તમારામાં છે આ છ ખાસિયતો? તો તમને કારકિર્દીમાં મળી શકે છે સફળતા

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડેવિડ રોબસન
    • પદ, બીબીસી કેપિટલ

નોકરી કરનાર દરેક લોકોને પ્રમૉશન કે આગળ વધવાની ઇચ્છા હોય છે. પરંતુ એવું વ્યક્તિમાં શું હોવું જોઈએ કે જે નોકરી કે કારકિર્દીમાં સફળતા અપાવી શકે.

દરેક વ્યક્તિ કેમ તેની કારકિર્દીમાં સફળ થતી નથી અથવા તો તે ધારે એટલી સફળતા તેને મળતી નથી.

આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમારામાં જો અમુક પ્રકારની ખાસિયતો હોય તો તમે કારકિર્દીમાં આગળ વધી શકો છો.

એક સંશોધન દરમિયાન વ્યક્તિની છ ખાસિયતો જાણવા મળી છે. જેના આધારે તે સમર્થ અને સફળ બને છે.

યુનિવર્સિટી કૉલેજ લંડનના ઇયાન મૅકરાય અને એડ્રીયન ફુર્હેમે સંશોધન કરી રહ્યા છે. તેમણે આ મામલે બીબીસી સાથે વાત કરી હતી.

તો ચાલો જાણીએ કે કઈ છ ખાસિયતો તમને નોકરીમાં સફળતા અપાવી શકે છે.

line

કામ પ્રત્યે અતિ ચોક્કસ

સ્ટીકી નૉટ્સ પર દરેક વિગત લખતી એક વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

આ એક એવી ખાસિયત છે જે વ્યક્તિને દરેક બાબત બારીકાઈથી જોતી કરે છે.

આ પ્રકારની ખાસિયત ધરાવતી વ્યક્તિ લાગણીઓ પર કાબુ રાખવા સક્ષમ હોય છે.

ઉપરાંત તે પોતાની ચતુરાઈ દ્વારા લાંબાગાળાના આયોજન પર ધ્યાન આપી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સામાન્ય જ્ઞાન બાદ આ એક એવી ખાસિયત છે જે વ્યક્તિને નિર્ધારિત કરેલું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ખૂબ મદદ કરે છે.

અભ્યાસમાં સફળ થતી ઘણી વ્યક્તિઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. જે નાની નાની બાબતોનું ધ્યાન રાખી વધારે માર્ક્સ લાવે છે.

તમારા હાથ પર રહેલા કામમાં ઝીણવટભરી વિગતો પર ધ્યાન આપવાથી યોજનાઓ ખૂબ સારી બને છે અને સફળતાની ટકાવારી વધી શકે છે.

જોકે, વધારે પ્રમાણમાં અતિ ચોક્કસ થવું ક્યારેક વ્યક્તિઓને અક્કડ અને જિદ્દી બનાવી દે છે. જે નુકસાનકર્તા છે.

line

અનુકૂળ થવાની ક્ષમતા

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નોકરી કે બિઝનેસમાં ઘણી વખત એવી પરિસ્થિતિ આવે છે જે વ્યક્તિને અસ્વસ્થ બનાવી દે છે.

ઘણા લોકોને નવી પરિસ્થિતિ કે નવા પ્રકારનું કામ પણ પરેશાનીમાં મૂકે છે.

પરંતુ જો વ્યક્તિમાં પરિસ્થિતિને અનુકૂળ થવાની ક્ષમતા હોય તો તે કોઈ પણ દબાણ હેઠળ કામ કરી શકે છે.

દબાણ હેઠળ કામ કરવા માટે અનુકૂળ થઈ જવાથી તેમની ક્ષમતા અને નિર્ણયો લેવાની કાર્યપદ્ધતિ પર અસર પડતી નથી.

જો, આ અનુકૂળ થવાની ક્ષમતા વ્યક્તિમાં વિકસે નહીં તો તેઓ સારી રીતે કામ કરી શકતી નથી.

line

અનિશ્ચિત વસ્તુઓનો સામનો કરવાની આવડત

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તમે એવા લોકોમાંથી છો કે જેમને અણધાર્યું કામ કરવાની મજા આવે છે?

