BBC Exclusive: ટ્રમ્પ સાથે મુલાકાત કરાવવા વકીલે યુક્રેન પાસેથી લીધા હતા નાણાં

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અગંત વકીલ માઇકલ કોહેન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત ગોઠવવા ચાર લાખ અમેરિકન ડૉલર (ભારતીય ચલણમાં 2 કરોડ 73 હજાર કરતા વધુ રૂપિયા) મળ્યા હોવાનો દાવો કરાયો છે. સમગ્ર સોદામાં સામેલ રહેલી વ્યક્તિએ આ દાવો કર્યો છે.
સૂત્રોએ જણાવ્યું છે કે આ માટેની વ્યવસ્થા યુક્રેનના પ્રખુખ પેત્રો પોરોશેન્કો માટે કામ કરી રહેલા મધ્યસ્થીઓ દ્વારા કરાવાઈ હતી. જોકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે યુક્રેનના પ્રતિનિધિ તરીકે કોહેનની કોઈ પણ રીતે નિમણૂક કરાઈ નથી. અમેરિકન કાયદા અનુસાર, આ પ્રકારની નિમણૂક જરૂરી છે.

આરોપ નકાર્યા

ઇમેજ સ્રોત, Getty Images
બન્ને દેશના વડાઓ વચ્ચે ગત જૂન મહિને વ્હાઇટ હાઉસમાં મુલાકાત યોજાઈ હતી. જોકે, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખના પરત ફરતાં જ યુક્રેનની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાની તપાસ ટ્રમ્પના પૂર્વ કૅમ્પેન મેનેજર પૉલ માનાફોર્ટના ઘરમાં જઈને અટકી હતી.
યુક્રેનના હાઈ રૅન્કિંગ ઇન્ટેલિજન્સ ઑફિસરે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી આ બેઠક પહેલાં શું-શું થયું હતું એ અંગે માહિતી આપી છે.
આ સમગ્ર મામલે કોહેનની પસંદગી એવા માટે કરવામાં આવી હતી કે યુક્રેનના રજિસ્ટર્ડ લૉબિઇસ્ટ અને વૉશિંગ્ટન ડીસી ખાતેની તેમની ઍમ્બેસી પોરોશેન્કો અને ટ્રમ્પ સાથે ફોટો ખેંચાવી શકે એટલે સુધી ગોઠવણ કરી શકે એમ હતા. જ્યારે યુક્રેનના વડા ટ્રમ્પ સાથે એવી મુલાકાત ઇચ્છતા હતા કે જેને 'વાતચીત' ગણી શકાય.

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર યુક્રેનના પ્રમુખે આ માટે જ બેકચેનલ ડિપ્લોમસીનો સહારો લીધો હતો. આ અંગેનું કામ એક પૂર્વ સહાયકને સોંપવામાં આવ્યું હતું. જેમણે મદદ માટે એક યુક્રેનના કોઈ એવા સાંસદની માગ કરી હતી કે જેના પર ભરોસો કરી શકાય.
તેમણે ન્યૂયોર્ક રાજ્યમાં આવેલી યહૂદી ધર્માદા સંસ્થા 'ચાબડ ઑફ પૉર વૉશિંગ્ટન'ની મુલાકાત લેનારા અંગત સંપર્કોને આ માટે કામ લગાડ્યા હતા.(ચાબડના અધિકારીઓની આમાં કોઈ પણ પ્રકારની સંડોવણી ના હોવાની સ્પષ્ટતા કરવા તેમના પ્રવક્તાએ અમને જણાવ્યું છે.)
આ સંપર્કો ડોનલ્ડ ટ્રમ્પના વકીલ અને વિશ્વાસુ 'ફિક્સર' માઇકલ કોહેન સુધી લંબાયા હતા અને કોહેનને ચાર લાખ ડૉલર ચૂકવાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ટ્રમ્પને આ ચૂકવણી અંગે જાણ હોવાની જાણકારી મળી શકી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનની રાજધાની કીવ ખાતેના અન્ય એક સૂત્રએ પણ આવી જ માહિતી આપી છે. જોકે, તેમના જણાવ્યા અનુસાર, કોહેનને ચૂકવાયેલી રકમ છ લાખ ડૉલર (ભારતીય ચલણમાં રૂ. 4 કરોડ 9 લાખ કરતા વધુ રકમ) હતી.
કોહેનની નાણાંકીય માહિતી જાહેર કરનારા વકીલ માઇકલ ઍવેનાટ્ટીએ પણ આ દાવાને સમર્થન આપ્યું છે. ઍવેનાટ્ટી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વિરુદ્ધના પોર્ન ઍક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સનો કેસ લડી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













