કેવી રીતે 500 કરોડના બિટકૉઇનની ચોરી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
સ્લોવેનિયાની કંપની નાઇસહૈશમાંથી 500 કરોડના બિટકૉઇનની ચોરી થઈ છે
હાલ વિશ્વભરમાં બિટકૉઇનના વધેલા ભાવો અને તેની ખરીદી ચર્ચામાં છે. ત્યારે હેકર્સ પણ આ મામલે સક્રિય બની ગયા છે.
તાજેતરમાં જ હેકર્સે 500 કરોડ રૂપિયાની કિંમતના બિટકૉઇનની ચોરી કરી છે. આ ચોરી સ્લોવેનિયાની કંપની નાઇસહૈશમાંથી થઈ છે
અત્યાર સુધી એ દાવો કરવામાં આવતો હતો કે 2009માં લોંચ થયેલા આ વર્ચ્યુઅલ કરન્સીની ચોરી લગભગ અશક્ય છે.
જે સમયે બિટકૉઇન પર હેકર્સે હાથ સાફ કર્યો, તે સમયે બિટકૉઇનની ખરીદી ચાલી રહી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
બિટકૉઇનનું પ્રબંધન કરનારી સ્લોવેનિયાની કંપની નાઇસહૈશના ડાયરેક્ટર માર્કો કોબાલનું કહેવું છે કે હેકર્સ યુરોપની બહારના છે.
કોબાલે કહ્યું કે હેકર્સે કેટલીક કલાકો સુધી કંપનીની કમ્પ્યુટર સિસ્ટમ પર નિયંત્રણ મેળવી લીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
કોબાલ કહે છે, "આ એક પ્રોફેશનલ હુમલો હતો. હેકર્સે ખૂબ પ્રભાવશાળી એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો છે. તેઓ અમને બરબાદ કરી દેવા માગે છે."
કોબાલનું કહેવું છે કે બિટકૉઇનની થયેલી આ પ્રકારની ચોરીથી તેઓ અને તેમના અન્ય સાથી પરેશાન છે.
4700 કરતા વધારે બિટકૉઇનની ચોરી પાછળ કોનો હાથ છે તે અંગે હજુ જાણકારી મળી શકી નથી.
પરંતુ બિટકૉઇનની સુરક્ષાને લઇને ચર્ચાઓ ચોક્કસથી શરૂ થઈ થઈ ગઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
બિટકૉઇનના રોકાણકારોમાં આ ચોરીથી અફરા તફરી ન મચી જાય, તે માટે કોબાલે ફેસબુક લાઇવના માધ્યમથી રોકાણકારોને સંબોધિત પણ કર્યા હતા.
તેમણે હેકર્સને ચેતવણી આપી હતી, "અમે તમને કોઈને નહીં છોડીએ."
તેમણે કહ્યું કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફૉરેન્સિક વિશેષજ્ઞોએ તપાસ શરૂ કરી છે.
જો કે ફેસબુક લાઇવ દરમિયાન રોકાણકારોનો ગુસ્સો પણ તેમના પર જોવા મળ્યો હતો.
સુરક્ષામાં આવેલી આ ચૂકના કારણે કંપનીઓએ ખરી-ખોટી વાતો પણ સાંભળવી પડી હતી.

બિટકૉઇન કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બિટકૉઇન એક કમ્પ્યૂટર ફાઇલ હોય છે જેને સ્માર્ટફોન અથવા તો કમ્પ્યૂટરના ડિજિટલ વૉલેટમાં રાખી શકાય છે.
પ્રત્યેક લેવડ-દેવડની યાદી પણ તૈયાર થાય છે જેને બ્લોકચેઇન કહેવામાં આવે છે.
આ કરન્સી માત્ર કોડમાં હોવાના કારણે તેને જપ્ત નથી કરી શકાતી કે નષ્ટ પણ નથી કરી શકાતી.

કેવી રીતે મળે છે બિટકૉઇન?

ઇમેજ સ્રોત, Getty Images
બિટકૉઇન મેળવવા માટે મુખ્યત્વે ત્રણ રીત છે.
તેને અસલી પૈસાથી ખરીદી શકાય છે.
બીજી રીત એ છે કે કોઈ વસ્તુ અથવા સેવા ખરીદવી જેની પેમેન્ટ બિટકૉઇનથી થાય છે.
ત્રીજી રીત એ છે કે નવી કંપનીઓના માધ્યમથી તેમને ખરીદવામાં આવે, જેમની પોતાની વર્ચ્યુઅલ મુદ્રા હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