જે લોકોમાં અનિશ્ચિત બાબતોનો સામનો કરવાની આવડત હોય છે તેઓ અલગ અલગ દૃષ્ટિકોણથી એક વસ્તુને જોઈ શકે છે અને પછી નિર્ણય લે છે.

જે વ્યક્તિ અનિશ્ચિતતાનો સામનો કરવા હંમેશાં તૈયાર રહે છે તેઓ જો તેમના કામમાં બદલાવ આવે તો પણ યોગ્ય રીતે તેને પૂર્ણ કરી શકે છે.

ઉદાહરણ તરીકે અર્થતંત્રમાં ફેરફાર નોંધાવા, નવી ટેકનૉલૉજીનો સામનો કરવો હોય કે પછી મુશ્કેલ પરિસ્થિતિ સામે હોય, દરેક પરિસ્થિતિમાં એક વ્યક્તિ યોગ્ય પ્રતિક્રિયા આપી શકે તે કામમાં ખૂબ આગળ વધી શકે છે.

line

માહિતી મેળવવા હંમેશાં ઉત્સુક રહેવું

વીડિયો કૅપ્શન, ભવિષ્યમાં કેવી નોકરીઓની રહેશે ડિમાન્ડ?

બીજી ખાસિયતોની સરખામણીએ મનોવૈજ્ઞાનિકોએ માહિતી મેળવવા ઉત્સુક્તા તરફ ઓછું ધ્યાન આપ્યું છે.

જોકે, હાલ કરવામાં આવેલાં કેટલાંક સંશોધન જણાવે છે કે નવા વિચારો કારકિર્દીમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

તેનો મતલબ એવો થાય છે કે તમે વધારે કલ્પનાશીલ છો અને માહિતી મેળવવા માટે સતત ઉત્સુક છો.

તેનાથી તમને કામમાં ખૂબ મદદ મળી રહે છે અને કામ કરીને સંતોષ પણ થાય છે.

જોકે, વધારે ઉત્સુક્તા પણ સારી નથી. તેનાથી એક વ્યક્તિનું મગજ એક પ્રોજેક્ટમાંથી બીજા પ્રોજેક્ટમાં ભટકતું રહે છે અને તેમાં પણ એક પણ પ્રોજેક્ટ પૂર્ણ થતો નથી.

ખતરાનો સામનો કરવાનું ધૈર્ય

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

શું તમે એવું કામ કરવાનું પસંદ કરશો કે જેનાથી તમને શરૂઆતમાં તો મુશ્કેલીઓ પડે, પણ આગળ ચાલતા તેના ઘણા ફાયદા હોય.

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની આવડત હોવી જરૂરી છે કે જેથી નિર્ણય લેવાની ક્ષમતા વ્યક્તિમાં આવી શકે.

નિર્ણય એવા સમયે પણ લેવાનો હોય છે જ્યારે તમારી સામે એક મજબૂત વિરોધી પક્ષ ઊભો હોય.

વિરોધ કે પ્રતિકૂળ સમયમાં પણ તમે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા હોવ તો આગળ વધવાની શક્યતા વધારે રહે છે.

line

સ્પર્ધાત્મકતા

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તમે એવું કામ પસંદ કરો છો કે તેમાં સ્પર્ધા હોય? સ્પર્ધા કરવી તમને ગમે છે ખરી?

જો આ પ્રશ્નોનો જવાબ હા છે, તો તમે સ્પર્ધા કરી સફળતા મેળવાવનો ગુણ ધરાવો છો.

હાલના સમયમાં મોટાભાગના કામમાં સ્પર્ધા કે ટાર્ગેટ હોય છે. જેથી આ પ્રકારની તમારી ખાસિયત તમને આગળ લઈ જવામાં મદદરૂપ થશે.

પરંતુ સ્પર્ધાત્મક હોવાથી તમે દરેક પ્રયાસ કરશો કે જે સફળતા મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે.

જોકે, કેટલીક પરિસ્થિતિમાં વધારે સ્પર્ધાત્મક હોવાથી ટીમ તૂટી પણ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો