T20 વર્લ્ડકપ 2022 : 16 ઑક્ટોબરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટની જાણવા જેવી વાતો

ઇમેજ સ્રોત, JONATHAN DIMAGGIO

- T20 વર્લ્ડકપ 2022 ટુર્નામેન્ટની પહેલી મૅચ 16 ઑક્ટોબરે શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાશે, જે ગ્રૂપ સ્ટેજની મૅચ હશે. સુપર-12 રાઉન્ડની મૅચ 22 ઑક્ટોબરથી શરૂ થશે
- પહેલી મૅચ ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ બન્ને ટીમો 2021 વર્લ્ડકપની ફાઈનલમાં એકમેકની સામે ટકરાઈ હતી
- ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત બુમરાહના રિપ્લેસમૅન્ટ તરીકે મોહમ્મદ શમીનું નામ આગળ કરાયું
આઈસીસી T20 વર્લ્ડકપની શરૂઆત 16 ઑક્ટોબરે રમાનારી મૅચથી થશે અને 13 નવેમ્બરે ફાઇનલ મૅચ રમાશે.
આ ટુર્નામેન્ટ માટેની ભારતની ટીમની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ T20 વિશ્વકપ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો જાણવી રસપ્રદ થઈ પડશે.

T20 વર્લ્ડકપમાં કુલ કેટલી ટીમો ભાગ લઈ રહી છે?
T20 વર્લ્ડકપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટને ગ્રૂપ સ્ટેજ અને સુપર-12 એમ બે હિસ્સામાં વહેંચવામાં આવી છે.
પહેલા ગ્રૂપ સ્ટેજની વાત. આ રાઉન્ડમાં બે ગ્રૂપ બનાવવામાં આવ્યાં છે. ગ્રૂપ એમાં શ્રીલંકા, નામિબિયા અને બે ક્વોલિફાયર ટીમો છે, જ્યારે ગ્રૂપ બીમાં વેસ્ટ ઇન્ડીઝ, સ્કોટલૅન્ડ અને બે ક્વોલિફાયર ટીમો છે. આ બન્ને ગ્રૂપની ટોપ-2 ટીમને સુપર-12માં રમવાની તક મળશે.
હવે સુપર-12 તબક્કાની વાત કરીએ. આ તબક્કમાં આઠ ટીમ પહેલાંથી જ સ્થાન મેળવી ચૂકી છે. આ ટીમો 2021ના T20 વર્લ્ડકપની ટોચની આઠ ટીમ છે. તે આઠ ટીમમાં ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
- સુપર-12માં આ ટીમો ઉપરાંત ગ્રૂપ-એ અને ગ્રૂપ-બીની ટોચની બે-બે ટીમોનો પણ સમાવેશ થશે. સુપર-12ને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યું છે.
- સુપર-12ના પહેલા ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ગ્રૂપ-એની વિજેતા અને ગ્રૂપ-બીની રનર અપ ટીમનો સમાવેશ થાય છે.
- બીજા ગ્રૂપમાં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ગ્રૂપ-બીની વિજેતા તથા ગ્રૂપ-એની રનર અપ ટીમનો સમાવેશ થાય છે.

T20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આઈસીસી T20 વર્લ્ડકપ માટે જે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જસપ્રીત બુમરાહનું નામ પણ સામેલ હતું, પરંતુ ઈજાને કારણે તેઓ ટુર્નામેન્ટ પહેલાં જ ટીમમાંથી બહાર નીકળી ગયા છે.
જસપ્રીત બુમરાહ ટીમમાં સામેલ નહીં હોવાની જાહેરાત બીસીસીઆઈએ ત્રીજી ઑક્ટોબરે કરી હતી.
હવે ભારતીય ટીમમાં રોહિત શર્મા (કપ્તાન), કેએલ રાહુલ (ઉપકપ્તાન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપસિંહનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ અને દીપક ચહરનો પણ સમાવેશ છે, પરંતુ દીપક ચહર આ ટુર્નામેન્ટ પહેલાં દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી દરમિયાન ઘાયલ થયા હતા.

ક્યાં રમાશે T20 વર્લ્ડકપ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઑસ્ટ્રેલિયામાં કુલ સાત સ્થળે આ ટુર્નામેન્ટની મૅચ રમાશે. જિલોન્ગ શહેરના કર્ડિનિયા પાર્કમાં પહેલા રાઉન્ડની છ મૅચ રમાશે, જ્યારે હોબર્ટના બેલેરિવ ઓવલમાં કુલ નવ મૅચ રમાશે. તેમાં પહેલા રાઉન્ડની છ મૅચ અને સુપર-12 રાઉન્ડની ત્રણ મૅચનો સમાવેશ થાય છે.
સુપર-12 રાઉન્ડની બાકીની મૅચ બ્રિસ્બેનના ગાબામાં, પર્થ સ્ટેડિયમમાં, એડિલેડ ઓવલમાં, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં અને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

સુપર-12 રાઉન્ડની મૅચો ક્યારથી રમાશે?

ઇમેજ સ્રોત, JONATHAN DIMAGGIO
ટુર્નામેન્ટની પહેલી મૅચ 16 ઑક્ટોબરે શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાશે, જે ગ્રૂપ સ્ટેજની મૅચ હશે. સુપર-12 રાઉન્ડની મૅચો 22 ઑક્ટોબરથી શરૂ થશે.
તેમાં પહેલી મૅચ ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ બન્ને ટીમો 2021 વર્લ્ડકપની ફાઈનલમાં એકમેકની સામે ટકરાઈ હતી. 22 ઑક્ટોબરે જ બીજી મૅચ ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે.

ભારત વિરુદ્ધ પાકિસ્તાન સહિત મહત્ત્વની છ મૅચ
ભારત આ ટુર્નામેન્ટની તેની પહેલી મૅચ દીર્ઘકાલીન પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે 23 ઑક્ટોબરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.
ભારતની એ ઉપરાંતની મહત્ત્વની અન્ય મૅચોમાં 27 ઑક્ટોબરે રમાનારી પહેલા ગ્રૂપની વિજેતા ટીમ સામેની મૅચ, 30 ઑક્ટોબરે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની મૅચ, બીજી નવેમ્બરે રમાનારી બાંગ્લાદેશ વિરુદ્ધની મૅચ અને છઠ્ઠી નવેમ્બરે રમાનારી બીજા ગ્રૂપની વિજેતા ટીમ સામેની મૅચનો સમાવેશ થાય છે.

સેમિફાઇનલ અને ફાઇનલ ક્યારે?
પહેલી સેમિફાઈનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવમી નવેમ્બરે રમાશે, બીજી સેમિફાઇનલ 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે. T20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ મૅચ 13 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે અને ક્રિકેટવિશ્વને T20 વર્લ્ડકપનો નવો રાજા મળી જશે.

2021ના T20 વર્લ્ડકપનું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
ઓમાન તથા સંયુક્ત આરબ અમીરાતમાં ગત વર્ષે રમાયેલા T20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું. ન્યૂઝીલૅન્ડ સામેની વન સાઈડેડ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.
ફાઇનલ મૅચમાં ટોસ જીતીને પહેલા બૅટિંગનું આમંત્રણ મેળવ્યા પછી ન્યૂઝીલૅન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં કૅપ્ટન કેન વિલિયમ્સનના 85 રનની મદદ વડે ચાર વિકેટ ગુમાવીને 172 રન કરી શકી હતી.
જવાબમાં ઑસ્ટ્રેલિયાની ટીમે જીતનો લક્ષ્યાંક ડેવિડ વોર્નરના 53 અને મિશેલ માર્શના અણનમ 77 રનની મદદથી 18.5 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
એ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી ન હતી.

T20 વર્લ્ડકપના અત્યાર સુધીના વિજેતાઓ
સૌપ્રથમ T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં 2007માં યોજાઈ હતી. તેમાં ભારત વિજેતા બન્યું હતું. ભાગ લેનાર 14 ટીમોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી હતી અને કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત તથા પાકિસ્તાન એક જ ગ્રૂપમાં હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મૅચ જોહાનિસબર્ગમાં રમાઈ હતી. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 157 રન નોંધાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 19.3 ઓવરમાં 152 રન જ બનાવી શક્યું હતું. આમ ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું.
અત્યાર સુધીના T20 વર્લ્ડકપની વિજેતાઓમાં ભારત (2007), પાકિસ્તાન (2009), ઈંગ્લૅન્ડ (2010), વેસ્ટ ઇન્ડીઝ (2012), શ્રીલંકા (2014), વેસ્ટ ઇન્ડીઝ (2016) અને ઑસ્ટ્રેલિયા (2021)નો સમાવેશ થાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













