અદાણી મામલે પીએમ મોદીના મૌનનો અર્થ શું છે?

મોદી

ઇમેજ સ્રોત, SANSAD TV

    • લેેખક, ઇકબાલ અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સંસદના બન્ને ગૃહને કરેલા સંબોધન પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ગાઢ સંબંધ બાબતે ગંભીર આક્ષેપ કર્યા હતા.

રાહુલ ગાંધીનું કહેવું હતું કે ગૌતમ અદાણીની સફળતાનું મુખ્ય કારણ તેમનો વડા પ્રધાન સાથેનો ગાઢ સંબંધ છે. પછી સ્પીકરે રાહુલ ગાંધીના ભાષણનો કેટલોક હિસ્સો સંસદીય કાર્યવાહીના રેકોર્ડમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. એ કારણે રાહુલ ગાંધીના આખા ભાષણની વિગત અહીં આપી શકાય તેમ નથી.

નરેન્દ્ર મોદી બુધવારે ધન્યવાદ પ્રસ્તાવ બાબતે જવાબ આપવા ઊભા થયા ત્યારે ગૃહના સભ્યો ઉપરાંત ઘણા લોકો એ સાંભળવા આતુર હતા કે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપ બાબતે વડા પ્રધાન શું કહેશે.

વડા પ્રધાને લોકસભા અને રાજ્યસભા એમ બન્ને ગૃહમાં લગભગ દોઢ-દોઢ કલાક ભાષણ આપ્યું હતું, પરંતુ તેમણે તેમાં ગૌતમ અદાણીનું નામ પણ ન લીધું કે ન તો તેમના વિશે કોઈ ગર્ભીત સંકેત આપ્યો.

ગૌતમ અદાણીના મામલામાં વડા પ્રધાનના મૌન વિશે સામાન્ય લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લાઇન
  • નરેન્દ્ર મોદીએ બન્ને ગૃહમાં લગભગ દોઢ કલાક આપેલા ભાષણમાં ખેડૂત, મફત રેશન, પાક્કાં મકાન, રાંધણ ગેસ. વેક્સિનેશન, સ્ટાર્ટ અપ, હાઈવે, રેલવે લાઈન અને ઍરપોર્ટથી માંડીને જમ્મુ-કાશ્મીર તથા ઇશાન ભારતની વાતો કરી હતી
  • એ સિવાય વિરોધ પક્ષ પર શાબ્દિક આક્રમણ કરતાં તેમણે ભ્રષ્ટાચાર, મોંઘવારીથી માંડીને ઉગ્રવાદી હુમલાઓ માટે વિરોધ પક્ષને જવાબદાર ગણાવ્યો હતો
  • વડા પ્રધાને લોકસભા અને રાજ્યસભા એમ બન્ને ગૃહમાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું હતું, પરંતુ તેમણે તેમાં ગૌતમ અદાણીનું નામ પણ ન લીધું કે ન તો તેમના વિશે કોઈ ગર્ભીત સંકેત આપ્યો હતો
  • વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી અનુસાર, વડા પ્રધાન રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપીને તેમને મહત્વ આપવા ઇચ્છતા નથી
  • લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણનો મોટાભાગનો હિસ્સો લોકસભા અધ્યક્ષના આદેશ પછી રેકોર્ડ પરથી હઠાવી દેવાયો હતો. તેથી જે વાત ગૃહની કાર્યવાહીનો હિસ્સો ન હોય તેનો જવાબ વડા પ્રધાન શા માટે આપે?
  • વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન માને છે કે ભાજપ અને મોદી સરકાર અદાણી મામલે કશું બોલવા બાબતે શરમાઈ રહ્યા છે
  • ભાજપનું વલણ એ છે કે આ મામલામાં સેબી અથવા રિઝર્વ બૅન્કે જે કરવાનું હશે તે કરશે, પરંતુ પક્ષ કે સરકારને તેની સાથે કશી લેવાદેવા નથી
  • રાહુલ ગાંધી અને વિરોધ પક્ષ આ મુદ્દાઓને સંસદમાંથી બહાર રસ્તા પર લાવે તથા સતત લડતા રહે તો થોડીક અસર થાય તે શક્ય છે
લાઇન

ખુદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "હું સંતુષ્ટ નથી. વડા પ્રધાનના નિવેદનથી સચ્ચાઈ શું છે તેની ખબર પડે છે. (અદાણી) મિત્ર ન હોય તો (વડા પ્રધાને) કહેવું જોઈએ કે ઠીક છે, તપાસ કરાવું છું, પરંતુ તેમણે તપાસની તો વાત જ ન કરી. તેથી સ્પષ્ટ છે કે વડા પ્રધાન તેમનું રક્ષણ કરી રહ્યા છે. તેમને પ્રમોટ કરી રહ્યા છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પણ ટ્વીટ કરી હતી કે "વિચારકે ચાર સવાલ પૂછ્યા હતા, પ્રચારક એકેયનો જવાબ આપી શક્યા નહીં."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

શિવસેનાનાં રાજ્યસભાનાં સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ એવી ટ્વીટ કરી હતી કે "અદાણી જૂથના પ્રવક્તા અને સેલ્સમૅન ઑફ ધ યરનો ઍવૉર્ડ માનનીય વડા પ્રધાનને મળે છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

નરેન્દ્ર મોદીના રાજકીય વિરોધીઓ કહે છે કે તેઓ આ મામલે આવી રજૂઆત કરે તે દેખીતું છે, પરંતુ સામાન્ય લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીએ આક્ષેપોનો કોઈ જવાબ કેમ ન આપ્યો? અદાણી બાબતે મૌન શા માટે રહ્યા?

ભાજપના રાજકારણ પર બારીક નજર રાખતા વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદીના જણાવ્યા મુજબ, તેના બે કારણ છે. વિજય ત્રિવેદી તેને ટેકનિકલ અને વ્યૂહાત્મક કારણના સંદર્ભમાં વિચારે છે. તેમના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિના સંબોધનના ધન્યવાદ પ્રસ્તાવ વખતે સરકાર સામાન્ય રીતે પોતાના કામકાજ વિશે વિસ્તારથી વાત કરતી હોય છે અને નરેન્દ્ર મોદીએ એવું જ કર્યું હતું.

ટેકનિકલ કારણની વાત કરતાં વિજય ત્રિવેદીએ જણાવ્યું હતું કે લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણનો મોટાભાગનો હિસ્સો લોકસભા અધ્યક્ષના આદેશ પછી રેકોર્ડ પરથી હઠાવી દેવાયો હતો. તેથી જે વાત ગૃહની કાર્યવાહીનો હિસ્સો ન હોય તેનો જવાબ વડા પ્રધાન શા માટે આપે?

જોકે, આ માત્ર ટેકનિકલ મામલો નથી. રણનીતિની વાત કરતાં વિજય ત્રિવેદીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપીને તેમને મહત્ત્વ આપવા ઇચ્છતા નથી.

રાહુલ ગાંધી લોકસભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે વડા પ્રધાન, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી કે નાણામંત્રી પૈકીનું કોઈ ગૃહમાં હાજર ન હતું.

વિજય ત્રિવેદીના જણાવ્યા અનુસાર, તે ભાજપની વ્યૂહરચનાનો હિસ્સો હતું કે નહીં એ કહેવું મુશ્કેલ છે, પરંતુ તેનો સંદેશો સ્પષ્ટ છે કે ભાજપ રાહુલ ગાંધીને કોઈ મહત્ત્વ આપતી નથી.

લોકસભામાં ચર્ચા દરમિયાન વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી હાજર હતાં. બીબીસીના પોડકાસ્ટ 'દિન ભર'માં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન આ બાબતે કશું બોલશે તેની લોકોએ આખો દિવસ રાહ જોઈ હતી, પરંતુ ભાજપ અને વડા પ્રધાન બન્નેએ અદાણીના મામલાથી પોતાને સંપૂર્ણ રીતે દૂર રાખ્યા હોય એવું લાગે છે.

ભાજપ પર લાંબા સમયથી નજર રાખતાં વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન પણ માને છે કે ભાજપ અને મોદી સરકાર અદાણી મામલે કશું બોલવા બાબતે શરમાઈ રહ્યા છે.

તેમના જણાવ્યા મુજબ, ભાજપનું વલણ એ છે કે આ મામલામાં સેબી અથવા રિઝર્વ બૅન્કે જે કરવાનું હશે તે કરશે, પરંતુ પક્ષ કે સરકારને તેની સાથે કશી લેવાદેવા નથી.

નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન અદાણીનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો તેનું કારણ આ જ છે.

line

નરેન્દ્ર મોદીએ સંસદમાં ચૂંટણી ભાષણ કર્યું?

રાહુલ

ઇમેજ સ્રોત, ANI

નરેન્દ્ર મોદીએ બન્ને ગૃહમાં લગભગ દોઢ કલાક આપેલા ભાષણમાં ખેડૂત, મફત રેશન, પાક્કાં મકાન, રાંધણ ગેસ. વેક્સિનેશન, સ્ટાર્ટ અપ, હાઈવે, રેલવે લાઈન અને ઍરપોર્ટથી માંડીને જમ્મુ-કાશ્મીર તથા ઇશાન ભારતની વાતો કરી હતી.

એ સિવાય વિરોધ પક્ષ પર શાબ્દિક આક્રમણ કરતાં તેમણે ભ્રષ્ટાચાર, મોંઘવારીથી માંડીને ઉગ્રવાદી હુમલાઓ માટે વિરોધ પક્ષને જવાબદાર ગણાવ્યો હતો.

આ બધાને ધ્યાનમાં લેતાં ઘણા લોકો કહે છે કે નરેન્દ્ર મોદીએ એક રીતે 2024ની ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે, પરંતુ વિજય ત્રિવેદી આવા આકલન સાથે સહમત નથી.

તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે પણ બોલે છે ત્યારે તેમનું ભાષણ ચૂંટણી ભાષણ જેવું જ લાગે છે. નરેન્દ્ર મોદી અગાઉના વડા પ્રધાનો સંસદમાં ભાષણ કરતા હતા ત્યારે બહુ શાંત થઈને બોલતા હતા, પરંતુ નરેન્દ્ર મોદી બિલકુલ અલગ જ રીતે બોલે છે.

વિજય ત્રિવેદીએ કહ્યું હતું કે "નરેન્દ્ર મોદી વકૃત્વ કળા સાથે બોલે છે અને આપણને આ પ્રકારનાં ભાષણ સાંભળવાની આદત નથી. એ શબ્દોની નહીં, પણ નરેન્દ્ર મોદીના વકૃત્વની કમાલ છે."

તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીએ બન્ને દિવસ કોઈ નવી વાત કરી ન હતી કે નવી જાહેરાત પણ કરી ન હતી. તેથી તેમના ભાષણને ચૂંટણી ભાષણ કહી શકાય નહીં.

અલબત, કોઈ નેતા કંઇક બોલે છે ત્યારે તેના દિમાગમાં ચૂંટણીના વિચાર ચાલતા જ હોય છે, એ વાત પણ સાચી છે.

વિજય ત્રિવેદીના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદી અને ભાજપ માને છે કે તેઓ 2024ની ચૂંટણી જીતી જશે. તેથી હવે તેઓ 2047ની વાત કરી રહ્યા છે.

નીરજા ચૌધરી પણ માને છે કે 2024ની ચૂંટણીમાં પોતાના વિજયનો સંકેત નરેન્દ્ર મોદી અને ભાજપ આપી રહ્યાં છે.

line

રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીની ઇમેજની જંગ

અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી શ્રીનગર સુધીના લગભગ 3,500 કિલોમિટરની 'ભારત જોડો યાત્રા' તાજેતરમાં જ પૂર્ણ કરી છે. એ પછી તેમણે સંસદમાં વડા પ્રધાન પર આક્રમક હુમલો કર્યો છે.

આ સંદર્ભમાં સવાલ થાય કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે વૉર ઑફ પર્સેપ્શન (ધારણાની લડાઈ) ચાલી રહી છે? એવું હોય તો તેમાં કોણ કોના પર ભારે પડી રહ્યું છે?

વિજય ત્રિવેદીના જણાવ્યા મુજબ, "રફાલ સોદો, પેગાસસ અને હવે અદાણી. આ ત્રણ મુદ્દે વિરોધ પક્ષે અને ખાસ કરીને રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર જોરદાર આક્રમણ કર્યું હતું, પરંતુ એ ત્રણેય મુદ્દે નરેન્દ્ર મોદીની ઇમેજમાં જરા સરખો ફરક સુદ્ધાં પડ્યો નથી."

તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી અને વિરોધ પક્ષ આ મુદ્દાઓને સંસદમાંથી બહાર રસ્તા પર લાવે તથા સતત લડતા રહે તો થોડીક અસર થાય તે શક્ય છે.

line

'નરેન્દ્ર મોદી સરકાર ઘેરાયેલી છે'

અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, નીરજા ચૌધરીએ એમ જણાવ્યું હતું કે આ મામલે સરકાર ઘેરાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે "અદાણીનો મામલો નરેન્દ્ર મોદી માટે છેલ્લાં નવ વર્ષનો સૌથી મોટો પડકાર હોય એવું મને લાગે છે. તેઓ તેનાથી થનારા નુકસાનનું નિવારણ એ મામલાથી ખુદને દૂર રાખીને કરશે."

રાધિકા રામાશેષનના જણાવ્યા અનુસાર, લોકસભાના સ્પીકરે ભલે રાહુલ ગાંધીનું ભાષણ કાર્યવાહીમાંથી કાઢી નાખવાનો આદેશ આપ્યો હોય, પરંતુ લોકોમાં તો મૅસેજ પહોંચી ગયો છે.

નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપે અદાણી સંબંધી આક્ષેપોનો જવાબ ક્યારેક તો આપવો જ પડશે.

રાધિકા રામાશેષને કહ્યું હતું કે "આંતરરાષ્ટ્રીય મીડિયા જ આ મુદ્દો ઉઠાવતું નથી. જે વિદેશી બૅંકો અદાણી સાથે બિઝનેસ કરે છે તેઓ પોતાના કરારમાં ફેરફાર કરી રહી છે અથવા તો તેને રદ્દ કરી રહી છે. ભારતના કોઈ કૌભાંડનો વૈશ્વિક પ્રભાવ પહેલીવાર જોવા મળી રહ્યો છે."

તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીએ સંસદમાં તેમની સરકારના કામકાજની વિગતવાર વાત, તેઓ દબાણમાં છે એટલા માટે કરી હતી. તેમણે પોતાના અને પોતાની સરકારના બચાવમાં આટલું બધું કહ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ભાજપ લોકોમાં એવો પ્રચાર કરશે કે મોદી સરકાર દેશની જનતા માટે આટલું બધું કરે છે, પરંતુ વિરોધ પક્ષ તેમના પર કાદવ ઉછાળી રહ્યો છે અને આટલા લોકપ્રિય વડા પ્રધાનને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યો છે.

રાધિકા રામાશેષને કહ્યું હતું કે "રાહુલ ગાંધીએ પોતાની વાત ભારપૂર્વક રજૂ કરી છે અને લોકો તેની ચર્ચા કરી રહ્યા છે, પરંતુ ભાજપની પ્રત્યુત્તરની વ્યૂહરચના એટલી પ્રભાવશાળી જણાતી નથી."

જોકે, આ વાતને સારી રીતે વ્યાખ્યાઇત કરતાં નીરજા ચૌધરીએ કહ્યું હતું કે "સંસદમાં બહુ દિવસો પછી ચેતન આવ્યું હોવાનું લોકો કહી રહ્યા છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન