ભવિષ્યમાં કેવી નોકરીની રહેશે ડિમાન્ડ?
નોકરીઓ માટે આ ટ્રાન્સફોર્મેશન પીરિયડ છે. જૂની નોકરી જશે,ત્યારે નવી આવશે. દેશ-વિદેશમાં આ પેટર્ન અલગઅલગ હોઈ શકે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ, દુનિયા અત્યારે ચોથા ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશનના આરે ઊભી છે. જેમાં અનેક નવી ટેકનોલોજિ હશે.
ભારતની વાત કરીએ તો નોકરીઓ આવી તો રહી છે પણ છટણી પણ છે.
આંતરરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં વિશ્વ અને સાઉથ એશિયા કરતાં આ સમસ્યા વધુ છે. સૌથી વધુ બેરોજગારી 15-24 વર્ષના યુવાનોમાં છે.
પણ કેટલાક એવા ફેક્ટર પણ છે, જેનાથી નોકરીની તકો ઊભી થઈ શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં જોવાયું છે કે જેટલી નોકરીની તકો ચૂંટણી પહેલાંના ચાર વર્ષોમાં નવી નીકળે છે, તેના કરતાં છેલ્લા વર્ષે એટલે કે પાંચમા વર્ષે વધુ નીકળે છે.
લગભગ 9 ટકા જેટલું વર્કફોર્સ આવતા વર્ષોમાં એવી નોકરીઓમાં જશે જે નોકરીઓ અત્યારે છે જ નહીં.
'ધ ફ્યૂચર ઑફ સ્કિલ્સ ઍન્ડ જોબ્સ ઇન ઇન્ડિયા'ના નામના ફિક્કી અન નેસકોમ વીથ અર્નેસ્ટ ઍન્ડ યંગ ના આ રિપોર્ટમાં કહેવાયું છે કે, 2022 સુધી 37 ટકા ભારતીય વર્કફોર્સ બીજા સ્કિલ્સની નોકરીઓમાં જતી રહેશે.
-> ભવિષ્યમાં કેવી નોકરીઓની શક્યતા?
•ડેટા એનાલિસ્ટ, કમ્પ્યૂટર અને મેથેમેટિકલ નોકરીઓની ડિમાન્ડ હશે.
આર્કિટેક્ટ્સ અને એન્જિનિયરિંગ નોકરીઓ એમ જ રહેશે.
વધારે સ્પેશિયલાઇઝ્ડ સેલ્સની નોકરીઓની જરૂર પડશે.
સિનિયર મેનેજરની જરૂર પડશે.
- પ્રોડ્ક્ટ ડિઝાઇનર, એચઆર અને એન્વાર્યમેન્ટલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટની પણ જરૂર પડશે.
- રેગ્યુલેટરી અને સરકારી સંબંધોના એક્સપર્ટની માગ પણ રહેશે.
- હેલ્થ સેક્ટરની નોકરીઓમાં વધારો થઈ શકે.
- સોશિયલ ઇન્ટેલિજન્સ અને ન્યૂ મીડિયા લિટ્રસી અને આ સિવાય મેનેજમેન્ટ એનાલિસ્ટ, અકાઉન્ટ્સ અને ઓડિટર્સમાં 2024 સુધીમાં ડબલ ડિજિટમાં ગ્રોથ થઈ શકે છે.
->2020 સુધીમાં આ પાંચ કૌશલ્યોની માગ
- કોમ્પલેક્ષ પ્રોબ્લેમ સોલ્વિંગ
- ક્રિએટિવીટી
- પિપલ મેનેજમેન્ટ અને કોર્ડિનેટિંગ
- જજમેન્ટ અને ડિસિઝન મેકિંગ
- સર્વિસ ઓરિએન્ટેશન અને નેગોશિએશન
જે રીતે દુનિયા ઝડપથી ભાગી રહી છે, આપણે એવા બનવું મળશે જેમાં નવી-નવી સ્કિલ્સ શીખીએ. નવું સ્વીકારતા જઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો