You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંસદમાં અસંસદીય શબ્દોની સૂચિ પર વિવાદ કેમ થઈ રહ્યો છે?
તાનાશાહ, જુમલાજીવી, જયચંદ, અંટ-શંટ, કરપ્ટ, નૌટંકી, ઢિંઢોરા પીટના, નિકમ્મા જેવા સામાન્ય બોલચાલમાં કહેવાતા શબ્દો હવે સંસદની કાર્યવાહી દરમિયાન પણ અમર્યાદિત ગણાશે.
સંસદનું મૉન્સૂન સત્ર 18 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે અને એ 12 ઑગસ્ટ સુધી ચાલે તેવી શક્યતા છે.
આ અગાઉ લોકસભા સચિવાલયે હિન્દી અને અંગ્રેજીના એવા શબ્દ-વાક્યોની સૂચિ જાહેર કરી છે, જેનો સદનમાં ઉપયોગ કરવો અસંસદીય માનવામાં આવશે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 'જે શબ્દોને અસંસદીય ભાષાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, તેમાં શકુનિ, તાનાશાહ, તાનાશાહી, જયચંદ, વિનાશ પુરુષ, ખાલિસ્તાની અને ખૂન સે ખેતી સામેલ છે.'
એટલે કે જો આ શબ્દોનો ઉપયોગ સંસદમાં કરાશે તો તેને સદનમાં રેકૉર્ડમાંથી દૂર કરાશે.
વિપક્ષી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો કે સૂચિમાં એ બધા શબ્દો છે, જેનો ઉપયોગ સદનમાં સરકાર માટે વિપક્ષ કરે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 'સૂચિમાં જે નવા શબ્દો આ વખતે જોડવામાં આવ્યા છે એ બધા શબ્દો 2021માં બંને સદનો, અલગઅલગ વિધાનસભાઓ અને કૉમનવેલ્થ દેશોની સંસદમાં ઉપયોગ કરાયા છે.'
કયા શબ્દો પર લાગી રોક?
જુમલાજીવી, બાલબુદ્ધિ, બહરી સરકાર, ઊલટા ચોર કોતવાલ કો ડાંટે, ઉચક્કા, અહંકાર, કાંવ-કાંવ કરના, કાલા દિન, ગુંડાગર્દી, ગુલછર્રા, ગુલ ખિલાના, ગુંડોં કી સરકાર, દોહરા ચરિત્ર, ચોર-ચોર મૌસેરે ભાઈ, ચૌકડી, તડીપાર, તલવે ચાટના, તાનાશાહ, દાદાગીરી, દંગા જેવા હિંદી શબ્દો સહિત અનેક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ પણ હવે લોકસભા કે રાજ્યસભામાં ચર્ચા-વિવાદ દરમિયાન કાર્યવાહીમાં સામેલ નહીં કરાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંગ્રેજી શબ્દોની સૂચિમાં અબ્યૂઝ્ડ, બ્રિટ્રેડ, કરપ્ટ, ડ્રામા, હિપોક્રૅસી અને ઇનકૉમ્પિટેન્ટ, કોવિડ સ્પ્રેડર અને સ્નૂપગેટ સામેલ છે.
આ સિવાય અધ્યક્ષ પર આરોપ કરવા ઉપયોગમાં લીધેલાં અનેક વાક્યોને પણ અસંસદીય અભિવ્યક્તિની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જેમ કે- "આપ મેરા સમય ખરાબ કર રહે હૈ, આપ હમ લોગોં કા ગલા ઘોંટ દીજિએ, ચેયર કો કમજોર કર દિયા ગયા હૈ, મૈં આપ સબ સે યહ કહના ચાહતી હૂં કિ આપ કિસકે આગે બીન બજા રહે હૈ?"
વિપક્ષે સાધ્યું નિશાન
નવી સૂચિ પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ અલગઅલગ પ્રતિક્રિયા આપી છે.
રાજ્યસભાના સાંસદ અને કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે નવી સૂચિ પર લખ્યું છે, "મોદી સરકારની સચ્ચાઈ દેખાડવા માટે વિપક્ષ દ્વારા વપરાતા બધા શબ્દો હવે અસંસદીય માનવામાં આવશે. હવે આગળ શું વિષગુરુ?"
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું છે, "લોકસભા અને રાજ્યસભા માટે અસંસદીય શબ્દોની સૂચિમાં સંઘી સામેલ નથી. હકીકત સરકારે દરેક એ શબ્દને બેન કર્યા છે, જેના માધ્યમથી વિપક્ષ એ જણાવે છે કે ભાજપ કેવી રીતે ભારતને બરબાદ કરી રહ્યો છે."
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખ્યું છે, "સરકારની મંશા છે કે જ્યારે તે ભ્રષ્ટાચાર કરે તો તેને ભ્રષ્ટ નહીં, ભ્રષ્ટાચારનો માસ્ટરમાઇન્ડ બોલવામાં આવે. બે કરોડ રોજગાર, ખેડૂતોની આવક બમણી, જેવા જુમલા ફેંકે, તો તેને જુમલાજીવી નહીં, થૈન્યુ કહેવાનું. સંસદમાં દેશના અન્નદાતાઓ માટે આંદોલનજીવી શબ્દ કોણે પ્રયોગ કર્યો હતો?"
"દર વર્ષે સૂચિ જાહેર થાય છે"
અસંસદીય શબ્દોની સૂચિ પર લોકસભા સચિવાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી હિન્દી સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ કરી છે કે જે શબ્દ મીડિયાના સમાચારોમાં કહેવાઈ રહ્યા છે, તે ખરેખર પ્રતિબંધિત થયા છે અને આ જ સચિવાલય તરફથી જાહેર કરાયેલી તાજી સૂચિ છે.
તેમણે બીબીસીને કહ્યું, "લોકસભા કે રાજ્યસભાના અધ્યક્ષે ક્યારેક ને ક્યારેક તો આ શબ્દોને અસંસદીય ગણાવ્યા હશે. આ સૂચિ અમે જાતે તૈયાર કરતા નથી. આ અધ્યક્ષનો નિર્ણય હોય છે અને તેમના આધારે સૂચિ બને છે."
તેમણે કહ્યું કે "આ સૂચિ લોકસભા-રાજ્યસભાની સાથે જ વિધાનસભાની કાર્યવાહીઓ દરમિયાન અમર્યાદિત જાહેર કરેલા શબ્દોને મિલાવીને બને છે. આ તાજી સૂચિ 2021ની છે. અમે દર વર્ષે આ સૂચિ અપડેટ કરીએ છીએ. જ્યારે 2022નું વર્ષ વીતી જશે ત્યારે 2023માં નવી સૂચિ નીકળશે."
અધિકારીએ કહ્યું કે "સામાન્ય રીતે જાન્યુઆરી-ફ્રેબુઆરીથી આ સૂચિને તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ સૂચિ લોકસભાના અધિકારી કાઢે છે, પણ આ રાજ્યસભાને પણ લાગુ થાય છે. લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ જે શબ્દોને અસંસદીય ગણાવી ચૂક્યા હોય એની અમે એક સૂચિ તૈયાર કરીએ છીએ. બની શકે કે કોઈ સંદર્ભમાં કોઈ શબ્દ સાચો લાગતો હોય, પરંતુ સંદર્ભને જોતા જ કોઈ શબ્દ અસંસદીય જાહેર કરાય છે."
એક વર્ષમાં કેટલા શબ્દો જોડો છો, આ સવાલ પર અધિકારીએ બીબીસી હિન્દીને જણાવ્યું કે આ વખતે 15-20 નવા શબ્દો જોડ્યા છે. જે શબ્દો વાસ્તવમાં સદનમાં ઉપયોગ કરાયા છે, તેને આ સૂચિમાં સામેલ કર્યા છે.
તેમણે કહ્યું કે અસંસદીય જાહેર થયા બાદ પણ જો કોઈ સભ્ય આ શબ્દોને ચર્ચા દરમિયાન ઉપયોગમાં લેશે તો આ શબ્દોને રેકૉર્ડમાંથી દૂર કરાશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો