ જલદી યોજાવાના છે.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
જોકે, પ્રિયંકાએ બ્રાઇડલ શાવરની તસવીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આમાં બ્રાઇડલ શાવરના નિયમોનું ઉલ્લંઘન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પોસ્ટ પરથી એવું પણ તારણ નીકળે છે કે પ્રિયંકાના લગ્ન વિશે અનુમાન કરવું મુશ્કેલ છે.
સમગ્ર વિશ્વમાં લગ્નનાં જુદા જુદા રિવાજો હોય છે. શું દેશમાં વિવિધ સ્થળે બ્રાઇડલ શાવરનું આ પ્રકારનું આયોજન થાય છે?

બ્રાઇડલ શાવર શું છે?

ઇમેજ સ્રોત, INSTAGRAM/PRIYANKACHOPRA
અમેરિકા અને કૅનેડામાં બ્રાઇડલ શાવરનો રિવાજ છે.
આ પરંપરાનું આયોજન લગ્ન પહેલાં દુલહનની બહેનપણીઓ દ્વારા કરાય છે.
બહેનપણીઓ દુલહનને રોજબરોજનાં જીવનમાં ઉપયોગી થાય તેવી ભેટ આપે છે.
ભારત અને પાકિસ્તાનમાં આ પ્રકારની ભેટ દહેજમાં આપવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ રિવાજ મુજબ દુલહન શૉપિંગ મૉલમાં પોતાનું નામ અને જરૂરિયાતની ચીજવસ્તુની નોંધણી કરે છે.
દુલહનની બહેનપણીઓ તેમની આર્થિક અનુકૂળતા મુજબ આ લિસ્ટમાંથી ચીજોની ખરીદી કરી આપે છે.
પ્રિયંકા ચોપડાને રોજબરોજની ચીજોની આવશ્યકતા પૂર્ણ કરવા માટે ભેટની જરૂરિયાત નહીં હોય, પરંતુ એક નવવધૂ તરીકે આ રિવાજ તેમના માટે મહત્ત્વનો છે.
આ પરંપરાની ખાસિયત એ પણ છે કે એક જ ચીજ બે વાર ભેટમાં નથી મળતી.
બ્રાઇડલ શાવરના કાર્યક્રમમાં મહિલાઓ અને છોકરીઓ જ હાજર રહે છે.
પશ્વિમી દેશો માટે આ બૅચલર પાર્ટી જેવું છે, જેમાં આખી રાત જલસો યોજાય છે.
ભારતમાં વિવિધ ધર્મ અને જ્ઞાતિ પ્રમાણે રિવાજોને અનુસરવામાં આવે છે.
લગ્ન પહેલાં સગાઈની પરંપરા ઉપરાંત અનેક રીતરિવાજ અનુસરવામાં આવે છે.
આ પ્રથાઓમાંની કેટલીક પ્રથા બ્રાઇડલ શાવર જેવી જ છે.

લગ્નની અન્ય પરંપરા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
લગ્નની ભારતીય પ્રથાઓમાં બ્રાઇડલ શાવરની સૌથી નજીક પીઠી ચોળવનો રિવાજ છે.
આ રિવાજ પ્રમાણે છોકરીના ઘરેથી આવેલી હળદર તેને ચોળવામાં આવે છે. જોકે, સમય સાથે આ પરંપરામાં પણ બદલાવ આવ્યો છે.
લગ્નના એક અઠવાડિયા પહેલાં પીઠી ચોળવાનો રિવાજ હતો.
પીઠીના દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરતા અને દુલહનને ભેટસોગાદ આપતા હતા.
જોકે, સમય સાથે આ પરંપરામા પરિવર્તન આવી રહ્યું છે.
દેશના પૂર્વોતર વિસ્તારમાં જૂના જમાનામાં લગ્નની તૈયારીઓ મહિનાઓ અગાઉ શરુ થઈ જતી.
પીઠીનો લેપ ચોળવાની પ્રથા, ઘઉં દળવાની પ્રથા, ફૂલોની સજાવટની પ્રથા વગેરે જેવી પ્રથાઓ લગ્ન સમય જોવા મળતી હતી.
ગામડામાં મહિલાઓ ચોખા વીણવાની સાથે લગ્ન ગીતો ગાતાં હતાં.
ઘણા પરિવારોમાં ચોખા પરિજનો તરફથી આપવામા આવતા, ખાસ કરીને મોસાળ પક્ષ તરફથી.

પંજાબની પરંપરા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પંજાબમાં વિવિધ પ્રકારના રિવાજો લગ્નમાં અનુસરવામાં આવે છે. આ રિવાજ પીઠી ચોળવાના રિવાજ જેવા જ હોય છે.
આ રિવાજોમાં પંજાબમાં 'વટના' લોકપ્રિય છે. વટના રિવાજ સાથે જ દુલહનનો શણગાર શરુ થઈ જાય છે.
બીબીસી પંજાબી સેવાનાં અમારાં સહયોગી સુમનદીપ કૌરે જણાવ્યું કે આ પ્રકારે જ બૅન્ગલ સૅરિમની અથવા તો બંગડી પહેરાવવાની પ્રથા હોય છે.
આ પ્રથા બ્રાઇડલ શાવર જેવી જ છે, જેની વિધિમાં બહેનપણીઓ દુલહન માટે લાલ અને લીલા રંગની બંગડીઓ લાવે છે.
પ્રત્યેક બહેનપણી દુલહનને એકએક બંગડી પહેરાવે છે.
આ વિધિ લગ્નના એક મહિના અગાઉ થાય છે.
બીબીસી પંજાબી સેવાના અમારા સહયોગી ખુશહાલ લાલીએ જણાવ્યું હતું કે લગ્ન પહેલાં 'જાગો' રિવાજ પણ પંજાબમાં પ્રચલિત છે.
આ રિવાજ મુજબ, લગ્ન પહેલાં ગ્રામજનોને લગ્નનું આમંત્રણ આપવામાં આવે છે અને ખૂબ જ મસ્તી થાય છે.


ઇમેજ સ્રોત, EPA
મહિલાઓ માથે માટીનાં વાસણો મૂકે છે જે આગ અને પાણીનું પ્રતિનિધિત્વ કરે છે.
આ વાસણોમાં પરંપરાગત રીતે દીવા પ્રગટાવતા હતા. જોકે, સમય સાથે પરિવર્તન આવ્યું છે હવે તેમાં બલ્બ મૂકાય છે.
મહિલાઓ માટે આ ઘડો માથે મૂકીને ગામમાં ફરી લગ્નની જાણ કરે છે.
ગામડાઓમાં લગ્ન સમગ્ર ગામની જવાબદારી હોય છે અને દહેજનો રિવાજ બ્રાઇડલ શાવરના હેતુને પરિપૂર્ણ કરે છે.


દહેજની તૈયારીઓ લગ્ન પહેલાંથી જ શરૂ થઈ જાય છે, પરંતુ લગ્નની તારીખ નક્કી થયા બાદ તેમાં વધારો થાય છે. દહેજ આપવામાં સંબંધીઓની મદદ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પ્રકારે જ મેદી અને સંગીતનો રિવાજ છે.
મેદી લગ્નના એક દિવસ અગાઉ મૂકવામાં આવે છે, જેથી તે દુલહનના હાથમાં સારી રીતે ખીલી શકે.
દુલહન ઉપરાંત તેમની બહેનપણીઓ પણ હાથમાં મેદી મૂકે છે.
આ પ્રકારે જ ખોળો ભરવાનો રિવાજ પણ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















