જ્યારે હિંદુ મંદિરને અપાયાં નવાં રંગરૂપ

મલેશિયામાં આવેલા આ હિંદુ મંદિરને નવા રંગરૂપ આપવામાં આવ્યા છે. બટુની ગુફા સુધી જતાં 272 પગથિયાંને આ રીતે વિવિધ રંગોથી રંગવામાં આવ્યાં હતાં.

કુઆલા લુમ્પુરના છેવાડે આવેલી આ જગ્યા એક ધાર્મિક સ્થળ અને પ્રખ્યાત પર્યટન સ્થળ પણ છે.

જોકે, સ્થાનિક મીડિયા અનુસાર મંદિરના પગથિયાંનું રંગકામ કરવા બદલ મંદિરના મૅનેજમૅન્ટે સરકાર તરફથી મુશ્કેલીનો સામનો કરવી પડી શકે છે.

કેમ કે, આ સ્થળ હેરિટેજ શ્રેણીમાં આવતું હોવાથી ત્યાં હેરિટેજ ઇમારતો સંબંધિત નિયમો લાગુ પડે છે.

કદાચ ફરીથી તેને તેની પૂર્વ સ્થિતિમાં લાવી દેવાય એવી શક્યતા છે. પરંતુ ત્યાં સુધી તમે આ મંદિરની તસવીરોની સુંદરતા માણી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો