મૃત બચ્ચાને લઈને 17 દિવસ સુધી તરતી રહી આ વહેલ

ઇમેજ સ્રોત, KEN BALCOMB, CENTER FOR WHALE RESEARCH
એક કિલ વહેલે પોતાના મૃત નવજાત બચ્ચાને 17 દિવસ સુધી પોતાની સાથે વળગાડી રાખ્યાં બાદ અલગ કર્યું.
આ દરમિયાન વહેલ પોતાના મૃત બચ્ચાને સાથે રાખીને 1600 કિલોમીટર સુધી તરતી રહી.
કેનેડાના વાનકુંવર ટાપુ પર વહેલ પર સંશોધન કરતું એક રિસર્ચ સૅન્ટર છે. આ સૅન્ટર દ્વારા જ એ વહેલ પર નજર રાખવામાં આવી રહી હતી.
પોતાના બચ્ચાનાં મૃત્યુથી એ વહેલ એટલી આઘાતમાં હતી કે તેના વર્તનમાં એવી ઘણી વસ્તુઓ પહેલી વખત જોવા મળી, જે સામાન્ય રીતે વહેલના વર્તનમાં નથી જોવા મળતી.
દુઃખમાં પોતાના બચ્ચાના મૃત શરીરને વહેલ માછલીઓ સામાન્ય રીતે એક અઠવાડિયા સુધી પોતાની પાસે રાખે છે. પરંતુ આ વહેલે તમામ રેકર્ડ તોડી નાખ્યા છે.
આ વહેલનું નામ J35 છે. છેલ્લા કેટલાક દિવસોથી તેણે દુનિયાનું સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. સમૃદ્ર કિનારેથી લેવામાં આવેલી ટેલિફોટો ડિજિટલ ઇમેજથી જાણવા મળ્યું છે કે, તેની તબિયત બરાબર છે.
શું તમે આ વાંચ્યું?
પોતાના બચ્ચાને છાતીએ વળગાડીને પહેલી વખત આ વહેલ 24 જુલાઈ જોવા મળી હતી. એમ કહેવાય છે કે એ જ સમયગાળામાં થોડા દિવસો પહેલાં જ એ બચ્ચું મૃત્યુ પામ્યું હતું.
હજી સુધી બચ્ચાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેનેડા અને અમેરિકામાં કિલર વહેલને વિલુપ્તિને આરે આવેલી માછલીયોની શ્રેણીમાં રાખવામાં આવી છે. તાજેતરના વર્ષોમાં આ માછલીઓની સંખ્યામાં નાટ્યાત્મક રીતે ઘટાડો થયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














