ઇચ્છા મૃત્યુ માટે વિશ્વના કયા દેશોમાં કેવા છે કાયદા?

ભારતમાં ઇચ્છા મૃત્યુ મામલે ફરી ચર્ચાએ જોર પકડ્યું છે.

ઇચ્છા મૃત્યુના મામલા બે પ્રકારના હોય છે- એક નિષ્ક્રિય ઇચ્છા મૃત્યુ અને બીજી સક્રિય ઇચ્છા મૃત્યુ.

નિષ્ક્રિય ઇચ્છા મૃત્યુના મામલે એવી વ્યક્તિને પોતાના પરિજનોની મરજીથી મરવાની છૂટ આપવામાં આવે છે જે જીવન રક્ષક પ્રણાલી અને અચેત અવસ્થામાં હોય છે. પરંતુ ટેકનિકલ રૂપે તે જીવિત હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

પરિજનો ન હોવા પર ડૉક્ટર પણ આ મામલે નિર્ણય લઈ શકે છે.

સક્રિય ઇચ્છા મૃત્યુ મામલે ઠીક ન થનારી બીમારીની હાલતમાં કોઈ પણ દર્દીને તેની ઇચ્છા અનુસાર મૃત્યુ આપવામાં આવે છે.

કયા દેશમાં કયા રૂપે આપવામાં આવે છે ઇચ્છા મૃત્યુ

  • અમેરિકા- અહીં સક્રિય ઇચ્છા મૃત્યુ ગેરકાયદેસર છે પરંતુ ઓરેગન, વોશિંગટન અને મોંટાના રાજ્યોમાં ડૉક્ટરની સલાહ અને તેમની મદદથી મરવાની પરવાનગી આપવામાં આવે છે.
  • સ્વિત્ઝરલેન્ડ- અહીં જાતે જ ઝેરી ઇન્જેક્શન લઇને આત્મહત્યા કરવાની પરવાનગી છે. જોકે, ઇચ્છામૃત્યુ ગેરકાયદેસર છે.
  • નેધરલેન્ડ્સ- અહીં ડૉક્ટરના હાથે સક્રિય ઇચ્છા મૃત્યુ અને દર્દીની ઇચ્છા અનુસાર આપવામાં આવતું મૃત્યુ દંડનીય અપરાધ નથી.
  • બેલ્જિયમ- અહીં સપ્ટેમ્બર 2002થી ઇચ્છામૃત્યુ વૈધાનિક બની ચૂકી છે.
  • બ્રિટન, સ્પેન, ફ્રાન્સ અને ઇટલી જેવા યૂરોપીય દેશો સહિત દુનિયાના મોટા ભાગના દેશોમાં ઇચ્છા મૃત્યુ ગેરકાયદેસર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો