સોશિઅલઃ દિવાળી 'મુબારક' કેમ થઈ શકતી નથી?

ઇમેજ સ્રોત, Twitter
જો દિવાળીની શુભકામનાઓ આપવા માટે 'દિવાળી મુબારક' કહેવામાં આવે તો?
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કંઈક આ જ અંદાજમાં દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.
પોતાના ઉદાર વિચારો અને મોહક વ્યક્તિત્વ માટે પ્રખ્યાત ટ્રૂડોએ ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
તસવીરમાં તેઓ પારંપરિક ભારતીય પોશાક પહેરીને દીપ પ્રગટાવતા જોવા મળ્યા હતા.

ઇમેજ સ્રોત, Twitter
તસવીરની સાથે તેમણે લખ્યું, "દિવાળી મુબારક! આજે રાત્રે અમે ઓટાવામાં ઉજવણી કરી રહ્યા છીએ."
તેમણે 'દિવાળી મુબારક' કહ્યું અને સોશિઅલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક લોકોને ટ્રૂડોનું 'દિવાળી મુબારક' કહેવું પસંદ ન આવ્યું.
ઘણા લોકોએ ટ્રૂડોને સલાહ આપી કે આ તહેવાર પર મુબારક ના કહી શકાય, શુભકામના આપી શકાય.
ભાવેશ પાંડેએ જવાબ આપ્યો કે, "દિવાળી મુબારક નહીં, દિવાળીની શુભકામના કહેવામાં આવે છે, આપનું વાક્ય સુધારો."

ઇમેજ સ્રોત, Twitter
તો કેટલાક યુઝર્સે ટ્વિટને ચોક્કસ ધર્મ સાથે પણ જોડી દીધું.
ક્રિસ્ટીનાએ એક વેબસાઈટની સ્ટોરી શેર કરતા ટ્વીટ કર્યું, "જસ્ટીન ટ્રૂડોને જ્યાં પણ મોકો મળે છે, તેઓ મુસ્લિમોને શુભકામના પાઠવવાનું ભૂલતા નથી."

ઇમેજ સ્રોત, Twitter
તેના જવાબમાં અન્ય એક ટ્વિટર યુઝરે કહ્યું કે એ વાત સાચી છે પણ તેઓ પ્રયત્ન તો કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Twitter
અન્ય એક યુઝરે એ કહ્યું કે, "સાચો શબ્દ 'શુભ દિવાળી' છે, 'દિવાળી મુબારક' નહીં. મુબારક અરબી ભાષાનો શબ્દ છે, ભારતીય નથી."

ઇમેજ સ્રોત, Twitter
તો ઘણા લોકો જસ્ટીન ટ્રૂડોના સમર્થનમાં પણ આવ્યા.
જ્હાનવીએ લખ્યું કે તેનાથી કોઈ ફેર નથી પડતો.
એ વાત વધારે અગત્યની છે કે તેઓ ભારતીય તહેવારોનો આદર કરે છે અને તેઓ બધા સાથે મળીને ખુશીથી ઉજવણી કરે છે."

ઇમેજ સ્રોત, Twitter
ઑનેલીએ લખ્યું, "જસ્ટિન, આ અરબી શબ્દ છે પણ અમને તેનાથી જરા પણ વાંધો નથી કેમ કે અમે તમને પ્રેમ કરીએ છીએ."
આ પહેલીવાર નથી જ્યારે ટ્રૂડોએ ભારતીય તહેવાર પર શુભકામનાઓ પાઠવી હોય.
તેઓ હોળી, દિવાળી અને ઇદથી માંડીને પંજાબીઓના તહેવાર વૈશાખીની પણ ધામધૂમથી ઉજવણી કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












