You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિરવ મોદી વિશે બોલતાં કેમ ડરે છે ગુજરાતી હીરા વેપારીઓ?
તાજેતરમાં નિરવ મોદીના કૌભાંડ પછી તેમનું જન્મસ્થળ એન્ટવર્પ સમાચારમાં છે.
બેલ્જિયમનું આ શહેર 1950થી 1970ની વચ્ચે વિશ્વના ડાયમંડ કેપિટલ તરીકે ઓળખાતું હતું.
એન્ટવર્પ ગુજરાતી હીરાના વેપારીઓનો એક ગઢ બની ગયું હતું. એન્ટવર્પમાં 800થી વધારે ગુજરાતી પરિવારો વસવાટ કરે છે.
1950ના દાયકાથી ગુજરાતી વેપારીઓનું એન્ટવર્પમાં આવવાનું શરૂ થયું. આ વેપારીઓ અહીં હીરા કારોબારનું સામ્રાજ્ય સ્થાપવા માગતા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
વર્ષોથી જેમણે આ વેપારને સામ્રાજ્ય બનાવવામાં સખત મહેનત કરી છે તેમને હવે નીરવ મોદીના કૌભાંડથી ડર છે.
તેમને ડર છે કે નીરવ મોદીને કારણે તેઓ પણ અન્ય લોકોની નજરમાં આવશે. આથી તેઓ આ બાબતે વાત કરવાથી પણ દૂર રહે છે.
બીબીસીનાં રિપોર્ટર એન્ટવર્પમાં પચાસ વર્ષ પહેલાં પહોંચેલા ગુજરાતી ભણસાલી પરિવારને મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ભણસાલી પરિવારનું નામ રફ અને પોલિશ્ડ હીરાના વ્યવસાયમાં જાણીતું છે. અમિત ભણસાલી રોઝી બ્લૂ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે. જે દુનિયાની સૌથી મોટી ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓમાંથી એક છે.
જેના વિશે ખચકાયા વિના મુક્તપણે તેમણે વાત કરી તે હતી તેમના જીવનની ચમક - હીરા વિશે.
અમિત ભણસાલીના પપ્પા અને સસરાના પરિવારના સભ્યો હીરાના વેપારી હતા. બન્ને પરિવાર એન્ટવર્પમાં સ્થાયી થયા હતા.
અમિત કામ માટે એન્ટવર્પ આવ્યા, જ્યારે તેમના પત્ની રુપા એન્ટવર્પમાં જ જન્મ્યા હતા. તે સમયે ગણ્યાં-ગાંઠ્યા ગુજરાતી અને ભારતીય પરિવારો અહીં રહેતા હતા.
અમિત જણાવે છે કે યૂરોપ માટે એન્ટવર્પ અને હીરાનો સંબંધ ભારત સાથે હીરાના સંબંધ જેવો છે.
તેઓ કહે છે ધીમે ધીમે આવતા ગુજરાતી પરિવારોથી અહીં કમ્યૂનિટી વધતી ગઈ.
રૂપા કહે છે કે તે સમયના એન્ટવર્પ અને આજના એન્ટવર્પમાં ઘણો ફરક છે. ત્યારે ભારતથી તેઓ એકદમ દૂર હતાં.
તેમણે કહ્યું, "ભારતમાં મળતી શાકભાજી પણ અમારા માટે ઓળખવી મુશ્કેલ હતી."
ભણસાલી પરિવારની જેમ ઘણા પરિવારોએ એકલા હાથે કામ શરૂ કર્યું હતું અને આજે 50 વર્ષો પછી તેમનો વ્યવસાય કરોડો રૂપિયાનો છે.
હીરા વ્યવસાયનો પાયો વિશ્વાસ પર આધારિત છે. મહેનત, મોટા પરિવાર અને સસ્તા ભારતીય કામદારો તેમની સફળતાની ચાવી છે.
હીરાના વેપાર માટે જાણીતા એન્ટવર્પમાં એક સમયે રૂઢિવાદી યહુદીઓનો પ્રભાવ હતો. પરંતુ આજે 'હોવેનિએર સ્ટ્રેટ'માં દર બીજો ચહેરો ગુજરાતીનો છે.
અહીંની 1800 ઓફિસમાંથી અડધીથી વધારે ભારતીયોની છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો