રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિની હત્યા બાદ તણાવ, આગચંપી અને વિરોધપ્રદર્શન, બે આરોપીની ધરપકડ

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં મંગળવાર બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે એક વ્યક્તિનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી જેને લઈને તણાવનો માહોલ છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના પાછળ મહમદ પયગંબર વિશે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી કારણ હોવાવી ચર્ચા થઈ રહી છે.

આ ઘટના સંબંધિત વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે જોકે પોલીસે આ હત્યાનો સંબંધ નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી સાથે હોવા અને વીડિયો વિશે કહ્યું કે આ મામલે તપાસ થશે.

મુખ્ય મંત્રી અશોક ગેહલોતે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે કે ઉદયપુરમાં યુવકની હત્યાને મામલે બેઉ આરોપીઓની રાજસમંદથઈ ધરપકડ કરી લેવાઈ છે. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને અદાલતમાં કડકમાં કડક સજા અપાવવામાં આવશે. હું ફરીથી તમામને શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉદયપુરમાં કલેક્ટર તારાચંદ મીણા અને એસપી મનોજકુમાર સહિત ડઝનબંધ પોલીસ સ્ટેશનોમાંથી પોલીસકર્મીઓની તહેનાતી કરવામાં આવી છે.

ઉદયપુરમાં વિરોધપ્રદર્શન બાદ ઇન્ટરનેટ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઉદયપુરમાં વિરોધપ્રદર્શન બાદ ઇન્ટરનેટ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું.

આ ઘટના બાદ પોલીસે વિસ્તારમાં શાંતિવ્યવસ્થા બનાવવાના પ્રયત્નો કર્યા છે.

અગાઉ એસપી મનોજકુમારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ નૃશંસ હત્યા છે. કેટલાક આરોપીઓની ઓળખ થઈ છે, પોલીસની ટીમો આરોપીઓની શોધખોળ કરી રહી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

તણાવને પગલે ઉદયપુરમાં આગામી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

line

શું બની ઘટના?

ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં કન્હૈયાલાલ તેલી એક દરજીની દુકાન ચલાવતા હતા.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

ઇમેજ કૅપ્શન, ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં કન્હૈયાલાલ તેલી એક દરજીની દુકાન ચલાવતા હતા.

ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં મૃતક કન્હૈયાલાલ તેલી એક દરજીકામ કરતા હતા.

મંગળવાર બપોરે તેમની દુકાન પર કપડાં સીવડાવવાની વાત કરીને કેટલાંક લોકો પહોંચ્યા અને તેમને દુકાનની બહાર લાવીને તલવારથી તેમનું ગળું કાપી નાખ્યું.

ઘટનાસ્થળે પર જ કન્હૈયાલાલનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ઘટના પછી હિંદુ સંગઠનોમાં રોષ છે અને તેમણે શહેરની બજાર બંધ કરાવી દીધી છે. અનિશ્ચિતકાળ માટે બંધની જાહેરાત કરવામાં આવી છે.

આ ઘટનાના સમાચાર પછી ઉદયપુરમાં આગચંપી અને વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં હતા.

મુખ્ય મંત્રી અશોક ગેહલોતે આ ઘટનાની ટીકા કરતાં બધા પક્ષોને શાંતિ જાળવવાની વિનંતી કરી છે.

તેમણે લખ્યું કે ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની ટીકા કરું છું. આ ઘટનામાં સામેલ બધા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાવમાં આવે તથા પોલીસ ગુનાની ઊંડાણથી તપાસ કરશે.

અશોક ગેહલોતે આ હત્યાકાંડ પર ટિપ્પણી કરતા કહ્યું કે સમગ્ર દેશમાં તણાવનો માહોલ છે.

તેમણે કહ્યું કે, "આ બહુ દુ:ખદ ઘટના છે અને જેટલી ટીકા કરવામાં આવે ઓછી છે. આ પ્રકારે મર્ડર કરવું એ બહુ ચિંતાની વાત છે, દુ:ખદ છે, શર્મજનક પણ છે, હું સમજું છું કે માહોલ ઠીક કરવાની જરૂરિયાત છે."

"સમગ્ર દેશમાં તણાવનો માહોલ છે, હું વારંવાર કહું છું, મોદીજી અને અમિત શાહજીને કે તમે કેમ સમગ્ર દેશને સંબોધતા નથી કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કેટલાંક કારણોસર શેરીઓમાં લોકો આ નથી સમજી રહ્યા, જ્યાં ઓછી વસતી છે ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ, એ બધા વધારે ચિંતિત છે. પરસ્પર આટલું અંતર છે, તણાવ છે, આને સમજવાની જરૂર છે, જો અમે લોકો કોઈ વાત કહીએ છીએ, અપીલ કરીએ છીએ, ફેર પડે છે, વડા પ્રધાન બોલે છે ત્યારે વધારે પ્રભાવ પડે છે."

line

ઉદયપુર પોલીસે શું જણાવ્યું?

શું નૂપિર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરવાને કારણે હત્યા થઈ હોવાની વાત સામે આવી રહી છે?

મીડિયાના આ સવાલ પર એસપીએ કહ્યું, " આ રેકૉર્ડ હજુ જોવામાં આવી રહ્યો છે. અત્યારે અમે પરિસ્થિતને સંભાળી રહ્યા છીએ. બધી બાબતો પર વિચાર કરીને કલેક્ટર સાથે ચર્ચા કરી રહ્યા છીએ."

એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક મુસ્લિમ વ્યક્તિ પોસ્ટ લખનારની હત્યા કરવા માટે ઉશ્કેરી રહી છે.

line

ભાજપનો કૉંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ

ઉદયપુરમાં વિરોધપ્રદર્શન બાદ ઇન્ટરનેટ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું.

ઇમેજ સ્રોત, ANI

રાજસ્થાનમાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે, "આ મુદ્દે મુખ્ય મંત્રી સાથે વાત થઈ. તેમણે કહ્યું કે ટીમોને તહેનાત કરવામાં આવી છે. તેમણે અધિકારીઓ સાથે વાત કરી છે અને કહ્યું કે આ હત્યાકાંડ માટે જવાબદાર લોકોની જલદી ધરપકડ કરવામાં આવશે."

ભાજપ નેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ મામલે પ્રતિક્રિયા આપતાં લખ્યું કે "કૉંગ્રેસરાજમાં તાલિબાની સ્ટેટ બનવાના રસ્તા પર રાજસ્થાન. કૉંગ્રેસની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિએ જેહાદીઓનો દુ: સાહસ એટલો વધી ગયો છે કે તેઓ ખુલેઆમ હિંદુઓની હત્યા કરી રહ્યા છે, પીએમને ધમકી આપી રહ્યા છે. આ અરાજકતા ગેહલોત સરકાર દ્વારા વિશેષ ધર્મના ઉપદ્રવીઓને ઢીલ આપવાનું પરિણામ છે."

એક અન્ય ટ્વીટમાં તેમણે એમ પણ કહ્યું કે ઉદયપુરની આ નૃશંસ હત્યાની જવાબદારી ગેહલોત સરકારની છે. કારણ કે આ સરકારે કરૌલી રમખાણોના મુખ્ય આરોપીને પકડ્યો નથી. ટોંકમાં મૌલાનાએ હિંદુઓનું ગળું ઉતારવાની ધમકી આપી છે, ત્યારે પણ કોઈ કાર્યવાહી નથી થઈ. આ હત્યારાનો વીડિયો બનાવીને નરસંહારની ધમકી આપતા રહ્યા પરંતુ સરકાર ચૂપ રહી."

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઉદયપુરની હત્યા અંગે ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ લખ્યું છે, "ઉદયપુરમાં થયેલી જઘન્ય હત્યાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. ધર્મના નામે ક્રૂરતા સહન કરી શકાય નહીં. આ હૈવાનિયત સાથે આતંક ફેલાવનારાઓને તાત્કાલિક સજા થવી જોઈએ. આપણે બધાએ સાથે મળીને નફરતને હરાવવાની છે. હું બધાને અપીલ કરું છું, કૃપા કરીને શાંતિ અને ભાઈચારો જાળવી રાખો."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું કે આ સ્પષ્ટ રૂપથી એક હત્યા છે જેની સભ્ય સમાજમાં કોઈ જગ્યા નથી. પ્રશાસને આ મામલે તપાસ કરીને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે કહ્યું કે, "તમે કયા ધર્મને માનો છો તેનાથી કોઈ મતલબ નથી, એ નિર્દોષને નુકસાન પહોંચડવું એ સમગ્ર માનવતાને નુકસાન પહોંચાડવા જેવું છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન