વિશ્વ ચેસ દિવસ : ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઘેર ઘેર ચેસના ખેલાડીઓ છે

રાજકોટના વીંછિયા તાલુકાનું લાલાવદર ગામ 'ચેસ વિલેજ' તરીકે ઓળખાય છે
ઇમેજ કૅપ્શન, રાજકોટના વીંછિયા તાલુકાનું લાલાવદર ગામ 'ચેસ વિલેજ' તરીકે ઓળખાય છે
    • લેેખક, બિપિન ટંકારિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાજકોટના વીંછિયા તાલુકાનું લાલાવદર ગામ 'ચેસ વિલેજ' તરીકે ઓળખાય છે. આ ગામમાં તમે જ્યાં જુઓ ત્યાં યુવાનો ચેસ રમતાં જ નજરે પડશે. ગામના યુવાનોમાં ચેસનું આકર્ષણ વધારવાનું કામ એક શિક્ષકના ફાળે જાય છે.

બીબીસીની ટીમ જ્યારે લાલાવદર ગામમાં પહોંચી ત્યારે જ્યાં જુઓ ત્યાં એમને ગામનાં યુવાન-બાળકો ચેસ રમતાં જ જોવાં મળ્યાં. આમાં માત્ર પુરુષો જ નહીં, મહિલા (કિશોરીઓ)નો પણ સમાવેશ થતો હતો.

ગામના યુવાનોમાં ચેસનું આકર્ષણ વધારવાનું કામ એક શિક્ષક જિતેન્દ્ર ડોડિયાને જાય છે. તેમણે બીબીસીને જણાવ્યું કે, "જ્યારે હું બદલી થઈને અહીં આવ્યો ત્યારે મેં જોયું કે ગામનાં બાળકોનો બૌદ્ધિક આંક થોડોક ઓછો હતો. ઇન્ડોર ગેઇમમાં એનો રસ ઓછો હતો."

"તે વખતે અમારી સાથે એક અંધ સર હતા, રામાણી ભીખુભાઈ. તેઓ ચેસમાં રસ ધરાવતા હતા. મેં એમને વાત કરી કે સાહેબ આમને ચેસ તરફ વાળીએ તો એમનો બૌદ્ધિક વિકાસ થશે અને જે ઘરે બીજી ઇતર પ્રવૃત્તિ કરે છે એની જગ્યાએ ચેસ તરફ આકર્ષાશે. એટલે સાહેબે ચેસ બોર્ડ તૈયાર કરી, મંગાવી અને વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કર્યા."

લૉકડાઉન અને કોરોનાકાળ દરમિયાનની શિક્ષણ નિમિત્તેની બાળકોની મોબાઇલની ટેવ વધી એ સામે તેમણે એક પ્રયોગરૂપે વાલીઓ સાથે વાત કરી.

line

ખેલાડીઓ રાજ્યસ્તરે ઝળક્યા

જિતેન્દ્ર ડોડિયા: "અત્યારે તમે જોશો તો ગામમાં લગભગ સાઠેક ટકા ઘરે ચેસ બોર્ડ છે. બાળકો મોટા સાથે કે એના કાકા સાથે કે જે અગાઉ ભણી ગયા હોય એમની સાથે ચેસ રમે છે. આમ બાળકો મોબાઇલથી ધીમે ધીમે દૂર થયા છે."
ઇમેજ કૅપ્શન, જિતેન્દ્ર ડોડિયા: "અત્યારે તમે જોશો તો ગામમાં લગભગ સાઠેક ટકા ઘરે ચેસ બોર્ડ છે. બાળકો મોટા સાથે કે એના કાકા સાથે કે જે અગાઉ ભણી ગયા હોય એમની સાથે ચેસ રમે છે. આમ બાળકો મોબાઇલથી ધીમે ધીમે દૂર થયા છે."

જિતેન્દ્ર ડોડિયાએ કહ્યું, "લૉકડાઉન અને કોરોનાકાળ એ એવો પિરિયડ હતો કે જે મોબાઇલ તરફનો જે લગાવ બાળકોને નહોતો, એ લગાવ થયો. કારણ કે ઑનલાઇન ટીચિંગ હોય, ઑનલાઇન વર્ગ હોય એટલે ફરજિયાત એને મોબાઇલ સામે જ રહેવું પડે. બાળકોને અને બાળકોના વાલીને વાત કરી કે આ બાળકો ચેસ વધારે રમે એવું કરો."

ચેસ પ્રત્યેના પ્રેમને લીધે અહીંનાં બાળકો રાજ્યસ્તરે ઝળક્યાં છે અને નંબર પણ લાવ્યાં છે. પરંતુ આ બધું કરવું સહેલું ન હતું. બાળકોને મોબાઇલના વળગણથી દૂર કરવા પણ મોટો પડકાર હતો.

વીડિયો કૅપ્શન, 40 એકર જમીનમાં જાતે ખેતી કરતાં મહિલાની કહાણી india

જિતેન્દ્ર ડોડિયા કહે છે, "કોરોનાના લૉકડાઉનમાં ઑનલાઇન શિક્ષણને કારણે બાળકોને મોબાઇલ વધુ વાપરવાની આદત પડી. બાળકોને ને બાળકોના વાલીને વાત કરી કે આ બાળકોને ચેસ વધારે રમે એવું કરો. અમે ચેસ બોર્ડ સુલભ કરાવ્યાં. અત્યારે તમે જોશો તો લગભગ 60 ટકા ઘરે ચેસ બોર્ડ છે. બાળકો મોટા સાથે કે એમના કાકા સાથે કે જે અગાઉ ભણી ગયા હોય એમની સાથે ચેસ રમે છે. આમ બાળકો મોબાઇલથી ધીમે ધીમે દૂર થયાં છે."

લાલાવદરના લોકોને આશા છે કે તેમના ગામના યુવાનો એક દિવસ વૈશ્વિક સ્તરે ભારતનું અને ગામનું નામ રોશન કરશે.

line

ચેસનાં રમકડાંની ગોઠવણ

ચેસ

ચેસની રમતમાં બે ખેલાડી હોય છે અને 16 મહોરાંથી શરૂઆત કરે છે. જેમાં એક રાજા, એક વજીર (જેને ક્વિન પણ કહેવામાં આવે છે), બે ઊંટ, બે ઘોડા, બે હાથી અને આઠ સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદ મહોરાં રાખે છે, જ્યારે બીજા ખેલાડી કાળાં મહોરાં રાખે છે. રમતની શરૂઆત હંમેશા સફેદ મહોરા ધરાવનારે જ કરવાની હોય છે.

રાજા કોઈ પણ દિશામાં એક જ ડગલું ચાલી શકે છે. કિલ્લેબંધી સમયે (મૂળ સ્થાનેથી એક પણ ચાલ ન કરી હોય તો), ડાબે કે જમણે બે ડગલાં ચાલી શકે છે.

વજીર ગમે તે દિશામાં ગમે તેટલાં (અગણિત) ડગલાં ચાલી શકે છે.

હાથી ફક્ત સીધી લીટીમાં જ ચોતરફ ગમે તેટલાં (અગણિત) ડગલાં ચાલી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

ઊંટ ફક્ત ત્રાંસમાં જ સફેદ/કાળા ખાનામાં ચોતરફ ગમે તેટલાં (અગણિત) ડગલાં ચાલી શકે છે.

ઘોડો ચોતરફ, ફક્ત અઢી ડગલાં ચાલી શકે છે. જેમાંથી પ્રથમ બે ડગલાં ફક્ત સીધી દિશામાં અને ત્રીજું ડગલું પોતાની ડાબે કે જમણે લેવાનું રહે છે. તે કોઈની પણ ઉપરથી કૂદકો મારીને પોતાની ચાલ કરી શકે છે.

સૈનિક કે પાયદળ ફક્ત સીધી દિશામાં જ એક જ ડગલું ચાલી શકે છે.

જ્યારે રાજાને શેહ (ચેક) આપવામાં આવી હોય અને તેને ચાલવાનાં તમામ ખાનાંમાં શેહ મળતો હોય, ત્યારે રાજા પકડાઈ ગયેલો ગણાશે (શેહમાત - ચેકમેટ) અને રમત પૂરી થયેલી જાહેર થશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન