વિવેક રામાસ્વામી : ભારતીય મૂળના કરોડપતિ કોણ છે, જે બનવા માગે છે અમેરિકાના રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, VIVEK2024.COM
- લેેખક, સવિતા પટેલ
- પદ, બીબીસી ન્યૂઝ માટે, કૅલિફોર્નિયાથી

- અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં આ વખત ભારતીય મૂળનાં કેટલાંક ઉમેદવારો પણ નસીબ અજમાવી શકે છે
- તે પૈકી જ એક છે વિવેક રામાસ્વામી
- અમેરિકાના રાજકીય પક્ષ રિપબ્લિકનના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ પણ ઝંપલાવ્યું છે
- પરંતુ તેમની દાવેદારી અંગે કેટલાક ભારતીય મૂળના અમેરિકનો જ શંકા વ્યક્ત કરી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિપદની દોડમાં પોતાની દાવેદારી રજૂ કરનારા ત્રણ રિપબ્લિકન ઉમેદવારોમાંથી બે ભારતીય મૂળનાં છે.
આ બે પૈકી એક નિકી હેલી છે, જેઓ ખૂબ જાણીતાં છે, પરંતુ બીજા ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
વોક પુસ્તકના લેખક, કરોડોના માલિક અને ઉદ્યોગકાર વિવેક રામાસ્વામીએ 21 ફેબ્રુઆરીના રોજ ફૉક્સ ન્યૂઝના એક શોમાં રાષ્ટ્રપતિપદની સ્પર્ધામાં પોતાની દાવેદારીની જાહેરાત કરી હતી.
તેમનું કહેવું છે કે તેઓ નવા અમેરિકન સમપના માટે એક સાંસ્કૃતિક આંદોલન શરૂ કરવા માગે છે અને તેમનું માનવું છે કે જો તેમની પાસે એક બીજાને બંધવા માટે કંઈક મોટું ન હોય તો વિવિધતાનો કોઈ અર્થ નથી.
37 વર્ષના રામાસ્વામીનો જન્મ ઓહાયોમાં થયો હતો. તેઓ હાર્વર્ડ અને યેલમાં ભણ્યા અને બાયો ટેકનૉલૉજીના ક્ષેત્રમાં કરોડો રૂપિયા કમાયા. તે બાદ તેમણે ઍસેટ મૅનેજમૅન્ટ ફર્મ બનાવી.
તેમણે ઉચ્ચ શિક્ષણને મજબૂત કરવા અને ચીન પર અમેરિકાની આર્થિક નિર્ભરતાને ઘટાડવાની વાત કરી.

ભારતીય મૂળના નેતાઓનો સાથ

ઇમેજ સ્રોત, Getty Images
વિક્રમ રામાસ્વામીના વિચાર વિક્રમ મંશારમણિ સાથે મેળ ખાય છે. મંશારમણિ વર્ષ 2022 મિડ ટર્મ ચૂંટણીમાં અમેરિકાની સૅનેટ માટે હેમ્પસાયરથી રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.
વિક્રમ મંશારમણિએ હાલમાં જ રામાસ્વામી સાથે મુલાકાતા કરી હતી. તેઓ પોતાના ભારતીય મૂળ અમેરિકન સાથી રામાસ્વામીને અત્યંત પ્રભાવશાળી, વિચારશીલ અને પોતાની વાતને ખૂબ સારી રીતે રજૂ કરનારા ગણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંશારમણિ કહે છે કે તેમનો વિચાર અમેરિકાને અલગ કરવાના સ્થાને અમેરિકાને એક કરવાનો છે.
તેઓ કહે છે કે, "ઓળખના રાજકારણનાં મૂળ અમેરિકામાં ઊંડે સુધી ઊતરી ચૂક્યાં છે અને આ પ્રકારના રાજકારણની અસર એ થાય છે કે તે એક કરવાના સ્થાને વિભાજિત કરવા માટે કામ કરે છે."
તેમનું કહેવું છે કે, "આપણે એ તમામ બાબતો અંગે કામ કરવું જોઈએ જે સામૂહિક છે."
તેમણે કહ્યું કે તેમના પરિવારે રિપબ્લિકન ઉમેદવાર નિકી હેલીનું હાલમાં જ સ્વાગત કર્યું હતું.

વિક્રમના રાજકારણથી અસંમત

ઇમેજ સ્રોત, RAMASWAMY CAMPAIGN
પરંતુ જે ભારતીયો, રામાસ્વામીના રાજકારણથી સંમત નથી. તેઓ કહે છે કે તેમના કૅમ્પેનમાં ઊંડાણપૂર્વકનો વિચાર નથી.
ડેમૉક્રેટિક પાર્ટીના સમર્થક શેખર નરસિમ્હન એશિયા અમેરિકન્સ ઍન્ડ પૅસિફિક આઇલૅન્ડર્સ એટલે કે આપીના સંસ્થાપક અને ચૅરમૅન છે.
નરસિમ્હન કહે છે કે તેઓ એક ભારતીયે અમેરિકાના રાજકારણમાં નામ કમાવ્યું તે બાબતને લઈને ખુશ છે પરંતુ રામાસ્વામીના વિચારો પર તેમને ખાસ વિશ્વાસ નથી.
તેઓ કહે છે કે, "તેઓ બિઝનેસ સાથે સંકળાયેલી વ્યક્તિ છે અને તેમની કારકિર્દી પર કોઈ ડાઘ નથી, પરંતુ તેઓ કયા વાયદા કરી રહ્યા છે? શું તેઓ ઉંમરવાન વ્યક્તિઓ માટે મેડિકલ કૅર બાબતે ચિંતાતુર છે? માળખાગત વ્યવસ્થા માટે ખર્ચ કરવાને લઈને તેમની પાસે શું યોજનાઓ છે? ઘણા વિષયો પર તેમનો મત હજુ સુધી સામે નથી આવ્યો."
નરસિમ્હન કહે છે કે રામાસ્વામી અમેરિકાને કંઈક કહેવા માગે છે અને તેથી તેઓ રાષ્ટ્રપતિપદની દોડમાં સામેલ થઈ રહ્યા છે. પરંતુ તેઓ શું કહેવા માગે છે, એ હજુ સુધી સ્પષ્ટ નથી.
નરસિમ્હન એવું પણ જણાવે છે કે ભારતીય મૂળના અમેરિકનોએ પણ રામાસ્વામીની પૃષ્ઠભૂમિને યોગ્ય પ્રકારે સ્વીકારી નથી.

'રામાસ્વામીને રાજકારણની જરૂરિયાત'

ઇમેજ સ્રોત, VIVEK2024.COM
ભારતીય મૂળના ઘણા લોકોએ દાયકાઓથી રિપબ્લિકન પાર્ટીનો સાથ આપ્યો છે પરંતુ તેઓ પૈકી કોઈએ પણ ક્યારેય રામાસ્વામીનું નામ નહોતું સાંભળ્યું.
રિપબ્લિકન પાર્ટીનાં જાણીતાં સમર્થક ડૉક્ટર સંપત શિવાંગી કહે છે કે, "હું તેમને ક્યારેય નથી મળી. મને કહેવાયું છે કે તેઓ ઘણા પૈસાદાર છે અને સારું બોલે છે. પરંતુ તેઓ ઘણા ઉમેદવારો પૈકી એક હશે અને તેઓ જીતે તેની શક્યતા પણ ઘણી ઓછી છે."
અન્ય પણ ઘણા લોકો ડૉક્ટર શિવાંગીના આકલનથી સંમત છે.
ડૅની ગાયકવાડે જૉર્જ ડબ્લ્યૂ બુશના કૅમ્પેન માટે ફંડ એકઠો કર્યો હતો. તેઓ કહે છે કે, "જો તેમણે આટલી જલદી રેસમાં સામેલ થવાની જાહેરાત ન કરી હોત તો કદાચ તેમના વિશે કોઈ સવાલ ન કરત."
પરંતુ ગાયકવાડ રામાસ્વામી દ્વારા રેસમાં સામેલ થવાની હિંમત કરાઈ એ વાતની કદર કરે છે. તેઓ કહે છે કે રામાસ્વામીને એક વ્યૂહરચનાની જરૂરિયાત હશે અને આ વ્યૂહરચનામાં ભારતીય મૂળના લોકો માટે કંઈક ખાસ હોવું જોઈએ.
તેઓ કહે છે કે હજુ તો માત્ર શરૂઆત જ થઈ છે. તેમના પ્રમાણે માત્ર ફ્લોરિડાથી જ ઓછામાં ઓછા બે તાકતવર ઉમેદવારો મેદાને ઊતરવાના છે.

કોના કેટલા ચાન્સ?

ઇમેજ સ્રોત, Getty Images
ડૅની ગાયકવાડનો ઇશારો ફ્લોરિડાના ગવર્નર રૉન ડેસેંટિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ છે. ભારતીય મૂળના લોકો કહી રહ્યા છે કે અંતે સ્પર્ધા ટ્રમ્પ, નિકી હેલી અને ડેસેંટસ વચ્ચે યોજાશે.
તેઓ પૈકી મોટા ભાગના લોકો સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ટ્રમ્પની ઉમેદવારી પર હવે કાયદાકીય અવરોધો ઊભા થઈ શકે છે.
ડૉક્ટર શિવાંગી કહે છે કે, "ટ્રમ્પની રેટિંગ્સ 40 ટકા છે. તેમની સરખામણીએ નિકી હેલીને દસ ટકાથી પણ ઓછા પાર્ટીના સભ્યો પસંદ કરી રહ્યા છે. પરંતુ તેઓ જ અમારાં ઉમેદવાર છે. તેમનું ભારતીય મૂળનું હોવું એ મુખ્ય કારણ છે."
રાજકીય મતભેદો છતાં ભારતીય સમુદાયને એ વાતની ખુશી છે કે તેમની અમેરિકાના રાજકારણમાં ભાગીદારી વધી રહી છે, ખાસ કરીને પાછલી ત્રણ ચૂંટણીથી.
ગાયકવાડ કહે છે કે, "એક ખૂબ જ સુંદર વાત થઈ રહી છે. ભારતીય મૂળના અમેરિકન નાગરિક પ્રથમ હરોળમાં આવી રહ્યા છે."
તેમને લાગે છે કે રામાસ્વામીની ઉમેદવારી ભવિષ્ય અને ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહિત કરશે.
રાજકીય વિરોધી પણ આ વાતથી સંમત દેખાય છે.
ડેમૉક્રેટિક પાર્ટીના નરસિમ્હન કહે છે કે, "જો આપણાં બાળકો કોઈ રામાસ્વામી કે ખન્ના કૃષ્ણમૂર્તિને ચૂંટણી લડતા અને જીતતા જોશે તો એનાથી સારું શું હોઈ શકે?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














