બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

ઇમેજ સ્રોત, ANKIT SAH
મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.
અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ બમણું થયું છે, પરંતુ બેરોજગારીનો દર ઘટ્યો નથી. નવી નોકરીઓ કેમ નથી મળી રહી? જાણો સાચું કારણ. સીએમઆઈઈના આંકડા અનુસાર, જુલાઈમાં ભારતમાં બેરોજગારીનો દર 6.9 ટકા હતો.
આ દરમિયાન હરિયાણા પહેલા ક્રમે, જમ્મુ-કાશ્મીર બીજા ક્રમે અને રાજસ્થાન ત્રીજા ક્રમે હતું.
ગયા મહિને સંસદમાં આપેલા લેખિત નિવેદનમાં મોદી સરકારે કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષમાં 22 કરોડ યુવાનોએ કેન્દ્રીય વિભાગોમાં નોકરી માટે અરજી કરી હતી, જેમાંથી માત્ર સાત લાખને જ રોજગારી મળી છે, જ્યારે ભારત સરકાર પાસે મંજૂર કરેલી એક કરોડ જગ્યા ખાલી છે.
જ્યારે છેલ્લાં વર્ષોમાં ભારતનું સીધું વિદેશી રોકાણ 20 ગણું વધ્યું છે.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો વિદેશી રોકાણ સતત વધી રહ્યું હોય તો બેરોજગારીનો દર ઘટવાને બદલે કેમ સતત વધી રહ્યો છે?
આખો અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તે આઠ ઑગસ્ટ 1942ની સાંજ હતી. મુંબઈના ગોવાલિયા ટૅન્ક મેદાનમાં લાખો લોકો એકઠા થયા હતા.
સ્વતંત્રતાના વિચારથી પ્રેરિત લોકોથી આ મેદાન ખચોખચ ભરેલું હતું. સંબોધન એક 73 વર્ષના વૃદ્ધ કરી રહ્યા હતા. લોકો કાન સરવા કરીને એ વૃદ્ધનું ભાષણ સાંભળી રહ્યા હતા.
વૃદ્ધે ચેતવણી આપવાના ભાવ સાથે પોતાના હાથ ઉઠાવ્યા અને 'કરો યા મરો'ના પ્રણ સાથેના બે શબ્દો ઉચ્ચાર્યા. આ સાથે જ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો અંતિમ અધ્યાય શરૂ થયો.
તે સૂત્ર હતું - 'ભારત છોડો.' આ સૂત્રની ઘોષણા કરી રહેલ વૃદ્ધ હતા મોહનદાસ કરમચંદ ગાંધી.
આખો અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Getty Images
શું તમને પણ અનિદ્રાની સમસ્યા છે? તમે કલાક સુધી તમારો ફોન પણ ન જુઓ, શાંતિ હોવા છતાં તમે ઊંઘી શકતા નથી. એવું તમારી સાથે થાય છે?
તો અહીં આપેલી પાંચ ટિપ્સ અજમાવી જુઓ.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Ani/twitter
ગુજરાતની રાજનીતિમાં એક તરફ છે છેલ્લા અઢી દાયકાથી સત્તા ભોગવી રહેલી ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ માત્ર વિપક્ષ બની ગયેલી કૉંગ્રેસ પાર્ટી છે.
સત્તાપક્ષ અને વિપક્ષ તરીકે આ બન્ને પાર્ટીઓની આસપાસ જ રાજ્યનું રાજકારણ ચાલે છે પણ હવે આમ આદમી પાર્ટી આ બેઉની વચ્ચે પોતાની જગ્યા બનાવવાની ફિરાકમાં છે.
સત્તાવિરોધી જુવાળ છે અને જનતા અનેક સવાલોથી પરેશાન છે છતાં ભાજપનો દાવો તમામ 182 બેઠકો જીતી જવાનો છે અને તેની સામે આમ આદમી પાર્ટી પણ અને કૉંગ્રેસ પણ ભાજપને હરાવી સરકાર બનાવશે એવું કહી રહી છે.
જોકે, અનેક રાજકીય નિષ્ણાતો 2022ની ચૂંટણી વિપક્ષ કોણ બનશે એ રીતે મહત્ત્વની બની રહેશે એમ માને છે. યાને મામલો, નંબર એકનો જ નહીં નંબર બેનો પણ અઘરો થઈ રહ્યો છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, FARMANI NAAZ/BBC
"અમે 'નાત' (સ્તુતિ) કે 'ભજન' જે પણ ગાઈએ છીએ તો એવું નથી કે જો 'નાત' કોઈ હિંદુ સાંભળી લે તો તે મુસલમાન થઈ જાય અને "ભજન" કોઈ મુસ્લિમ સાંભળી લે તો તે હિંદુ થઈ જાય."
"એવું નથી કે મેં ભજન ગાયું તેના કારણે હું હિંદુ થઈ ગઈ." આ કહેવું છે ફરમાની નાઝનું, જેઓ એક ગાયિકા છે અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાનાં રહેવાસી છે.
હાલમાં જ તેઓ "હર-હર શંભુ" ભજન ગાવાને લઈને ચર્ચામાં છે.
એવા સમાચાર છે કે તેમના વિરુદ્ધ ફતવો પણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તેઓ ફતવાની વાતને ફગાવે છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













