શું લીવરપૂલમાં કોકા-કોલા ટ્રક પર લાગી જશે પ્રતિબંધ?

ઇમેજ સ્રોત, PA
ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તહેવારના સમયે બ્રિટનના લીવરપૂલમાં રહેતા કોકા કોલાના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે.
મેદસ્વિતાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ક્રિસમસ પર કોકા-કોલા ટ્રક પર પ્રતિબંધ લગાવવા પ્રયાસ શરૂ કરાયા છે.
લીવરપૂલના લિબરલ ડેમોક્રેટ લીડર રિચર્ડ કેમ્પે કહ્યું છે કે શહેર ખરાબ રીતે મેદસ્વિતાની ઝપેટમાં આવી ગયું છે.
તમને આ વાંચવું પણ ગમશે :
લીવરપૂલ ઇકોના રિપોર્ટના આધારે રિચર્ડ કેમ્પનું માનવું છે કે કોકા-કોલા ટ્રક એવા પ્રોડક્ટને પ્રમોટ કરે છે કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
જો કે બીજી તરફ કોકા-કોલાના પ્રવક્તાએ કહ્યું છે કે આ ટ્રક સુગર ફ્રી ડ્રિંક્સને પણ પ્રમોટ કરે છે.
પબ્લિક હેલ્થ લીવરપૂલના એક સંશોધનના ચાર મહિના બાદ રિચર્ડ કેમ્પે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં સૌથી વધુ સુગર ધરાવતા નાશ્તાની વાત કરાઈ હતી.
રિચર્ડ કેમ્પે આ સમગ્ર મામલે લીવરપૂલ વન શોપિંગ ડિસ્ટ્રીક્ટના મેનેજરને પત્ર પણ લખ્યો છે.

લીવરપૂલની ચિંતા

ઇમેજ સ્રોત, PA
રિચર્ડ કેમ્પે પત્રમાં લખ્યું છે, "તમને એ વિશે માહિતી હશે કે લીવરપૂલના બાળકો અને વયસ્કો મેદસ્વિતાની ઝપેટમાં છે. 11 વર્ષની ઉંમર ધરાવતા 30% આપણા બાળકો મેદસ્વી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મેદસ્વિતાનું સૌથી મોટું કારણ સોફ્ટ ડ્રિંક્સ છે."
"મને ચિંતા છે કે તમે લોકો આ વર્ષે કોકા-કોલા વૅનનું લીવરપૂલમાં સ્વાગત કરશો. છેલ્લા પાંચ વર્ષોથી આ ટ્રક આવે છે અને લોકો તેનું સ્વાગત કરે છે."
"પરંતુ આ ટ્રકને ક્રિસમસનું સ્વાગત કરવા તૈયાર નથી કરાઈ. આ ટ્રકના માધ્યમથી લોકો સ્વાસ્થ્યને હાનિકારક પ્રોડક્ટ તરફ આકર્ષિત થઈ રહ્યા છે."
કોકા-કોલા ગ્રેટ બ્રિટનના પ્રવક્તા કહે છે કે તેમને હંમેશા લીવરપૂલના સ્થાનિકો પાસેથી સકારાત્મક પ્રતિક્રિયા મળી છે.
તેમણે ઉમેર્યું, "લોકો પાસે ટ્રકને નજીકથી જોવાની તક હશે. તેઓ ત્યાં તસવીરો લઈ શકે છે અને ખુશી મનાવી શકે છે. તો સાથે તેઓ 150ml કોકા-કોલાના કેન અથવા તો સુગર ફ્રી કોકા-કોલાની મજા માણી શકે છે."
"લોકો પાસે ડાયટ કોક અને કોકા-કોલા ઝીરો સુગરના વિકલ્પો પણ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












