You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનનાં આ છે 'સિક્રેટ હથિયાર'!
- લેેખક, લૉરા બિકર
- પદ, પ્યોંગચાંગ
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે મિસાઇલ છોડવાની જરૂર નથી.
તેમના શસ્ત્રગારમાં ઘણાં અન્ય શક્તિશાળી હથિયાર છે. આ હથિયાર મશીન નહીં પણ મહિલા દૂત છે.
હાલ તેમના વિશે એટલી ચર્ચા થાય છે જેટલી ઉત્તર કોરિયાની મિસાઇલ્સ અંગે થતી નથી.
તેમાં હાલ જ સૌથી વધારે ચર્ચામાં રહ્યાં છે કિમ જોંગ ઉનના બહેન કિમ યો જોંગ.
કિમ યો જોંગે દક્ષિણ કોરિયાના દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને તેમના મનમાં એક જુદી જ છાપ છોડી છે.
તમને આ પણ વાંચવું ગમશે
જ્યારે તેઓ પોતાના ભાઈના સંદેશને લઇને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં ત્યાં જ ટીવી પર તેમના દરેક અંદાજને બતાવવાનું શરૂ થઈ ગયું.
કિમ યો જોંગના ચમકતાં કપડાં, તેમના વાળ અને તેમનો અંદાજ-એ-બયાં. અમેરિકામાં પ્રતિબંધિત હોવા છતાં ટીવી ચેનલ પર તેમનાં વ્યક્તિત્વ અંગે ચર્ચા ચાલી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિન્ટર ઑલિમ્પિક
જ્યારે કિમ યો જોંગે દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં આયોજિત વિન્ટર ઑલિમ્પિકમાં હાજરી આપી, ત્યારે દર્શકોના મોઢાં તેમજ તેમના મોબાઇલ કિમ યો જોંગ તરફ ફરી ગયા.
તેઓ રહસ્યમયી દેશમાંથી એક માનવીય ચહેરો બનીને સામે આવ્યાં હતાં. હું પણ સ્ટેડિયમની ભીડમાં સામેલ હતી.
એક યુવાને મને કહ્યું, "આ ચમત્કાર આશ્ચર્યચકિત કરી દે તેવો છે. મેં આ ઉત્તર કોરિયાને પહેલાં ક્યારેય જોયું નથી."
પરંતુ અહીં લોકો એ ન ભૂલે કે તેઓ પ્યોંગચાંગ પોતાના ભાઈની છબી ચમકાવવા માટે આવ્યાં હતાં. પરંતુ તેમણે મીડિયામાં પોતાના દેશની છબી જ બદલી નાખી.
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસનાં પ્યોંગયાંગ બ્યૂરો ચીફ જીન લી કહે છે, "દક્ષિણ કોરિયાના લોકો માટે આ એક અસામાન્ય ઘટના હતી."
છબી બદલી નાખી
જીન લી કહે છે, "તેમણે સૌથી સુંદર મહિલાને અહીં મોકલ્યા છે. જ્યારે તમે ઉત્તર કોરિયા જશો ત્યારે આવી સુંદર મહિલાઓ તમને આકર્ષિત કરશે."
"તેમનું કામ જ હોય છે કે તેઓ એ અનુભવ કરાવે કે તેમનો દેશ અને ત્યાંના લોકો એટલા ખરાબ નથી."
છબી બદલવાનું કામ થોડા દિવસ પહેલા શરૂ થયું હતું જ્યારે ઉત્તર કોરિયાનું મહિલા બેંડ દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ પહોંચ્યું હતું.
જ્યારે ઉત્તર કોરિયાની 'આર્મી ઑફ બ્યૂટી' દક્ષિણ કોરિયા પહોંચી તો સુંદર દેખાવાની ઇચ્છા રાખતા દક્ષિણ કોરિયાઈ લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું.
એક પૂર્વ ચીયરલીડરનો ડર
ઉત્તર કોરિયાની ચીયરલીડર ગ્રુપના પૂર્વ સભ્ય હૈન સો-હેએ જણાવ્યું, "અમારી પાસે આશા રાખવામાં આવે છે કે અમે એવી રીતે પ્રદર્શન કરીએ કે ઉત્તર કોરિયા સમાજવાદી આત્મનિર્ભર દેશ છે."
"એ આશા રાખવામાં આવે છે કે અમે દુશ્મનોનાં મનમાં ઊતરવા જઈ રહ્યા છીએ અને એ બતાવવું હોય છે કે અમે અભિમાની છીએ."
જ્યારે હૈન સો હેના ભાઈને દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેમણે પણ ઉત્તર કોરિયા છોડવું પડ્યું.
જો તેઓ ત્યાં રહેતાં તો તેમને તેમજ તેમના પરિવારને જેલવાસ ભોગવવો પડતો.
હૈન સો હે દક્ષિણ કોરિયામાં સ્વતંત્ર જીવન જીવે છે.
તેઓ ઉત્તર કોરિયામાં ટ્રેનિંગના દિવસોને યાદ કરતાં કહે છે, "અમને કહેવામાં આવતું કે તમે બીજા દેશમાં પોતાના દેશ અને પોતાના નેતા જનરલ કિમનું માન સન્માન વધારવા માટે જઈ રહ્યાં છો."
"મારી એક સાથી કહેતી હતી કે તે પોતાના દેશને ભૂલી ન જાય તે માટે હંમેશા પોતાની સૂટકેસમાં પોતાના દેશની માટી અને કિમ જોંગ ઉનના પિતાની નાની મૂર્તિ લઈને જતી હતી. "
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો